________________
૧૫૪
યોગદષ્ટિનાં અજવાળાં - ભાગ-૨
શાસ્ત્રને શસ્ત્ર બનાવ્યું. પેલાઓને ચૂપ કરવા માટે શાસ્ત્રોનો ઉપયોગ કર્યો. અનંતી ઉત્સર્પિણી, અવસર્પિણી સંસાર વધાર્યો. ત્યારે પરિણામની કિલષ્ટતા કેટલી હશે ? અહંકાર કેવો ભયંકર ! પેલાઓને ચૂપ કરવા માટે કેવા કષાયો હશે ! કષાયે કેવી માજા મૂકી હશે ! કે પશ્ચાત્તાપથી પછી આલોચના પણ ન કરી. સન્માર્ગની પ્રરૂપણાના લાભ એટલા જ છે. તેમ ઉસૂત્રની, ઉન્માર્ગની પ્રરૂપણાના નુકશાન પણ એટલા જ છે, “પાપ નહી કોઇ ઉત્સુત્ર ભાષણ જિહ્યું, ધર્મ નહીં કોઇ જગ સૂત્ર સરિખો” સન્માર્ગની પ્રરૂપણા કરનારના દર્શનથી પણ ઘણો લાભ થાય છે. આવા સન્માર્ગ પ્રરૂપકના દર્શન પણ દુર્લભ છે. ઘણી પુણ્યરાશિ એકઠી થાય ત્યારે તે પુણ્યાત્માના દર્શન પ્રાપ્ત થાય છે.
સન્માર્ગની પ્રરૂપણાથી પુણ્ય પણ કેવું જબરજસ્ત બંધાય છે. સાવદ્યાચાર્ય પણ સન્માર્ગની પ્રરૂપણાથી તીર્થકર નામ કર્મ બાંધ્યું. પણ જયાં સુધી ઉત્સર્ગ અપવાદની મર્યાદાઓ જાણવામાં ન આવે તો જીવ કેવી ભૂલ કરી બેસે છે. પણ એમણે તો જાણવા છતાં કર્યું છે. કર્મ ક્ષીણ થયેલા હતાં, પણ ભાવમલ ક્ષીણ નહોતાં થયાં. આટલા બધા કર્મ બાંધી શકે એવા ભાવમલ અંદરમાં પડેલા હતાં.
કર્મ અને ભાવમલનો ભેદ સમજાય છે ?
જીવોને અચરમાવર્તિમાં કર્મો ઘણા છે. અને ભાવમલ પણ ઘણો છે. જયારે સાવદ્યાચાર્યને કર્મ ઓછા હતાં, પણ ભાવમલ ઘણો હતો. આ ભાવમલ ઘટતાં ઘટતાં ચરમાવર્તમાં એક પુદ્ગલપરાવર્ત ચાલે એટલો જ હોય. અર્ધ પુદ્ગલપરાવર્તથી ભાવમલ ઘટતો ઘટતો જાય અને છેવટે નીકળી જાય છે.
ચરમ પુદ્ગલપરાવર્તમાં જીવને પ્રચુર ભાવમલ ક્ષય થાય છે. અને એ પ્રચુર ભાવમલ નીકળી ગયો છે. તેનું લક્ષણ શું? તે વખતે આત્માની કેવી સ્થિતિ હોય છે. તે હવે પછીના શ્લોકમાં કહે છે.
दुःखितेषु दयात्यन्तमद्वेषो गुणवत्सु च |
औचित्यात्सेवनं चैव, सर्वत्रैवाविशेषतः ॥ ३२ ॥
ચરમાવર્તમાં શારીરિકાદિ દુઃખથી દુઃખી જીવો જોઇને અત્યંત દયા આવે છે. હૃદય લાગણીમય બને છે. કરૂણામય બને છે. કોઈના દુઃખને જોઈ શકતો નથી. અહીં દયા નથી કહ્યું પણ અત્યંત દયા. અત્યંત એટલે (૧) સાનુશવત્વે (૨) સાનુન્યત્વે. ચરમાવર્તમાં જીવને અતિશય દયા હોય છે. બીજાના દુઃખ જોઈને આÁ પરિણામ પેદા થાય છે. બીજાના દુઃખ જોઈને દુઃખી થાય છે. એવી દયા થાય છે કે જે દયાના પરિણામથી બંધાયેલું કર્મ ઉદયમાં આવે ત્યારે નવો નવો દયાનો પરિણામ ઉભો થાય છે. તે સાનુબન્ધ દયા છે. આવી પરિણામ અચરમાવર્તમાં ન આવે. અચરમાવર્તિમાં દયા આવે તે ઉપર ઉપરની દયા આવે, સ્વાર્થજન્ય હોય, પારમાર્થિક દયા ન આવે, અને તે દયાને અત્યંત દયા ન કહેવાય. કેમ કે ભાવમલ પ્રચુર છે. વિપુલ પ્રમાણમાં છે. તે વખતે ભોગ તરફ જ વૃત્તિ હોય છે, ઉપયોગ હોય છે. શરીર એજ હું, ભોગ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org