________________
મુક્તિઅદ્દેષ ક્યારે આવે ?
૪૧
કે તત્ત્વનો અદ્દેષ આવે છે. પછી જે અદંભપૂર્વક આત્મકલ્યાણની બુદ્ધિએ ગુણનો રાગ પ્રગટે છે, એટલે મુક્તિનો કંઈક રાગ આવે છે. આ બન્ને ગુણસંપન્ન અપુનબંધક અવસ્થામાં પ્રાપ્ત થાય છે, ત્યારે યોગની પહેલી દૃષ્ટિ આવે છે. વ્યુત્પત્તિ ઘટિત અપુનર્બધક અવસ્થાનો આ અર્થ છે – અ = નહીં, પુનઃ = ફરીથી, બંધક = ઉત્કૃષ્ટ સ્થિતિનો બાંધનાર... પણ એમાં જ્યારે સરુનો યોગ, જિનવાણીનું શ્રવણ વગેરે વગેરે નિમિત્તો મળે ત્યારે ભવનો ઉદ્વેગ, તીવ્ર ભાવે પાપ અકરણ, ઔચિત્ય પાલન વગેરે ગુણો પ્રગટે છે. આ ગુણસંપન્ન અપુનર્ધધક અવસ્થા છે. અભવ્યના ચારિત્ર પાલનમાં ગુણો દેખાય છે, દયા છે, ક્ષમા છે, અહિંસાદિ વગેરે ગુણો દેખાય છે. પણ સુખની આસક્તિનો લેશ ઘટ્યો નથી ગુણો ઘણા છે પણ ગુણસ્થાનક નથી કેમ ? એ ગુણો નથી. ગુણાભાસ છે. કારણ કે સુખની આસક્તિ એ મૂળભૂત સંસાર છે. સુખની આસક્તિ સંસારનું મૂળ છે, અભવ્યને મૂળ ઉપર ઘા જ પડતો નથી. ગુણો પેદા કર્યા, પણ એ ગુણો ગુણસ્થાનકને પમાડતા નથી. સંસારના મૂળ ઉપર ઘા ન લાગે ત્યાં સુધી ગુણસ્થાનક આવે નહીં. અભવ્ય નવમા ગ્રેવેયકે જવા માટે ચારિત્ર પાળે છે, ત્યારે તેને મુક્તિનો અદ્વેષ હોય છે, પણ એ મુક્તિનો અષ અતાવિક છે. આચારના પાલનથી થયેલી કષાયની મંદતા રૂપ અષ છે. આ આચારનું પાલન એને જે સ્થાન પ્રાપ્ત કરવું છે તે માટે કરે છે, નિરતિચાર ચારિત્ર પાળે છે, સમિતિ - ગુપ્તિ પાળે છે, અહિંસાદિ વાતોને ધારણ કરે છે, શ્રવણ-મનન-ચિંતન કરે છે, ઉપદેશ આપે છે, વગેરે સમ્યગુ આચારનું પાલન, કષાયની પરિણતિને ઘસવાનું કામ કરે છે. વિપરીત આચારના પાલનથી કષાય વધે છે. સમ્યગુ આચારના પાલનથી કષાય ઘટે છે, સમ્યગુ આચારની તાકાત છે, કે તે કષાયને ઘટાડે. અભવ્યને કષાયમંદતા આચારના પાલનથી છે. જેટલા ટાઇમ સુધી કષાય મંદતા રહે ત્યાં સુધી મુક્તિનો અદ્દેષ હોય છે એટલે મુક્તિનો દ્વેષ નથી કરતો, મુક્તિ માટે એલફેલ એટલે કે, જેમ તેમ બોલતો નથી. પણ મુક્તિ ગમી નથી. એટલે નવમા રૈવેયકે જવું હોય તો પણ મુક્તિનો અદ્વેષ જોઈએ છે. એટલે એ આત્માનો, આત્મતત્વનો વિરોધ નથી કરતો એટલા માત્રથી એને આત્માની રુચિ છે એવું ત્યાં નથી. પણ પુણ્ય ઊંચી કોટિનું જોઈએ છે માટે ૯ષ નથી કરતો. એ સમજે છે કે, જો પુણ્ય ઊંચી કોટિનું બાંધવું છે તો ઠેષ કરું તો ન બંધાવ અને આચારના પાલનથી તેને કષાયની મંદતા થઈ છે, તેથી મુક્તિનો અદ્વેષ છે પણ તે તાત્ત્વિક નથી. માટે જ્યારે વૈષયિક સુખ અને કાષાયિક સુખ બંને ઉપરથી સુખબુદ્ધિ અંશે પણ જો ઉઠે તો તાત્વિક અષ આવે છે. અભવ્યને આ સુખબુદ્ધિ અંશે પણ ઉઠતી નથી, આટલી બધી કષાયની મંદતા થવા છતાં.... આ સુખો મારા સ્વરૂપની વિડંબના કરનારા છે એવું એને લાગતું નથી. આ મંદતા ભારેલા અગ્નિ જેવી છે. ચારિત્ર પાળશે ત્યાં સુધી એ કષાયની મંદતા રહેશે પણ કષાયો જ દુ:ખ આપનારા છે, કષાય એ આગ છે, કષાય ભડકો છે, એવું દેખાતું નથી. જ્યારે એમાં દુઃખ દેખાશે, અને કષાયને પેદા કરનારા વિષયો છે, વિષયસુખ ભવોભવ આત્માને વિડંબના કરનારા છે, અને ભવોભવ વિંડબના કરી છે, આવી
--
---
-
---
-
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org