________________
૧૪
યોગદૃષ્ટિનાં અજવાળાં: ભાગ-૨
પણે ફરી ઉત્કૃષ્ટ સ્થિતિ ન બાંધે તેવી સ્થિતિ પ્રાપ્ત થઈ નથી. પાછી ૭૦ કો.કો, ન બંધાય તે જ તત્ત્વથી મંદતા છે. એ શેનાથી થાય ? મુક્તિનો અદ્વેષ, મુક્તિનો મનામ્ રાગ કરવાથી થાય. આ અંતઃ કો.કોની સ્થિતિ કર્યા પછી ફરી ૭0 કો.કો. ન બાંધે તે યોગદષ્ટિ પામી શકે છે... જે કરવાનું છે તે પામવા માટે છે. કરવા ઉપર વ્યવહાર ધર્મ છે. પામવા ઉપર નિશ્ચય ધર્મ છે. કરીને પામવાનું છે.
સાત્ત્વિક – રાજસી – તામસી ભાવો જ્ઞાનીએ જે કર્તવ્ય બતાવ્યું છે, તે કરવું, અકર્તવ્ય ન કરવું તે ધર્મ છે. આના દ્વારા રાજસ અને તામસ ભાવોને કાઢવાના છે. સાત્ત્વિકભાવો કરવાના છે. અભવ્ય પાસે સાત્વિક ભાવો છે, પણ સ્વરૂપનું લક્ષ્ય નથી એટલે બે-ચાર ભવ સાત્વિક ભાવોથી સુખો મળે, પણ વૈષયિક સુખો ગમે છે - તે તીવ્ર પાપના ઉદયથી, કાલક્રમે તેનું અધ:પતન નક્કી છે. પુણ્યાનુબંધી પુણ્ય બે રીતે બંધાય.
(૧) સ્વરૂપની રુચિથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય, સ્વરૂપની રુચિ અને સ્વરૂપની સ્થિરતાથી ઉત્કૃષ્ટ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. સ્વરૂપની રુચિ હોય, અને સ્વરૂપની સ્થિરતા ન હોય તો ચોથું ગુણસ્થાનક હોય, તે વખતે જે પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે તે સ્વરૂપની સ્થિરતાથી બંધાતા પુણ્યાનુબંધી પુણ્યથી અલ્પ છે.
(૨) સ્વરૂપની રુચિ નથી. છતાં પણ જો નિ:સ્વાર્થ ભાવે પરોપકારાદિ કાર્યો જે કરે છે... અને જો તે ભવ્ય હોય, ચરમાવર્તિમાં આવ્યો હોય તો પણ પુણ્યાનુબંધી પુય ઉપાર્જન કરે છે. સ્વરૂપ પામવાની યોગ્યતા છે અને નિકટના કાળમાં તે પામવાનો છે, એવા જીવને પણ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય.
સ્વરૂપ હૃદયથી ગમવા માંડ્યું, ત્યારથી અધ્યાત્મ આવ્યું. અને વિષય-કષાય સ્વરૂપથી જુદા છે. માટે હેયબુદ્ધિ આવે છે. આવો આત્મા નિ:સ્વાર્થ ભાવે પરોપકારાદિ કરવાથી પુણ્યકર્મ બાંધે છે તે પુણ્યાનુબંધી પુણ્ય હોય છે.
દા.ત. મેઘકુમારના જીવે પૂર્વના હાથીના ભાવમાં સસલાની દયા પાળી છે ત્યારે શાસ્ત્રબોધ નથી પણ પૂર્વભવના જાતિસ્મરણથી દાવાનલની અનિષ્ટતાના દર્શન થતા પોતાના માટે એક યોજનાનું માંડલું કર્યું છે. તે વખતે એને આત્મસ્વરૂપનો બોધ નથી, પણ નિ:સ્વાર્થ ભાવે પરોપકારની વૃત્તિ છે અને દેહરાગ તોડવા માટેની આટલી તીવ્રતા લાવનાર દયાના પરિણામના કારણે તે દૃષ્ટિ પામ્યો છે. માત્ર સમકિત પામ્યો નથી. તે પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે.
સકામ નિર્જરા અને અકામ નિર્જરા ધર્મપરીક્ષામાં કહ્યું છે કે, અંગારમર્દક આચાર્યે અકામ નિર્જરા કરી છે અને મેઘકુમારે હાથીના ભવમાં સસલાની દયા દ્વારા સકામ નિર્જરા કરી છે. જ્યાં કારણ સ્પષ્ટ ન જણાતું હોય, ત્યાં કાર્ય ઉપરથી કારણનું અનુમાન થાય છે. ધર્મ પરીક્ષામાં ઉપાધ્યાયજી મ.સા. લખે છે કે હાથીનો જીવ બીજા જ ભવમાં મનુષ્યભવ પામ્યો,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org