________________
ર૯૩
યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨
પીઠના ઘા ઉપર રુઝ લાવવા માટે અંબોડામાં દ્રાવણ લઈને જવું છે, માટે વિલંબ કરવો છે. સતી સ્ત્રીના પ્રત્યેક કર્તવ્યમાં વિવેક હોય છે. આ વનરાજ પાંજરામાં છે. સો-સો ફટકા પડી હ્યાં છે. બહારથી લોકો શ્રેણિકની ચીસો સાંભળે છે. અંદરથી શ્રેણિકને ભયંકર કોટીનો પશ્ચાત્તાપ છે, તે પશ્ચાત્તાપની શ્રેણિ ઉપર ચઢયો છે.
અંતિમ સમયે શ્રેણિકની ભાવના અને પશ્ચાત્તાપ જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરનો સેવક હોવા છતાં પણ જીવનમાં મેં શું કર્યું? પાપો અને દોષો જ સેવ્યાં છે. એના ફળ સ્વરૂપે દુઃખ ન આવે તો શું થાય ? મેં કર્મો કર્યા છે તેનું આ ફળ છે. કોણિક તો નિર્દોષ છે. એટલું જ નહિ, શાસન મળ્યું છે ત્યારે ઉઘરાણી કરવા આવનાર કોણિક મારો ઉપકારી છે. હું તો ઘણો પાપી છું. અભયની માતા નંદાને હું પરણ્યો ને તરછોડી દીધી. પુત્રના જન્મની પણ ખબર નહીં, કયાં પુત્રજન્મ થયો તેની ખબર ન લીધી. મને કામવાસના કેવી સતાવી રહી છે ! શેલણાને પરણવા જતાં સુલતાના બત્રીસ પુત્રોનો ભોગ લીધો. સુલતાએ કેટલું આકંદ કર્યું? તેને કેટલું દુ:ખ થયું. જીવનનું પીકચર આંખ સામે શ્રેણિકને આવી રહ્યું છે. પછી પેલી આમ્રપાલી. રૂપરૂપનો અંબાર ! છતાં મારો આત્મા ધરાયો નહીં અને પેલી દુર્ગધામાં ફસાયો, છતાં હું ઘરાયો નહી. પુત્રની એષણામાં પણ હું ન ધરાયો. એકને મેં દીક્ષા આપી, બીજાને દીક્ષા માટે મેં જન્માવ્યો. ત્રીજાએ મારા આ હાલ કર્યા છે, તે પશ્ચાત્તાપની ધારાએ ચડ્યો છે. મને પ્રભુએ કહ્યું છે કે મગધરાજ! તમે નરકેસરી બનજો પણ નરકેશ્વરી ન બનતા. પણ મેં પ્રભુવચનને સાર્થક ન કર્યું. દીકરા કોણિક! તું તો નિર્દોષ છે. તું તો આ નરકનું સેમ્પલ મને ચખાડી રહ્યો છે. હું ભૂતકાળને ભૂલવા તૈયાર છું. હું તને ક્ષમા આપવા તૈયાર છું. તારા અપરાધોને ક્ષમા આપવા તૈયાર છું. મારા કરેલા મને હૈયે વાગ્યા છે. આમ શ્રેણિકને અંદરથી પશ્ચાત્તાપની ધારા છૂટી છે. બહારથી આંસુની ધારા છુટી છે. પણ ઉપયોગમાં સ્વસ્થતા છે. ચેલણા અંબાડામાં દારૂ વિગેરે સિંચીને દ્રાવણ લાવી છે તે એના વાંસા ઉપર છાંટે છે. જેથી શ્રેણિકને કંઈક રાહત થાય. ચામડાનો ઝભ્ભો લઈ આવી છે. જેના કારણે પીડા ઓછી થાય. ચેલણાને વિચાર આવે છે કે આ દુર કપુતને કયારે બુદ્ધિ સુઝશે?
કોણિક જમવા બેઠો છે, તેનો પુત્ર ઉદાયી હજી નાનો છે, તે તીર્થકર થવાનો છે. કોણિકના પિતા અને પુત્ર બંને તીર્થંકર થવાના છે. ઉદાયી ભાણામાં મૂતરે છે. છતાં જુગુપ્સા નથી, કોણિકને ગર્વ છે, કે આવો બાપ કોઈ જગતમાં હશે કે, જેને પુત્ર ઉપર આટલો બધો પ્રેમ હોય! કે પેસાબવાળું જમે? મોહ શું કામ કરાવે છે? ચલણા કહે છે તને તારા પુત્ર ઉપર શું પ્રેમ છે ? પણ તારા બાપનો જે પ્રેમ તારા ઉપર હતો તેની અપેક્ષાએ અંશમાત્ર તને પ્રેમ નથી. આખો ઈતિહાસ કહી સંભાળવે છે. તું જ્યારે ગર્ભમાં આવ્યો ત્યારે મને તારા પિતાનું માંસ ખાવાની ઈચ્છા થઈ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org