Book Title: Yogadraushtina Ajwala Part 2
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai

View full book text
Previous | Next

Page 370
________________ ૩૩૯ યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ જ પડે. જીવ અઘાતી કર્મના ઉદયથી થતા દશ્યમાં ભળે છે. માટે કર્મો બાંધે છે. તમે અઘાતી કર્મોની અસર નીચે આવ્યા એટલે ઘાતી કોને ફાવટ આવી ગઇ. ઘાતી મજબૂત બની ગયા. તમે ન ભળ્યા હોત તો કંઇ ન થાત. આત્માની શુદ્ધજ્ઞાનપરિણતિ અને જાગૃતિમાં એ તાકાત છે. કે જગતના સર્વ જીવોના સર્વ દુઃખો આત્મા ઉપર એક સાથે પટકાય તો પણ, તે આત્મસ્વરૂપમાં રહી શકે છે. અને એ દુઃખો એને કોઈ અસર ન કરી શકે. આત્મા, આત્મસ્વરૂપમાં રહે તો બહારના દશ્યો તેને સુખ-દુઃખ આપી શકતા નથી. ચૈતન્યમય ઉપયોગની આ તાકાત છે, તેને આપણે સમજી શકતા નથી. માટે જ આપણે દ્રષ્ટા ન બનતાં દશ્ય સાથે એક મેક બની જઈએ છીએ. અને નુકશાન વેઠીએ છીએ (1) દ્રષ્ટા બનીએ અને દૃશ્ય સાથે એકમેક ન બનીએ તો કર્મો ખપે છે. (૨) પદાર્થનું સ્વરૂપ જેવું છે તેવું વિચારવાથી પણ કર્મો ખપે છે. વિનાશી પદાર્થોના સ્વરૂપને વિનાશી પણે વિચારીએ, રાગાદિભાવો વગર માત્ર વિવેકથી તેમાં ઉપયોગ ડૂબાડીએ અને સારભૂત તત્ત્વને બહાર લાવીએ તો પણ કર્મો ખપે છે. પુગલના દર્શને વૈરાગ્ય કેવી રીતે આવે? તમે કયાં તો દશ્યના દ્રષ્ટા રહો, કયાં તો પદાર્થનાં સ્વરૂપને વિચારો. આ બેમાંથી કયું ફાવે? આપણે તો નથી દ્રષ્ટા રહેતાં, નથી સ્વરૂપ વિચારતાં, પણ કર્તા-ભોકતા બનીએ છીએ અને રાગાદિ ભાવો કરીએ છીએ એના કરતાં સ્વરૂપ વિચારવાનું રાખો. અનિત્યાદિ ભાવના પણ આજ છે. પુદ્ગલનું યથાર્થ સ્વરૂપ સમજાઈ જાય, સૈકાલિક સ્વરૂપ સડન, પડન, વિધ્વંસન સમજાઈ જાય, પછી તેનો રાગ ઓછો થશે. દેહ રૂપી સ્કંધ કોના અવલંબને ઉભો છે? જીવના ટેકાએ, જીવના અવલંબને ઉભો છે, ટક્યો છે. સડવું, પડવું અને નાશ પામવું એ પુદ્ગલનો ધર્મ છે. એવું જણાઈ જાય તો આજના સુંદર Well Furnished બંગલામાં ખંડેરનું દર્શન થતાં રાગ ઓગળી જાય છે. રૂપવતી સ્ત્રી રાખની ઢગલી દેખાતાં રાગ વિલીન થઈ જાય છે. જિનવાણીનું શ્રવણ આ રીતે મોહને પાતળો કરવા માટે છે, આ બેમાંથી એક પણ માર્ગને પકડયા વિના જીવનો ઉદ્ધાર નથી. જગતમાં રહેવું પડે, પુદ્ગલનો ઉપયોગ પણ કરવો પડે. પુદ્ગલના પરિચયમાં પણ આવવું પડે, પણ જાગૃતિ માત્ર એટલી જ રાખવાની છે કે સંસારી વ્યકિત અને જડ પદાર્થોના ઉપયોગ વખતે તમારા સ્વરૂપનો-અસ્તિત્વનો ખ્યાલ પકડાયેલો રહેવો જોઈએ. જ્ઞાનીઓએ પુદ્ગલનો ઉપયોગ કરવાનો નિષેધ કયારેય કર્યો નથી. તમે ખાઓ નહીં, પીઓ નહીં, એવું જ્ઞાનીઓએ કહ્યું નથી. માત્ર પુગલના પરિચયથી અંજાઈ ન જાવ. સ્વરૂપનું સતત અનુસંધાન બન્યું રહે તેની કાળજી રાખો. જેને સ્વરૂપનો ખ્યાલ સતત છે, તે પરમાં પકડાય જ નહીં., પર પદાર્થમાં બંધાય નહીં. પુદ્ગલ જોઇને આપણે રાગથી બંધાઈએ છીએ માટે આપણને કર્મો બાંધે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398