Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 50
________________ ક મહાશાલ રાજા રાજા તેની આવી વાત સાંભળી વિચારવા લાગે કે, કાશીના રાજ્ય સામે કઈ આંખ પણ ન કરી શકે એવું તેનું બળ કહેવાય છે, એટલે જરૂર આ માણસ જાસૂસ હો - જોઈએ અને મને લોભાવી મારું રાજ્ય બેવરાવવા ઇચ્છે છે! તેણે કહ્યું : “હરામી, તું આટલા માટે મારી પાસે ખાબાજીથી રહ્યો છે?' પેલાએ કહ્યું: “મહારાજ, હું જાસૂસ કે દેખાબાજ નથી; મારી વાત ઉપર વિશ્વાસ ન આવતું હોય, તે તમે તમારાં થોડાં માણસેને કાશીની સરહદને કઈ ગામમાં ધાડ પાડવા મેલો. તેઓને પકડીને રાજા પાસે લઈ જશે ત્યારે તે તેમને ઉપરથી પૈસા આપીને છૂટા કરશે !” કેશલ રાજાએ વિચાર્યું કે આ માણસ હિંમતપૂર્વક આવું કહે છે, તે લાવ, હું તેની ખાતરી કરી જોઉં. તેણે પિતાનાં શીખવેલાં માણસેને કાશીની સરહદમાં તોફાન કરવા મોકલ્યાં. તેમને પકડીને મહાશીલ રાજા પાસે લઈ ગયા, ત્યારે મહાશીલે તેમને પૂછયું, “ભલા. માણસો, તમે શા માટે લુંટફાટ કરી અને ગામડિયાઓને માર્યો?” પૈસા મટે!” તેઓએ જવાબ આપ્યો. પૈસા જ જોઈતા હતા, તે મારી પાસે કેમ ન આવ્યા? હવેથી આવું કામ ન કરશો.” આમ કહી, રાજાએ તેમને પૈસા આપી છોડી દીધા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66