________________
૧૨૬
યોગદૃષ્ટિનાં અજવાળાં -: ભાગ-૨
છે. ને પાડી આવી છે. હવે કહે છે. પ્રધાન ! એમને હવે ૧૦ લાખનો ચેક આપો. પેલો ના પાડે છે. ના, ના, નહીં જોઇએ, નહીં જોઇએ.
શંકા : હવે કેમ દશ લાખનો ચેક આપે છે ? પહેલાં કેમ બકરી આપી ? સમાધાન : એના ભાગ્યની પરીક્ષા કરવા, ભાગ્ય ન હોય ને દશ લાખ આપે તો કાળક્રમે બંને ભીખારી થાય, માટે ભેંસ આપ્યા પછી ભેંસને પાડી આવી છે. એ જોતાં જોયું કે હવે પુણ્ય વધ્યું છે. આપવામાં વાંધો નથી.
રાણો કહે છે. આ દશ લાખ એ કંઇજ નથી. તમે તો મને કેવા સંજોગોમાં ૫ લાખ આપ્યાં હતાં ? માણસ કેટલું આપે છે તેની કિંમત નથી પણ કેવા સંયોગોમાં આપે છે તેની કિંમત છે. કટોકટીના સંયોગોમાં પાંચ હજાર પણ કિંમતી છે, અને કરોડ હોય ત્યાં બીજા કરોડ કોઈ આપે તો તેની કિંમત નથી.
માતા પિતાના ઉપકારનો બદલો વાળી શકાતો નથી. એમ કહ્યું છે. કેમ એમ ? એમણે જે સંયોગોમાં, આપણી પરાધીનતામાં, અત્યંત અસહાય અવસ્થામાં આંખ ઉપર બેઠેલી માંખી ઉડાવવાની તાકાત ન હતી ત્યારે એમણે સહાય કરી છે. ચોવીસે કલાક બધી રીતે રક્ષા એ મા-બાપે કરી છે. માટે પુત્ર તેમના માટે ગમે તેટલું કરે તોય કંઇ જ નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે પુત્ર પોતાની ચામડીનાં જોડાં બનાવીને પહેરાવે તો પણ માતાપિતાના ઉપકારનો બદલો વાળી શકાતો નથી. ત્રણમુકિત થતી નથી. શેઠે રાણાને આપ્યા તે વગર ઓળખાણે આપ્યા છે. જેટલા જોઈએ તેનાથી અધિક આપ્યા છે. પોતાના સારા સંયોગોમાં આત્મા આપતા ન શીખ્યો હોય તો પોતાના પ્રતિકૂળ સંયોગોમાં મળે ખરા ?
આપ્યું હશે તેને મળશે. વાવ્યું હશે તે લણશે. આપવાની વાત મોટી છે, વાવવાની વાત મોટી છે.
બીજ જ વાવ્યું ન હોય તો અંકુર-પાંદડા-ફૂલ-ફળ કયાંથી આવશે?
એ શેઠ પણ દશ લાખનો ચેક લઈ જાય છે. આખરે પાપનો ઉદય ટળે છે. અને પોતે પણ પાછો સ્થિર થઇ જાય છે.
આપણને મળેલી શકિતનો ત્રણ રીતે વપરાશ થઇ શકે છે.
(૧) શકિતને વાપરવી (૧) જેમ ઘઉના દાણાઓ શરીરમાં નાંખવાથી માત્ર જીવન નિર્વાહ થાય છે.
(૨) શકિતને વાવવી (૨) ખેતરમાં વાવવાથી એક દાણામાંથી હજાર દાણાં થાય છે. અને
(૩) શકિત વેડફવી (૩) એ દાણા રસ્તા ઉપર નાંખવાથી વેડફાઈ જાય છે. તેવી રીતે અનાદિકાળથી જીવે (૧) શકિતને ભોગ ઉપભોગમાં, સંજ્ઞાના પોષણમાં જ વાપરી છે. તેમાં કોઈ મહત્ત્વ નથી. પણ (૨) દાન, દયા, પરોપકાર, સેવા, સાતક્ષેત્રો અને અનુકંપામાં શકિતનું મુંજન કરીએ તો તે વાવ્યું કહેવાય છે. આત્માનું ઉત્તરોત્તર કલ્યાણ થાય છે. અને (૩) મોજ, શોખ, ફેશન અને વ્યસનોમાં વપરાતી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org