Book Title: Yogadraushtina Ajwala Part 2
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai

View full book text
Previous | Next

Page 367
________________ શ્રાવકને જિનવાણીશ્રવણ અવશ્ય કરવા યોગ્ય છે. ૩૩૬ નવકારવાળી ગણવી એ તેની આશાતના છે. ત્યાં પુણ્ય ન બંધાય પણ અનાદરનું પાપ બંધાય. श्रुताभावेपि भावेऽस्याः शुभभावप्रवृत्तितः । फलं कर्मक्षयाख्यं स्यात्परबोधनिबन्धनम् ||५४|| માનો, શુશ્રષા પ્રબળ છે. પણ પાપકર્મના ઉદયે શ્રવણનો યોગ ન પણ મળે એવું બની શકે છે. શુશ્રુષા વિના જેમ શ્રવણ મળે છે. તેમ શુશ્રુષા હોય અને શ્રવણ ન મળે એ પણ બની શકે છે. બંનેનું હોવું એ ઉત્કટ પુણ્યોદય છે. શ્રવણના અભાવમાં શુશ્રષાના શુભભાવથી પણ કર્મક્ષય થઈ શકે છે. લાકડાના વેપારથી, લોઢાના વેપારથી, કે સોના ચાંદીના વેપારથી પૈસા મળે તો પૈસામાં કંઈ ફેર નથી. તેમ સાધનો ભલે જુદા હોય, પણ કર્મક્ષય માટે કરવાનો પુરુષાર્થ એક જ છે. શુક્રૂષાની તીવ્રતામાં શ્રવણના અભાવે કર્મક્ષય થઈ શકે છે. અને જિનવાણીનું શ્રવણ હોય તો પણ શુશ્રષા ન હોય તો કર્મક્ષય ન થઇ શકે. આમાં જિનવચન-આગમ પ્રમાણ છે. કર્મક્ષયમાં અત્યંતર પરિણામ કારણ છે. બાહ્ય પ્રવૃત્તિ, કિયા સહાયક છે. કિયાના બળ ઉપર પરિણતિ ઉભી થાય છે. માટે વ્યાવહારિક ક્રિયા ને ધર્મ કહેવાય છે. અને ક્રિયા વિના કે ક્રિયા દ્વારા જે પરિણતિ ઉભી થાય છે તે નિશ્ચય ધર્મ છે. વ્યવહાર નય પરંપર કારણને કારણ કહે છે અને ધર્મ માને છે. આચારમાર્ગની પ્રવૃત્તિ, ત્યાગ, તપ, દાન, શીલ, પ્રભુભકિત, જિનવાણી વિના આલંબનથી અશુભ પરિણતિ નીકળે છે. અને શુભ પરિણતિ વિકસે છે, માટે ઘર્મ છે. નિશ્ચયનય કર્મક્ષયના અનંતર કારણ રૂપે રહેલી પરિણતિને ધર્મ કહે છે. ત્યાં પ્રવૃત્તિ હોય અથવા ન પણ હોય પણ પરિણતિ ધર્મ છે. ત્રીજી દષ્ટિમાં આવેલો જીવ કેવા પ્રકારના વિકાસને પામે છે તે બતાવે છે. મનુષ્ય જન્મ મોક્ષ પામવા માટે છે. મોક્ષ એ આત્માની શુદ્ધિની પરાકાષ્ઠા છે. વર્તમાનમાં જીવ મોહથી ઘેરાયેલો છે. મોહનું કામ શું છે? મોહ દૃષ્ટિને અવળી કરે છે, બુદ્ધિ અને આચારથી જીવને ભ્રષ્ટ કરે છે. આ મોહ નીકળે તો બુદ્ધિ નિર્મળ બને. બુદ્ધિ બને. બુદ્ધિ બગડેલ છે, માટે ઊંચામાં ઊંચું સુખ પણ જીવ માણી શકતો નથી. બુદ્ધિ સમતોલ હોય તો સામાન્ય સુખની સામગ્રી પણ સુખ, શાંતિ આપી શકે છે. બુદ્ધિએ આત્માના આનંદમય સ્વરૂપને વેરવિખેર કરી નાંખ્યું છે. સાધકે એક બાજુ બુદ્ધિને સ્વચ્છ કરવાની છે, બીજી બાજુ આચાર સુધારવાના છે. જેમ જેમ આચાર સુધરતા જાય તેમ તેમ જીવ આગળ વધતો જાય. આચાર એટલે દયા, દાન, મૈત્રી, વાત્સલ્ય, સેવા, વૈયાવચ... પરસ્પર જીવનવ્યવહાર શુદ્ધ બને છે. ત્યારે સહજ રીતે જીવન સારું બને છે. જીવ પાપ પ્રકૃતિ બાંધતો નથી. પોતાની સામગ્રીનો સ્વાર્થમાં ઉપયોગ ન કરે તો, જીવનમાં નુકશાન થવાનો સંભવ નથી. જીવોની બુદ્ધિ બગડી છે, અને બગડેલી બુદ્ધિથી આચાર બગડે છે. અચરમાવર્તમાં જીવોની બુદ્ધિ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398