________________
શાસ્ત્રસ્વાધ્યાય અને નવકારવાળી બેમાંથી શું ચહે ?
હતો તેથી આવડતું નથી. ગુરૂએ શીખવાડયું કે તને કોઈ માન આપે તો રાજી ન થવું અને કોઈ તારી મશ્કરી કરે તો તા૨ે દુઃખી ન થવું. આ સાધુ પૂર્વભવમાં આચાર્યના સ્થાને હતા, અનેક શિષ્યો હતા. બધાને વાચના આપતા હતા. હવે શિષ્યો, ન સમજાય તો આખો દિવસ-રાત પૂછવા આવે છે., ઊંઘ બગડે છે. ત્યારે વિચારે છે કે આ હું ભણ્યો ત્યારે જ પંચાત છે ને ? મારો ભાઈ ભણ્યો નથી તો છે કાંઈ ચિંતા ? આ રીતે જ્ઞાન પ્રત્યે અભાવ, અરુચિ, અણગમો થયો અને જ્ઞાનનો સદુપયોગ ક૨વાનું છોડી દીધું. ત્યારે પ્રબળ શ્રુતજ્ઞાનાવરણીય કર્મ બંધાણું અને એ કર્મ પણ દીક્ષા લીધા પછી ઉદયમાં આવ્યું. આટલું હોવા છતાં પણ જમા પાસામાં એની પાસે, દર્શનમોહનીયનો ક્ષયોપશમ છે. સમ્યક્ત્વ ગુણ વર્તે છે. ચારિત્રનો ક્ષયોપશમ છે, તેનાથી ચારિત્રની પરિણતિ વર્તે છે ગુરૂવચનને સમર્પિત રહેવાની તમન્ના છે. કષાયો હેય છે, તેનું હેય રૂપે વેદન છે. મોહનીય કર્મના ક્ષયોપશમ વિના કષાયો હેય રૂપે સમજાતા નથી. પોતે સમજી શકે છે કે પૂર્વભવમા મેં આવું કર્મ બાંધ્યું છે. આવી ભૂલ કરી છે. ગુરૂને સહજ ભાવે પૂછે છે, કે આટલું પણ મને કેમ નથી આવડતું ? ગુરૂએ સમજાવ્યું તે પ્રમાણે રહે છે. નાના નાના છોકરાઓ ટીખલ કરે, મશ્કરી કરે, ત્યારે ગુસ્સો નથી આવતો અને છોકરાઓને કહે છે તમે બહુ સારૂં કર્યું. હું જ્યારે જ્યારે ભૂલી જાઉં છું ત્યારે ત્યા૨ે તમે મને યાદ કરાવો છો. મોહનીયનો ક્ષયોપશમ હોવાથી બધું જ ગુરૂને પૂછીને ક૨ે છે. શ્રુતજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ વિના ગીતાર્થતા ન આવે, એમાં મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પદાર્થનો સ્યાદ્વાદગર્ભિત બોધ થાય પણ સંવિગ્નપણું (મોક્ષાભિલાષ) અને માધ્યસ્થદૃષ્ટિ ન હોય તો શાસ્ત્રબોધ હોવા છતાં ચારેક તેનો દુરૂપયોગ થવાનો સંભવ થાય છે. જેને અનેકનું કલ્યાણ કરવું હોય તેને શાસ્ત્રનો સૂક્ષ્મબોધ જોઈએ, એ ન હોય તો ન ચાલે. એકલી નિશ્ચયની વાતો એવી ન કરે કે જેનાથી એને વ્યવહા૨ છોડવાનું મન થઈ જાય. જે સ્થાન છે ત્યાંથી ઉતારી નાંખીએ તે ન ચાલે. માર્ગના સૂક્ષ્મ બોધ વિના બોલવાથી સૂત્રવિરૂદ્ધ બોલાઈ જવાની શક્યતા રહેલી છે. આ માષતુષ ગુરૂને કહે છે કે, મને આટલું પણ આવડતું નથી ત્યારે ગુરૂજી કહે છે કે ન આવડે ત્યાં સુધી ગોખ્યા ક૨વાનું અને આંબિલ ક૨વાના. જૈનશાસન શું કહે છે તે સમજો.
શાસ્ત્રસ્વાઘ્યાય અને નવકારવાળી બેમાંથી શું ચઢે ?
નવકારવાળી તો રાત્રે ગણવાની, દિવસે તો ભણવાનું. ફટ દઈને નવકારવાળી ગણવા દિવસે બેસી જાવ છો તે કેટલા અંશે વ્યાજબી છે ? તે વિચારો સભાઃ નવકાર તો ચૌદ પૂર્વનો સાર છે.
મહારાજઃ પણ ભણવાનું ન છોડાય, જૈન શાસનનું હાર્દ શાસ્ત્રોના તલસ્પર્શી અઘ્યયનથી આવે છે અને તેના દ્વારા મોહ ઘસાતા આત્મા વિશુદ્ધ બને છે. નવકાર ચૌદ પૂર્વનો સાર છે, એ બરાબર છે. પણ તેના નામે શાસ્ત્ર-સ્વાધ્યાય ગૌણ ન કરાય. તમને આ મુનિ જેવું પાલવે તેમ નથી. એક બે વર્ષ નહીં પણ બાર વર્ષ સુધી આંબેલ કર્યા ને ગોખ્યું. મોહનીય કર્મના ક્ષયોપશમ વગર કોણ આવું કરી શકે ?
Jain Education International 2010_05
૩૦૦
For Private & Personal Use Only
www.jainelibrary.org