________________
શ્રાવક સંસારના કાર્યમાં પણ ગુરુની સલાહ લે
અને એ જિનોપાસના સંશુદ્ધ જોઈએ. અર્થાત્ સંશુદ્ધ એવું જિનને વિશે કુશલ ચિત્ત તે પહેલું યોગબીજ છે.
શ્રેણિકાદિએ સુંદર કોટિની પરમાત્માની ઉપાસના કરી છે તેમાં મુખ્યતયા મનોયોગને પરમાત્માની ઉપાસનામાં રોકી રાખેલો છે. પરમાત્મા સિવાય કંઈ ગમતું જ નથી. પરમાત્માની ભક્તિથી સતત ભાવિત હતાં.
શ્રેણિકને પરમાત્માનો રાગ કેવો અવિહડ હતો? શ્રેણિક મહારાજા વૃદ્ધાવસ્થાના ઉંબરે આવી ઉભા છે, તેથી વારંવાર રાજગાદી માટે અભયકુમારને આગ્રહ કરી રહ્યા છે, તું હવે રાજ્યનો ભાર વહન કર અને મને નિવૃત્ત કર. અભયકુમાર ના પાડે છે કે પિતાજી મારે રાજગાદી જોઈતી નથી. આપને બીજા જેને આપવી હોય તેને આપો.
જ્યાં સુધી સંસારમાં રહીશ ત્યાં સુધી આપની જેમ તેની પણ સેવા કરીશ. શ્રેણિક ના પાડે છે, મારે તને જ આપવી છે. વારંવાર પિતાજી કહે છે ત્યારે અભયકુમાર વિચારે છે, કે આમ પિતાજી વારંવાર મને કહે અને મારે પિતાજીના વચનને ઠુકરાવવું પડે, તે બરાબર ન કહેવાય એમ વિચારી છેવટે અભયકુમાર કહે છે. પિતાજી ! થોડી વાર થોભી જાવ. મારે પરમાત્માને કંઈ પુછવું છે, પછી મારો અંતિમ નિર્ણય આપને કહીશ. પરમાત્માનું નામ સાંભળતા જ શ્રેણિક ચૂપ થઈ જાય છે. તે વખતે શ્રેણિક એમ નથી કહેતા કે મૂરખ ! કંઈ સમજ પડે છે કે નહીં ? આપણી અંદરની વાતોમાં પરમાત્માને શું પુછવાનું હોય ! રાજ્યની બાબતોમાં, ઘરની બાબતોમાં વળી ભગવાનને પુછાતું હશે ? એવું નથી કહેતાં.
શ્રાવક સંસારના કાર્યમાં પણ ગુરુની સલાહ લે
શ્રાવક છે, ગૃહસ્થ છે તો ઘરની બાબતમાં કંઈ મુંઝવણ હોય તો સાધુને પૂછે કે નહીં? ગુરુને પૂછી શકાય કે નહી? સાધુને દરેક ચીજ પૂછી શકાય છે. હા, પૂછતાં આવડવું જોઈએ. વિવેકપૂર્વક બધું જ પૂછી શકાય. ૯૦ પુત્રો પ્રભુ ઋષભદેવને રાજ્ય માટે પુછવા ગયા હતા ને ! પણ સાધુની સલાહ સાવદ્ય ન હોય, નિરવદ્ય જ સલાહ આપે. ભગવાને ૯૮ પુત્રોને શું કહ્યું ? આ શત્રુ એ વાસ્તવિક શત્રુ નથી. કર્મશત્ર એ જ શત્રુ છે. એ સમજાવી દીધું અને ૯૮ ચારિત્રના માર્ગે ચાલી નીકળ્યા.
પ્રભુ મહાવીર રાજગૃહી પધાર્યા, અભયકુમાર પુછે છે. પ્રભુ ! હું રાજ્ય લઉં કે ન લઉં ? એમ નથી પૂછતાં. પણ શું પુછે છે? તે જુઓ. હે પ્રભો ! આપના શાસનમાં છેલ્લા રાજર્ષિ કોણ થશે? કેટલો વિવેક છે ! અભયકુમારને એમ હતું કે જો છેલ્લા રાજર્ષિ બાકી હોય તો હું પિતાજીની આજ્ઞા સ્વીકારીને, પિતાજીને સંતોષ આપીને રાજ્ય લઉં...અને પછી ચારિત્ર ગ્રહણ કરી આત્મકલ્યાણ સાધું. પણ પ્રભુએ કહ્યું કે ઉદાયન છેલ્લા રાજર્ષિ થઈ ગયા છે. હવે જે રાજ્ય લેશે તે નહીં બને, મુનિ નહીં થાય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org