________________
ધર્મની યોગ્યતા માટેના ત્રણ ગુણો
મારા, તીવ્ર ભોગની રૂચિથી દયાની પરિણતિને ઘા લાગે છે. મોક્ષમાર્ગે આગળ વધવું હોય તો હૃદયને કયાંય કઠોર બનાવવાનું નથી. ભોગરુચિ જેમ વધે તેમ તેને દયા હોઇ શકે નહીં. માટે ભોગરુચિ ઘટાડવી જોઇએ, ભોગો ઘટાડવા જ જોઇએ. જે મઝેથી ભોગ ભોગવે તે દયાળુ કહેવાય ? સ્વાર્થ મૂલક દયા હોય તે અત્યંત દયા ન કહેવાય.
ધર્મની યોગ્યતા માટેના ત્રણ ગુણો
અચ૨માવર્તમાં ભાવમલના કારણે ચૈતન્ય ઘણું દબાયેલું હોય છે. તેથી જીવ ધર્મ પામી શકતો નથી. વાસ્તવિક ધર્મની રુચિ હોતી નથી. જે ગુણો દેખાય છે તે વાસ્તવિક ગુણો નથી. ગુણાભાસ છે. એ ગુણો મુકિત તરફ લઈ ન જાય અને જીવને સંસારમાં રૂલાવે છે. તેને ગુણ કયાંથી કહેવાય ? કારણ કે એમાં કાળ પ્રતિબંધક છે.
૧૫૫
ચ૨માવર્તમાં ભાવમલ ઘણો બધો નીકળી ગયો છે તે પછી જ આત્મામાં ધર્મની યોગ્યતા આવે છે. એ આત્માને ત્રણ ગુણ પેદા થાય છે. (૧) દુઃખિતેષુ દયાત્યન્ત (૨) અદ્વેષો ગુણવત્સુ ચં, (૩) સર્વત્ર ઔચિત્યાસેવનં.
(૧) ફૂલા લંગડા, આંધળા, બહેરા, મૂંગા વિગેરે અનાથ, અશરણ જીવોને જોયા પછી દયાનો પરિણામ પેદા થાય છે. જે દયાની પરંપરાને ચલવે તેવો અતિશય દયાનો પરિણામ આવે છે. અચરમાવર્તમાં આવી દયા નથી આવતી કારણ કે વૈષયિક સુખો કેન્દ્રિત બનેલા છે. એટલે જીવન સ્વાર્થમય બનેલું છે. જયાં પોતાનું સુખ સચવાય અને તે માટે તે જીવો સહાયક બને માટે તેના પ્રત્યે દયાદિ આવે એ વાત જુદી છે. બાકી સ્વાર્થી જીવોને દયા વાસ્તવિક ન આવે.
મેઘકુમારને હાથીના ભવમાં, અત્યંત દયા છે. જીવોને બચાવવા માટે હાથીના જીવે જાતનો ભોગ આપ્યો છે. ભાવમલ ગયો એ જ એમાં કારણ છે. આવી દયા, નિઃસ્વાર્થ દયા પેદા ન થાય ત્યાં સુધી ધર્મ પામી શકાતો નથી. દયા ધર્મનું મૂળ છે. દયારૂપી નદીના કિનારે ધર્મના બધા અંકૂરા પેદા થાય છે. જેને ધર્મ પામવો છે તેને ક્યાંય હૃદય સ્વાર્થી ન બની જાય, હૃદય કઠોર ન બની જાય તેની કાળજી રાખવી જોઇએ.
તીર્થંકર પરમાત્મા જિનલ્પનું આચરણ કરે છે, ઉત્સર્ગ માર્ગનું ચારિત્ર પાળે છે. કયારેય અપવાદનો આશ્રય કરતાં નથી. પ્રભુ પહેલું ચોમાસું કુલપતિના કહેવાથી ત્યાં રહ્યા, પણ તાપસોને અરુચિ થતી જોઇ તો તીર્થંકર પરમાત્માએ ચાતુર્માસમાં વિહાર કર્યો. જયાં હ્રદય કઠોર બને અને તમારા નિમિત્તે બીજાને અપ્રીતિ થાય તેવું કઠોર હૃદય સાધકનું ન હોવું જોઇએ. ફકત બીજાના-તાપસોના પરિણામની રક્ષા ખાતર પ્રભુએ ચાતુર્માસમાં પણ વિહાર કર્યો.
આપણે તો આવું જીવન નથી જીવતાં-આપણે તો જીવન જીવવા માટે બધાની અપેક્ષા રાખીએ છીએ. આવું નિરપેક્ષ જીવન જીવવું એ શ્રેષ્ઠ જીવન છે. બીજાની
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org