________________
ક્રિયા કરતાં જ્ઞાન ચઢિયાતું છે
સજ્જન છે, ખાનદાન છે, તેથી પિતાની કૃપાથી મળ્યું, પિતાના પ્રભાવથી મળ્યું એમ માને છે પોતાનો પુરુષાર્થ જરૂર એમાં છે જ, પણ પુરુષાર્થથી મળ્યું ? કે પિતાની કૃપાથી મળ્યું કહેવાય? પિતાએ બતાવ્યું જ ન હોત તો ? પુરુષાર્થ ક્યાં કરત ? એને મન પિતાનું વચન સર્વોત્કૃષ્ટ છે. જ્ઞાન અને ક્રિયા બંનેથી કાર્ય થયું છે. જ્ઞાન અને ક્રિયામાં, ક્રિયા એની પોતાની છે, અને જ્ઞાન બાપનું છે. તો જ્ઞાનને મુખ્ય કરાય ? કે ક્રિયાને મુખ્ય કરાય ?
તમને એક જ્યોતિષિ મળ્યો.. તમારું મોઢું જોઈને તમને કહે છે કે તમે પાંચ વર્ષમાં આગળ આવી જશો.. જો તમે આમ કરશો, આવી રીતે, આવી રીતે ધંધો કરશો.. તો જરૂર આગળ વધશો. અને પુરુષાર્થ કરતાં તમે પાંચ વર્ષમાં તો ખૂબ આગળ વધી ગયા.. અબજો પતિ થઈ ગયા. તો તમને તે જ્યોતિષિ પ્રત્યે પ્રીતિ થાય છે ? બહુમાન થાય છે ? હા, કેમ ? તો, જે ચીજ હું નો'તો જાણતો તે એણે બતાવી છે, જે ચીજ આપણા ખ્યાલ બહાર હતી, તે બતાવી છે, એટલે એના વચનનું મહત્ત્વ છે. પુરુષાર્થનું મહત્ત્વ નથી. જ્ઞાન અને ક્રિયામાં જ્ઞાન સર્વોપરી છે. ક્રિયા ઘણી વાર કરી, ક્રિયા અનંતવાર કરી, પણ સમ્યગ્ ન હતી. કારણ કે જ્ઞાન ન હતું. એ ક્રિયાની ખામી જેણે દૂર કરી છે, તેના ઉપર આદર બહુમાન વધી જાય છે ? ક્રિયા ચડે કે જ્ઞાન ચડે ? ક્રિયાવાન એ દેશ આરા, જ્ઞાની સર્વારાધક છે. ક્રિયાના આરાધકને દેશ આરાધક કહ્યો છે. જ્ઞાનના આરાધકને સર્વ આરાધક કહ્યો છે.
૧ સર્વવિરતિ ચારિત્રધર સર્વ આરાધક છે.
૨ હિંસાદિ પાપો કરનાર સંસારી (પાપી) સર્વ વિરાધક છે.
૩. સમ્યગ્દષ્ટિ દેશ વિરાધક છે.
૪. અન્ય દર્શનના સંન્યાસીઓ તેમજ ગુરુકુલવાસ છોડી ઉગ્ર તપ, ત્યાગ, સંયમ વિ. કરનાર, દેશ આરાધક છે.
૬૭
પ્ર - દેશ આરાધક અને દેશ વિરાધકમાં શું ફરક છે ?
ઉ - દેશ આરાધક એટલે જ્યાં દેશથી (અલ્પ) આરાધના હોય અને બહુભાગ વિરાધના હોય તે દેશ આરાધક... એટલે કે એક આની આરાધના ને પંદર આની વિરાધના... એવી રીતે દેશ વિરાધક એટલે દેશથી (અલ્પ) વિરાધના હોય અને બહુભાગ આરાધના હોય તે દેશવિરાધક કહેવાય. એટલે કે એક આની વિરાધના હોય અને પંદર આની આરાધના હોય.
દીકરાને ચિંતામણીરત્ન મળ્યું, અને કહે છે કે બાપે આપ્યું... બાપ ન હોત તો ન મળત. પુરુષાર્થ તો છે જ. રાત-દિવસ જોયા વગર પુરુષાર્થ કર્યો છે. છતાં પુરુષાર્થ ગૌણ ગણાય છે. અને બાપનું વચન મુખ્ય છે. એવી રીતે સર્વજ્ઞ મળ્યા ન હોત, અને સર્વજ્ઞ ભગવંતે ઉત્થાનના પગથીયા ન બતાવ્યા હોત તો શું આગળ આવી શકત ખરા ? તમે જે કરો છો તેમાં પરમાત્માની કૃપાથી થયું છે એમ માનો છો ? પરમાત્માની કૃપા-અનુગ્રહ ચઢે કે પુરુષાર્થ ચઢે ? મેં આમ કર્યું, મેં તેમ કર્યું, મેં દાન કર્યું એવું થતું હોય, તો આપણે ભૂલા પડ્યા છીએ, એમ લાગે છે ? મોક્ષમાર્ગના
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org