Book Title: Yogadraushtina Ajwala Part 2
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai

View full book text
Previous | Next

Page 366
________________ ૩૩૫ યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨ મન બગાડવાથી મળી જશે ખરું ? ધર્મના યોગોમાં સ્વસ્થતા ટકાવવી એ ધર્મ પામ્યાની નિશાની છે. કટોકટીના સમયે આત્મા શાંત બને તો માર્ગ નીકળે છે. કટોકટીના સમયે ઉતાવળ કરો, મુંઝાઈ જાવ તો માર્ગ મળે જ નહીં. - ત્રીજી દષ્ટિમાં શુશ્રુષા ઉપર ખૂબ ઝોક છે. જે ભૂમિમાં સેરો ફૂટતી નથી. ત્યાં કુવો ખોદવો એ ન ખોદવા બરાબર છે. જયાં પાણી નથી ત્યાં ખોદવું એ વ્યર્થ શ્રમ છે. તેજ રીતે જિનવાણી શ્રવણ કરતાં, તત્વ શુશ્રુષાની સેર ન ફૂટે તો તે જિનવાણીનું શ્રવણ એ અશ્રવણ જ છે. માટે જ શાસ્ત્રકારોએ અભિવિને, દુર્ભવિને, ભારેકર્મી ભવિને ઉપદેશ આપવાની ના પાડી છે. અચરમાવર્તી ભવિને અને જેને ધર્મ ન ગમે, જેને ધર્મ સાંભળવો ન હોય, તેને ધર્મ ન સમજાવવો. કારણકે જે ફળ મેળવવું છે તે ફળ નથી મળવાનું. આજે ફળ નથી મળતું એમ નહીં પણ યોગ્યતાના અભાવે આવતી કાલે પણ ફળ નથી મળવાનું. તત્ત્વનો અષ હોય તો કાળક્રમે જિજ્ઞાસા થશે. કોઈ પણ ફળના સૂચક ચિન્હો દેખાતા હોય તો, તેને જિનવાણી સંભળાવાય. માગનુસારી ગુણોની સંભાવના જણાય તો જરૂરથી સંભળાવી શકાય. આવી કોઈ યોગ્યતાના ચિન્હો ન દેખાતા હોય અને સંભળાવો તો સંભળાવનારને પ્રાયશ્ચિત આવે છે. તમે સમય બગાડડ્યો, અને ધર્મની ટીકાનું નિમિત્ત આપ્યું માટે તમે દોષિત બનો છો તમે અપરાધી છો. ગુરુ શિષ્યને વાચના આપતા હોય અને શિષ્યના મુખ ઉપર સંયમ, વૈરાગ્ય, આશ્ચર્યાદિના ભાવો ઉલ્લસિત ન થતા હોય તો તેને ગુરુ ઉઠાડી મુકે, ન ઉઠાડે તો ગુરુ દોષિત થાય છે પાપના ભાગીદાર બને છે ભલે ચીજ સારામાં સારી છે. પણ પાત્રને જ આપવી જોઈએ. પાત્રના વિરહમાં તે ચીજ લુપ્ત થઇ જાય તો તેમાં ઓછું નુકશાન છે અપાત્રને આપવામાં વધારે નુકશાન છે. શુશ્રષા એ ધર્મ પામવા માટે અતિ અતિ અતિ મહત્વની છે. તત્ત્વ સાંભળતાં સેરો ફૂટવી જોઈએ. એ કયારે બને? આ મને અચિજ્ય સંભળાવી રહ્યા છે, એવો ભાવ હોવો જોઇએ. - પાર્શ્વનાથ અને કમઠના પ્રસંગમાં નોકર પાસે કાષ્ઠ ચીરાવીને બળતા નાગને નવકાર સંભળાવે છે. ત્યારે સાપના જીવને એ નવકાર સાંભળતા, નવકારના અક્ષર ઉપર, નવકારના સંભળાવનાર ઉપર, અતિશય બહુમાન થયું છે. આ મને અપૂર્વ ચીજ સંભળાવી રહ્યા છે. આ મારા હિતસ્વી છે. અને હિતની બુદ્ધિથી મને સંભળાવી રહ્યા છે. તેમના શબ્દો ઉપર આદર,બહુમાન,પ્રીતિ થયા છે. તેમાં ઉપયોગ એકાગ્ર બને છે. ત્યાં પુણ્ય ઉભું થયું. સીધો મરીને ધરણેન્દ્ર બન્યો છે. વિશિષ્ટ બોધ વિનાનું, સમજણ વગરનું જ્ઞાન પણ, જો શ્રદ્ધાવાળું હોય તો અત્યંત ઉપયોગી બની શકે છે. સાંભળવાની તીવ્ર ગરજ જાગે છે, ત્યારે જિનવાણી સાંભળતાં જ્ઞાનાવરણીય કર્મ તથા મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે. વ્યાખ્યાન સાંભળતાં જે નવકારવાળી ગણે છે તેને જ્ઞાનાવરણીય નો પાયોપશમ પણ ન થાય. જિનવાણી ના સમયે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398