Book Title: Ver ane Badalo Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Gujarat Vidyapith Ahmedabad View full book textPage 9
________________ વેર અને બદલે બહાર સહીસલામત ઠેકાણે મોકલી દીધા. ત્યાં રહી કુમાર ઘણી વિદ્યાકળા શીખે. તે સમયે દીધીતિ રાજાને વાળંદ કાશીને રાજા બ્રહ્મદત્તની નોકરી કરતે હતે. તે એક વખત દીધીતિ રાજાને અને રાણીને જોઈ ગયે. બ્રહ્મદત્તના વહાલા થવા તેણે તેની આગળ ચાડી ખાધી અને કહ્યું કે, “દીધીતિ રાજા પિતાની રાણી સાથે આપના નગરમાં જ છૂપે વેશે - બ્રહ્મદત્તે સિપાહીઓને આજ્ઞા કરી કે, “દીધીતિ રાજાને સહકુટુંબ પકડી લાવો.” સેવકેએ દીદીતિને તથા તેની રણને પકડી આપ્યાં. બ્રહ્મદત્તે હુકમ કર્યો કે, “દીધીતિને અને તેની રાણીના હાથ પીઠ પાછળ બાંધે, તેમનાં માથાં મૂડી નાખો, ઢોલ વગાડતા વગાડતા તેમને આખા નગરમાં ફેરવે, અને પછી નગરની દક્ષિણ દિશાએ લઈ જઈ, તેમના ચાર ચાર કટકા કરીને ચાર દિશાઓમાં ફેંકી દે. કેઈ તેમને અગ્નિસરકાર ન કરે.' સેવકે તે પ્રમાણે રાજા-રાણીનાં માથાં મૂડીને તથા તેમને અવળે હાથે બાંધીને નગરમાં ઢેલ વગાડતા વગાડતા લઈ ચાલ્યા. એ જ અરસામાં દીઘાયુ કુમારને વિચાર આવે કે, “બહુ દિવસથી મેં માતાપિતાને દીઠાં નથી, માટે લાવ આજે નગરમાં જઈને તેમને મળી આવું.” આવો વિચાર કરી તે નગરમાં દાખલ થયે, અને જુએ છે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66