________________
દોષની કબુલાત એ દિવ્યતાને લાવનાર છે.
અનેક પદાર્થ જોઈએ છે. જીવ એકલો જીવી શકતો નથી. જીવને સંસારનું વાસ્તવિક સ્વરૂપ ઓળખાયું નથી. અનેકમાં સુખ ન હોઈ શકે. અનેકમાં દુઃખ જ હોય છે. ઓછામાં ઓછી ચીજ વસ્તુથી જીવન જીવ્યું તે નિષ્પરિગ્રહતા છે. વધુમાં વધુ વસ્તુની, વ્યક્તિની જરૂરિયાત તે સંસાર છે. આત્મા સ્વરૂપે અદ્વૈત છે. સિદ્ધાવસ્થામાં કોઈ પણ દ્રવ્યનો સંયોગ છે જ નહીં. જ્યાં દ્વૈત ત્યાં દ્વન્દ્વ ત્યાં દુ:ખ જ હોય. એક કરતાં વધુનો સંયોગ તે દ્વૈત છે. પરમાણુ જોકે દ્રવ્યથી અદ્વૈત છે. પણ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં જાય છે. વળી એક વર્ણાદિથી બીજા વર્ણાદિ પામે છે માટે ક્ષેત્ર અને કાળથી પરમાણુનો દ્વૈત એ સ્વભાવ છે. આત્મા સ્વભાવે દ્વૈત નથી. આત્મા સ્વરૂપે અદ્ભુત છે. આત્મામાં મોહ પેઠો એટલે ઉપયોગ શ્વેત બન્યો. આત્મા સાથે કર્મ ચોંટ્યા, જીવને દેહ વળગ્યો એટલે શ્વેતાવસ્થા ઊભી થઈ. દ્વૈતાવસ્થામાં ક્યારેય સુખ ન હોય તે નક્કી કરી લ્યો. દ્વૈત અવસ્થામાંથી અદ્વૈત અવસ્થા પ્રાપ્ત કરવાની છે. ત્યાં જ વાસ્તવિક સુખ છે. તે પહેલાં સુખાભાસ હોય છે. સુખ-દુઃખ, સંયોગ--વિયોગ, જન્મ-મૃત્યુ, માન-અપમાન, ઉત્પત્તિ - વિનાશ, હાસ્ય-શોક, અરતિ-રતિ આ પરસ્પર વિરોધિ તત્ત્વના જોડકાઓ એ બધી દ્વન્દ્વ અવસ્થા છે. સિદ્ધાવસ્થામાં દ્વૈત નથી માટે ત્યાં દ્રન્દ્ર પણ નથી. દ્વૈત હોય ત્યાં દ્રન્દ્રના તોફાન હોય હોય ને હોય, અદ્વૈત અવસ્થા, અદ્વન્દ્વ અવસ્થા જો પામવી હોય તો આત્મામાં જે બીજું તત્ત્વ મોહ -વિભાવ પરિણતિ - ઘૂસી છે તેને કાઢવી જોઈએ. આપણને સંસાર કોઠે પડી ગયો છે. સંસારની બધી અવસ્થા દુઃખરૂપ છે પણ આપણને તેમાં દુઃખ દેખાતું નથી. ભૂખ લાગે ત્યારે રોટલી ચાવવી પડે છે તે દુઃખ લાગે છે? સંડાસ જવું પડે છે તે દુ:ખ લાગે છે ? રોટલી ચાવ્યા વિના પચી જતી હોત, પેટ ભરાઈ જતું હોત તો ચાવવાની મહેનત કોણ કરત ? પણ આપણે એ બધામાં ટેવાઈ ગયા છીએ. સંસાર આખો દુ:ખ રૂપ છે. તેને એક છેડે જન્મ છે, બીજે છેડે મૃત્યુ છે અને વચમાં જીવન જીવવાની મુશ્કેલીઓ છે. સાંસારિક જીવનમાં એકસરખી અવસ્થા રહેતી જ નથી. આત્મપ્રદેશો કંપનશીલ છે. ચિત્તમાં નવા નવા રંગ પકડાયા કરે છે તેથી ઉપયોગમાં પણ ફેરફાર થયા કરે છે. આ રીતે સંસારમાં જ્યારે ને ત્યારે જીવને બહુરુપીના વેશ ભજવવાના હોય છે, ત્યાં સુખ શું હોય ? બહારથી ફેરફાર થાય, અંદરથી પણ ફેરફાર થાય તે દુ:ખ છે. સંસાર છે. આત્માનો સંકલેશ પરિણામ, કષાય પરિણમન એ અન્યંતર સંસાર છે. જેટલા અંશે નિષ્કષાયભાવ આવે તેટલા અંશે આત્મા સુખની અનુભૂતિ કરે છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે, “જે જે અંશે રે નિરુપાધિકપણું, તે તે જાણો રે ધર્મ, સમ્યગ્દષ્ટિ ગુણઠાણા થકી, જાવ લહે શીવશર્મ.” કષાય એ લેશ માત્ર સુખની અનુભૂતિ કરાવતું નથી. માટે કષાયરહિત થવા માટે પ્રયત્ન કરવો જોઈએ.
શાસ્ત્રમાં મધુબિંદુનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. એક માણસ ભાગાભાગ કરે છે. પાછળ હાથી પડયો છે. દોડતો દોડતો ઝાડ ઉપર ચઢયો. નીચે કૂવો છે. અને તેમાં સાપ, અજગરો છે. ઉંચે જુએ છે ત્યાં ઉંદરો શાખા કાપી રહ્યા છે. ચારે બાજુ ભયનું વાતાવરણ છે. હાલે ત્યાં મધમાંખીઓ કરડે છે. આ બાજુ પેલો હાથી આવ્યો છે. ઝાડને હલાવી રહ્યો છે ઉપરથી વિદ્યાધરનું વિમાન લેવા આવે છે, ત્યારે આ ભાઈ લટકી રહેલા છે તેને આહ્વાન આપીને કહે છે, અહીં વિમાનમાં બેસી જાવ, તમને ઈષ્ટ સ્થાને પહોંચાડી દઈએ. ત્યારે આ ભાઈ કહે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org