Book Title: Yogadraushtina Ajwala Part 2
Author(s): Muktidarshanvijay
Publisher: Vardhaman Seva Nidhi Mumbai

View full book text
Previous | Next

Page 354
________________ ૩૨૩ યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૨ શ્રીપાળને કન્યાની તૃષ્ણા છે પણ બીજાનો ભવ બગાડવો નથી. બીજી મળશે તો ઠીક, નહીંતર હું જીંદગીભર ચલાવીશ. અહીં અસત્ તૃષ્ણાનો સ્પષ્ટ અભાવ છે. અંતે મયણા રડી છે એટલે એનું દુઃખ નિવારવા માટે તેને અપનાવી છે. લાયકરગસમાં અસત્ તૃષ્ણાનો અભાવ સ્પાર્ટી નામના દેશમાં એક રાજા થયો. તે મૃત્યુ પામ્યો. વારસદાર કોઈ નથી. તેણે વીલ બનાવ્યું. મારા નાના ભાઈ લાયકરગસને રાજા બનાવવો. રાજ્યાભિષેકની તૈયારી થઈ, તે વખતે તેને ખબર પડી કે ભાભી ગર્ભવતી છે. તે તરત જ ગયો અને ભાભીને વિનમ્ર પણ દઢ ભાવે કહ્યું કે મને રાજ્યની લાલસા નથી, તમે ચિંતા ન કરશો, મારે એના છત્રધર બનવું પડશે તો પણ મારી તૈયારી છે. તમે નિશ્ચિત રહો. સ્ત્રી કહે પ્રસૂતિ પછી શું થશે? તેની કયાં ખબર છે? પુત્ર ન પણ થાય? અને થશે તો હું એને પતાવી દઈશ. પેલો દિયર તરત સમજી ગયો કે આને રાજમાતા બનવું નથી, રાજરાણી બનવું છે. ખામોશ રહ્યો, કહ્યું કે એક વખત પ્રસવ તો થવા દો. પછી હું યોગ્ય કરી લઈશ. ચારે બાજુમાં ચોકી પહેરો મૂકી દીધો. બાળકનો જન્મ થાય છે અને તરત જ જાહેર કર્યું કે તમારો અને મારો-આપણા બધાનો આજથી આ રાજા છે. આ શું કહેવાય? આ અસત્ તૃષ્ણાનો અભાવ કહેવાય. તે પોતાની લાયકાત ન હોય અને કોઈ આપે તો તે લેવા તૈયાર ન હોય. ઉદયન મંત્રીમાં અસત તૃષ્ણાનો અભાવ સિદ્ધરાજને પોતાના પછી કોઈ વારસદાર ન હતો. કુમારપાળ રાજા થશે એવા સમાચાર તેને મળ્યા. પણ સિદ્ધરાજની ઈચ્છા છે કે મારા મૃત્યુ પછી મંત્રીશ્વર ઉદયનનો પુત્ર રાજા બને. આ વાત જાણીને ઉદયન રાજાને એકાંતમાં મળે છે અને પૂછે છે કે આપ મારા દિકરાને રાજા બનાવવા માંગો છો. એવું મેં સાંભળ્યું છે તો હકીકત શું છે ? રાજાએ વિધેયાત્મક ઉતર આપ્યો. તેનો નિષેધ કરતાં મંત્રી દેઢ સ્વરે કહે છે, રાજ! સાંભળી લ્યો. અમારી પરંપરામાં મંત્રીપદ ચાલ્યું આવે છે. એટલે રાજયગાદી પર આવી શકે નહી. રાજ્યગાદી ઉપર તો જે આવતો હશે તે જ આવશે. આ ગાદી ઉપર જે રાજા આવશે તેનો મંત્રી મારો છોકરો બની શકશે પણ રાજા હરગીઝ નહી બને. આજના જમાનામાં શું ચાલી રહ્યું છે? ખુરશી જોઈએ છે. લાયકાત ન હોય અને તે તે સ્થાન ઉપર બેસે તો કેટલું નુકશાન કરે છે ? લાયકાત વગર સ્થાન શોભે? પુણ્ય હોય તો પણ પાત્રતા વગર સ્થાનને નહીં લેનારા હજારો દ્રષ્ટાંતો આર્ય દેશમાં મોજૂદ છે. આજે રાજ્યની આવડત નથી અને ભયંકર, તૃષ્ણાઓથી ભરેલા હિંદુસ્તાનનું સુકાન સંભાળે છે. ભાવીમાં કેટલો અનર્થ સર્જાશે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398