Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 14
________________ ન શમે વેર વેરથી” પરંતુ મારા પિતાના અંતિમ શબ્દ યાદ આવવાથી, દરેક વખતે મેં મારી તલવાર પાછી મ્યાન કરી દીધી હતી. મારા પિતાએ કહ્યું હતું કે, “બાપુ, લાંબું જોઈશ નહિ, ૮ કંય જઈશ નહિ. વેરથી વેર નહિ શમે, અવેરથી જ વેર શમશે.” અત્યારે પણ એ શબ્દ યાદ લાવીને મેં મારી તલવાર ફેંકી દીધી છે. હવે તે તમારે જ મને જીવતદાન આપવાનું રહે છે.” ત્યાર બાદ બ્રહ્મદત્તે તથા દીધાવુકુમારે એકબીજાને હાથ ઝાલી, અ ન્ય વેર ત્યાગવાના શપથ લઈ, એકબીજાને જીવતદાન આપ્યું. પછી રાજા તથા દીધાવુકુમાર રથમાં બેસી નગરમાં પાછા આવ્યા. રાજાએ તરત જ દરબાર ભરીને પિતાના સર્વે દરબારીઓને તેડાવ્યા; અને તેમને પૂછયું કે, કેસલરાજ દીધીતિનો પુત્ર આપણું હાથમાં આવે તે તેનું શું કરવું?' . કેટલાકે જવાબ આપે, “તેના હાથ કાપી નાખવા કેટલાકે કહ્યું, “તેના પગ કાપી નાખવા;” કેટલાકે કહ્યું, તેનાં નાકકાન કાપી નાખવાં;” અને કેટલાકે કહ્યું કે, “તેનું માથું કાપી નાખવું.” ત્યાર બાદ બ્રહ્મદત્તે દીઘાયુને આગળ ધરીને કહ્યું, “જુઓ, આ પિતે જ કેસલરાજને પુત્ર દીધાવું છે.” પછી વનમાં બનેલી હકીકત સીને કહી સંભળાવીને રાજાએ જાહેર કર્યું કે, “દીઘાવુએ મને જીવતદાન દીધું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66