________________
યોગદષ્ટિનાં અજવાળાં: ભાગ-૨
પરમાત્મા પ્રત્યે શ્રેણિકની ભક્તિ હવે અભયકુમાર ઘરે આવીને કહે છે - પિતાજી ! આપ પરમાત્માના પરમ ભક્ત છો. હું પરમાત્માનો ભક્ત છું. આપનો દીકરો રાજ્યગાદી લેવા જતાં, ચારિત્ર લીધા વિના મારે તો આપ રાજી કે નારાજ ? હું ચારિત્ર લીધા વિના મરું તે આપને મંજૂર છે ખરું ? તે વખતે શ્રેણિક મહારાજ કહે છે, ના, બિલકુલ નહીં. મારો દીકરો ચારિત્ર લીધા વિના મારે તે મને બિલકુલ પસંદ નથી. તો ભગવાનનું વચન છે કે હવે રાજર્ષિ કોઈ નહીં થાય. શ્રેણિક તુરત ચારિત્રની રજા આપે છે. તમારા દીકરા આવું તમને પૂછતા નથી ને ? અને જો પુછે તો તમારા સમ્યકત્વની કસોટી થઈ જાય. શ્રેણિકને પ્રભુ ઉપર અનહદ રાગ હતો, શાસન ઉપર અથાગ રાગ હતો. શ્રેણિકની પરમાત્મા પ્રત્યે કેવી ભક્તિ હતી ! ભગવાન કઈ દિશામાં વિચરે છે, તે સમાચાર આપનારને મુગુટ સિવાય બધા અલંકારો આપી દેતા હતાં. રોમ-રાજી વિકસ્વર બનતી હતી, અંગે અંગ પુલકિત બનતા હતાં. આવી ભક્તિ આવ્યા વગર સંસાર સાગર તરાય નહીં. તેને પરમાત્મા સિવાય કંઈ ગમતું નથી. પરમાત્માની ભક્તિ પરાકાષ્ઠાની હતી. વૈરાગ્યને પામેલા હતાં. આ ભક્તિ અને વૈરાગ્ય આગળ સંસારના બધા સુખો કુચા જવા માન્યા હતા. ભક્તિના પ્રભાવે ૫૦૦ પત્નીનો રાગ પણ કંઈ જ ન હતા. ખુદ ચેલાનાં રાગ પણ કુછ નહીં. પરમાત્માનો રાગ કોઈ જુદી જ કોટિનો હતાં. આવી પરમાત્માની ભક્તિના પ્રભાવે, તેના ફળમાં ક્ષાયિક સમ્યકત્વ અને અરિહંત બને તેવું પુણ્યકર્મ બાંધ્યું. તેના પ્રભાવે તેઓ આવતા ત્રીજા ભવમાં નિર્મળ અવધિજ્ઞાન સહિત (ત્રણ જ્ઞાન સહિત) માતાના ગર્ભમાં ઉત્પન્ન થશે. જન્મ લેશે. ત્યારે છપ્પન દિકુમારિકાઓ આવશે અને સુતિકર્મ કરશે. ચોસઠ ઇન્દ્રો દ્વારા પૂજાશે, મેરૂપર્વત ઉપર અભિષેક થશે, સત્કાર સન્માન પામશે. પૂર્વભવમાં કોઈ ચારિત્રનો અભ્યાસ (સંસ્કાર) ન હોવા છતાં, વાર્ષિક દાન આપી દીક્ષા લેશે. શાસ્ત્રયોગનું નિર્વિકલ્પક, નિરતિચાર ચારિત્રનું પાલન કરશે. ક્ષપક શ્રેણી માંડી કર્મના ભૂક્કા બોલાવીને વિતરાગતા, કેવળજ્ઞાન પામશે, અને અનેક આત્માઓ જેનાથી સંસાર સાગર તરી જાય એવા ધર્મતીર્થની સ્થાપના કરશે. અર્થાત્ તીર્થકરની ઋદ્ધિ પ્રાપ્ત કરશે. આ બધું પૂર્વભવમાં કરેલી પરમાત્મભક્તિનું ફળ છે. પૂર્વભવમાં આત્માને અરિહંતની ભક્તિથી અત્યંત ભાવિત કર્યો હતો. કહેવાય છે કે શ્રેણિક મહારાજને જ્યારે અંતિમ અગ્નિ સંસ્કાર થયો ત્યારે તેના દેહમાંથી, અસ્થિમાંથી “વીર, વીર’ એવો ધ્વનિ બહાર આવતો હતો. કેવી પરમાત્મભક્તિ આત્મસાત્ કરી હશે !!! - પરમાત્મભક્તિ એ પ્રથમ યોગ બીજ છે. મન-વચન-કાયાથી જિનભક્તિ કરવાની છે. આત્માને ભક્તિભાવથી ભાવિત કરવાનો છે. પદ્મપ્રભ સ્વામિના સ્તવનમાં ઊપા. યશોવિજયજી મહારાજ કહે છે કે - “ સાચી ભક્તિ રે ભાવન રસ કહ્યો, રસ હોય તિહાં દોય રીઝેજી, હોડાદોડે રે બહુ રસ રીઝથી, મનનાં મનોરથ સીઝેજી....” કવિ કહે છે – હે પ્રભો! આપ તો સંસારમાંથી નીકળી ગયા છો. મોલમાં પહોંચી ગયા છો. અનંત આનંદમાં બીરાજો છો. અનંત સુખને ભોગવી રહ્યા છો... અમારી ભક્તિને આપ નજરમાં લેતાં નથી. આપની સાથે સ્નેહ-પ્રીત કેવી રીતે કરવી ? એક પાક્ષિક
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org