________________
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૨
સમકિતીની જાગૃતિ અને અભંગ પ્રયાણ સભ્યત્વથી આત્માની કાયાપલટ થઈ જાય છે. કાટ ખાધેલી ધાતુની જેમ અનંતાનુબંધી કષાયના તીવ્ર ઉદયવાળા જીવને અંદરમાં વિષમ પરિણતિ હોય છે. અંદરમાં ક્લેશનું વાતાવરણ હોય છે. અને ઉપશમ ભાવ હોય તો પણ ઉપરછલ્લો હોય છે. કારણ કે હિમાલય જેવી ગ્રન્થિ પડેલી છે. બધી ચીજો અનુકૂળ મળે તો તે શાંત દેખાય. બધા સાથે શાંત વર્તે, અશુભ લેશ્યા ન દેખાય. કષાય ન દેખાય. તે કંઈ વાસ્તવિક ઉપશાંતતા છે ? અનુકૂળતાને કારણે કષાય નથી દેખાતા. અનુકૂળતાઓ પુણ્યથી અધિક મળી ગઈ છે. જે જોઈએ, તેનાથી વધારે મળી ગયું છે, ત્યાં કપાયને બહુ અવકાશ નથી. પણ અંદરમાં કષાયનો અગ્નિ પડેલો છે. કષાયો ભારેલા અગ્નિ જેવા રહેલા છે. પુણ્યના ઉદય પર પ્રાપ્ત થયેલો આ શાંતભાવ છે. પ્રતિકૂળતાઓમાં આત્મા મૂકાય, અપમાન અને તિરસ્કાર થાય અને આત્માને કષાય ન થાય, તો ઉપશાંતભાવ હસ્તગત થયો કહેવાય. દષ્ટિમાં આવતા પહેલાનો ઉપશાંતભાવ રાગાદિ સંક્લેશથી ભરેલો છે. ઉપયોગમાં તાદાભ્ય ભાવે, લોહાગ્નિ ન્યાયે રાગાદિ પરિણતિ, સંક્લેશો ભરેલા છે. આ સંસાર છે.
અધ્યાત્મને પામવા માટે શું કરવું ? વારંવાર અંતર્મુખ બનીને મતિજ્ઞાનના ઉપયોગમાં રહેલી રાગાદિ પરિણતિને છૂટી પાડીને, તેને ન વેદતા, વિષયોમાંથી ઉપયોગને પાછો વાળીને, ઉપશાંત ભાવનું વેદન કરવું તે અધ્યાત્મ છે.
એક થી ચાર દૃષ્ટિમાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી હોય છે તેથી પાત સહજ શક્ય છે. પછીની ૪ દષ્ટિમાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય નથી. મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય એ સંસારનું મૂળ છે.
આપણને મળેલું શરીર એ સ્થૂલ શરીર છે. સ્કૂલ શરીર એટલે ઔદારિક, વિક્રિયશરીર. સ્કૂલ શરીર કોને મળે ? જેને સૂક્ષ્મ શરીર હોય તેને મળે છે.
સૂક્ષ્મશરીર, એ તેજસ કાર્પણ શરીર છે. તેનાથી સ્કૂલ શરીર મળે છે.
તેજસ - કાર્પણ શરીરનું આયુષ્ય બંધાત નથી. સૂક્ષ્મ શરીર પણ શેના કારણે છે ? કારણ શરીરથી છે. કારણ શરીર એટલે રાગાદિ ભાવો. કાર્પણ શરીર પણ રાગાદિ ભાવોના કારણે પ્રાપ્ત થાય છે. જીવ રાગાદિ ભાવ (રૂપ કારણ શરીર) ન કરે તો નવા નવા કાર્મણ શરીર ન બંધાય.
દ્રવ્યબીજ અને ભાવબીજા રાગ-દ્વેષ એ સંસારનું ભાવબીજ છે. અને કાશ્મણ શરીર એ સંસારનું દ્રવ્યબીજા છે, કારણ શરીરનું મૂળ પણ મહાકારણ શરીર છે. મહાકારણ શરીર એ મોહ અને અજ્ઞાન સ્વરૂપ છે. આત્માનું આત્મસ્વરૂપે અભાન તે અજ્ઞાન છે. પરપદાર્થમાં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org