________________
એ અવંચકોદય શું ચીજ છે ?
લક્ષ્યની દિશામાં છોડતાં ન આવડે અને વિપરીત દિશામાં બાણ જાય તો ક્રિયા હોવા છતાં તે ક્રિયા અવંચક બની ન કહેવાય. ક્રિયાનું જે સમ્યક્ ફળ લક્ષ્યવેધ છે તે આવીને ઉભું રહે તો જ તે ક્રિયા અવંચક કહેવાય. અને જો ક્રિયા અવંચક ન બને અર્થાત્ ક્રિયાનું સમ્યક્ ફળ ન આવે તો પછી ફલાવંચકપણું તો આવે જ નહીં, કારણ કે સમ્યક્ ક્રિયાના બળે પ્રાપ્ત થતાં ફળ ઉપર જ આગળ જઈને ફલાવંચકપણું પ્રાપ્ત થવાનું છે એટલે યોગનું ફળ મળે ત્યારે યોગાવંચક કહેવાય. (યોગનું ફળ સમ્યક્ ક્રિયાનું કરવું તે છે) ક્રિયાનું ફળ મળે ત્યારે ક્રિયાવંચક કહેવાય. (ક્રિયાનું ફળ જે ચીજની પ્રાપ્તિ માટે ક્રિયા કરી હોય તે પ્રાપ્ત થાય તે છે) અને ફળનું પણ ફળ મળે ત્યારે ફલાવંચક કહેવાય. (અંતરમાં જે આશય હોય તે આશય સફળ થાય તે ફળનું ફળ છે)
આ રીતે દૃષ્ટાંતમાં અવંચકત્રય ઘટાડ્યા પછી તેનું દાન્તિકમાં યોજન ક૨ે છે.
નિગ્રંથ ત્યાગી, વિરાગી મહાત્માનો યોગ, આચાર્યાદિનો યોગ તીર્થંકરનો યોગ, ગણધરનો યોગ, કેવળીનો યોગ, કલ્યાણમિત્રનો યોગ આ બધાં શ્રેષ્ઠ યોગ છે. આ બધા સદ્યોગ છે અને આ સદ્યોગના બળે જ જીવ ચરમાવર્તમાં કાલનો પરિપાક થતા ભવિતવ્યતા સાનુકૂળ થવાથી સમ્યક્ પુરુષાર્થના બળે જ્ઞાનાવરણીય, દર્શનાવ૨ણીય અને અંતરાયકર્મના ક્ષયોપશમથી સહિત દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયની મંદતા થતાં અવ્યક્ત સમાધિ વિશેષરૂપ અવંચકત્રય પરિણામ પામે છે અને તે પછી પણ આ ઉપર બતાવેલા સદ્યોગના બળે જ તે અવ્યક્ત સમાધિ વિશેષ રૂપ અવંચકત્રય પરિણામ વિશેષ વિશેષરૂપે કાર્ય કરે છે. અર્થાત્ ઉપર ઉપરના અધ્યવસાય અને ઉપર ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિમાં આ અવંચકત્રય પરિણામ વિશેષ કારણ બને છે કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે આત્માના ઉત્તરોત્તર વિકાસનું જો કોઈ પણ મૂળ હોય તો તે સદ્યોગના બળે આત્મામાં પ્રગટેલ અવ્યક્ત સમાધિ રૂપ અવંચકત્રય પરિણામ છે.
હવે આ અવંચકત્રયને અવ્યક્ત સમાધિ કહેવાનું કારણ એટલા માટે જ છે કે વ્યક્તસમાધિ તો જીવને યોગના આઠ અંગમાં બતાવેલ ધારણા, ધ્યાન પછી આવતી સમાધિ છે. તે પહેલા જીવને જે ગુણસંપન્ન અપુનર્બંધકથી માંડીને ઉત્તરોત્તર જે અધ્યવસાયની વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે અને તેના બળે જે સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ વિ. ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે તે અવંચકત્રય પરિણામની જ વિશુદ્ધિ છે અને આ અવ્યક્ત સમાધિ જ આખરે અવંચકત્રય પરિણામની નિર્મળતા વધતા વ્યક્ત એવી યોગના આઠમાં અંગમાં બતાવેલ સમાધિમાં પરિણમે છે.
૧૬૩
ચરમાવર્તમાં આવ્યા પછી જીવને ઘણો ઘણો પુરુષાર્થ કરવાનો રહે છે. આત્માનો વિકાસક્રમ ચરમાવર્તમાં જ શરૂ થાય છે અને એ વિકાસક્રમની વાતો યોગદૃષ્ટિમાં બતાવી છે. યોગ એટલે સંયોગ, પ્રશસ્ત સંયોગ, જેનાથી જીવ આગળ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org