________________
૧૦૪
યોગદષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨
જીવ આત્મભાવ પામી ચૂક્યો છે આત્મસ્વરૂપ પામી ચૂક્યો છે. કર્મપ્રકૃત્તિ જડ-પુદ્ગલની બનેલી છે. એ જડ-પુદ્ગલ પ્રકૃતિનું સામર્થ્ય તો જૂઓ કે જીવ આત્મભાવ ન પામે તો તેનો બંધ ન કરી શકે.
સાતમા ગુણઠાણે આત્મભાવમાં એટલો બધો આત્મા ઠરેલો હોય છે કે ધર્માનુષ્ઠાન પણ સહજ ભાવે ચાલ્યા કરે છે. આ કરૂં, આના પછી આ કરૂં, એવી આતુરતા પણ નીકળી ગઈ હોય છે. શુભની આતુરતા પણ પ્રમાદ છે. આહારકશરીરાદિ ઉચ્ચ પુણ્ય બાંધવા અપ્રમત્તભાવ જોઈએ છે. અપ્રમત્ત મુનિ વિતરાગતું હોય છે.
એવી રીતે કેવળજ્ઞાનીનો ઉપયોગ સંપૂર્ણ સ્વરૂપમાં ડૂબેલો હોવા છતાં અઘાતી કર્મના ઉદયની બધી જ પ્રવૃત્તિ કેવળજ્ઞાનીને ઘટી શકે છે.
ચરમયથાપ્રવૃત્ત કરણમાં મિથ્યાત્વ મંદ થવાથી કંઈક મધુરતા પ્રાપ્ત થાય છે. યોગબીજ સંશુદ્ધ બને છે.
સંશુદ્ધ ચોગબીજ કેવું છે ? ભવસમુદ્રમાં ડૂબેલાને કંઈક ઉપર આવવાના અનુભવ સમાન આ સંશુદ્ધ યોગબીજ છે. એટલે હું સંસાર સમુદ્રમાંથી બહાર નીકળી રહ્યો છું. એવું લાગે છે. આ યોગબીજ ન હતું ત્યાં સુધી સંસાર સમુદ્રમાં ખેંચી રહ્યાનો અનુભવ હતો. ચરમાવર્તમાં યોગબીજનો પ્રભાવ આ છે કે ભવબીજની શક્તિને શિથિલ કરે છે. આના પહેલા મોહબીજની અસંખ્ય અને અનંત પુદ્ગલપરાવર્ત રખડાવવાની શક્તિ હતી. હવે યોગબીજની પ્રાપ્તિ થવાથી એની શક્તિ એક પુદ્ગલપરાવર્તથી પણ ન્યૂન થઈ ગઇ. જીવની ભવભ્રમણની શક્તિને આ યોગબીજ અતિશય શિથિલ કરે છે.
જૈન શાસનના તારક તત્ત્વો અને અનુષ્ઠાનો પ્રત્યે જેને સદ્ભાવ જાગ્યો તેનો સંસાર અર્ધપગલપરાવર્તનથી અધિક નથી. ક્રિયારૂચિ જીવને શુકલપાક્ષિક કહ્યો છે અને શુકલપાક્ષિકનો સંસાર એક મતે અર્ધપુદ્ગલપરાવર્તથી વધારે નથી.
આ સ્થાને આવેલા જીવને જ્ઞાનાવરણીયાદિ કર્મો પ્રત્યે વિપ્રિયદર્શન થાય છે. મોહનીય કર્મ પ્રત્યે આ મને રખડાવનાર છે. આ મોહે મારી વિડંબના કરી છે એવો ખ્યાલ આવે છે. હવે શત્રુ એને શત્રુરૂપે ઓળખાય છે. અત્યાર સુધી શત્રુને મિત્ર રૂપે ઓળખીને રખડતો હતો અને શત્રુને મિત્રરૂપે માનીને એનું કહ્યું જ કરતો હતો. હવે મોહ પ્રત્યે કડવી નજર પેદા થઈ છે, બસ, હવે આ ન જોઈએ. આ રાગાદિ પરિણતિરૂપ સંસાર ન જોઈએ. આવી જે કડવી નજર થઈ છે, તેને સફળ કરવા માટે ત્યાગ વિગેરે આચાર પાળવાની વિચારણા થાય છે. અને એ પણ પોતાની બુદ્ધિથી નહીં પણ આગમને અનુસારે હોય છે. શાસ્ત્ર શું કહે છે? ગુરૂ શું કહે છે? ધર્મકાર્યમાં આગમને આગળ કરીને ચાલે છે. આગમને આગળ કરવાથી અહંકાર નષ્ટ થાય છે. આગમ ઉચિત વિચારણાથી યુક્ત કુશળ ચિત્ત છે. ગ્રંથિરૂપી પર્વતને ભેદવા માટે આ યોગબીજ વજ સમાન છે. ગ્રન્થિને પર્વતની ઉપમા આપી છે. આપણે તો ગ્રચૈિ શું
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org