Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/005002/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વેર અને બદલો [ પ્રાચીન બૌદ્ધ થાએ સંપાદક ગેાપાળદાસ જીવાભાઈ પટેલ साविद्यायाधिव દવા Pro क्तये ગૂજરાત વિદ્યાપીઠ અમદાવા૪-૧૪ Page #2 -------------------------------------------------------------------------- ________________ ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાવલિ પુ૦ – ૬૭ વેર અને બદલો [પ્રાચીન બૌદ્ધ કથા ] સંપાદક ગોપાળદાસ જીવાભાઈ પટેલ नहि वेरेन वेरानि संमन्ती कुदाचनं । अवेन च समन्ति एस धम्मो सनंतनो ॥ - આ જગતમ ાં કદાપિ વેરથી વેર શમતું નથી, અવેરથી પ્રેમથી જ શમે છે: આ સનાતન નિયમ છે.” અમદાવા auchs • धम्मपद - ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ-૧૪ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક મગનભાઈ પ્રભુદાસ દેસાઈ મહામાત્ર, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૧૪ મુદ્રક જીવણજી ડાહ્યાભાઈ દેસાઈ નવજીવન મુદ્રણાલય, અમદાવાદ- ૧૪ © ગૂજરાત વિદ્યાપીઠ, ૧૯૫૬ પહેલી આવૃત્તિ પ્રત ૫,૦૦૦ બીજી છે કે ૫,૦૦૦ પ્રાપ્તિસ્થાન નવજીવન કાર્યાલય અમદાવાદ-૧૪ ૫ નવા પૈસા નવેમ્બર, ૧૯૬૦ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન આ ચાપડી તૈયાર કરવાને વિચાર વડી સરકારે હમણાં શરૂ કરેલી, સમાજશિક્ષણ સાહિત્યને ઉત્તેજન આપવા માટેની ઇનામ-ચેાજના ઉપરથી થયા. એ યેાજના મુજબ આ અગાઉ કેટલીક ચેપડી બહાર પાડી છે, અને ખીજી વિચારાય છે. આ ચેપડી તેમાંની એક છે. ખીજી રીતે જોતાં, આ ચોપડી એક સુઅવસરે બહાર પડે છે. વાચકને ખબર હશે કે, આવતા મે માસમાં આપણે બુદ્ધ ભગવાનની ૨૫૦૦મી જયંતી આંતરરાષ્ટ્રીય પાયા ઉપર ઊજવવાના છીએ. ચુનંદા કેટલીક બૌદ્ધ થાઓના આ સંગ્રહ તે નિમિત્તે એક ઉચિત અને સમયસરનું શોભીતું પ્રકાશન ગણાય. એ કથાએ નાનાં તથા મોટાં સૌને માટે કામની અને રસ પડે એવી છે. આ વાર્તાઓની ભવ્ય સાદાઈ એવી છે કે જગતના સનાતન સાહિત્યમાં તેમને સ્થાન મળવું ઘટે, એમ કહું તે એમાં કાંઈ અત્યુક્તિદોષ નથી જોતા. ' આ સંગ્રહમાં સંધરેલી વાર્તાઓ ભાઈ ગાપાળદાસે જુદાં જુદાં નિમિત્તે અગાઉ લખેલી હતી, તેમાંથી લીધી છે. તે બધી અવેરે જ શ્ચમે વર્' એ જાતના ભગવાન ગૌતમ બુદ્ધના ખાસ ઉપદેશના ઉદાહરણ રૂપ છે. ‘આણે મને માર્યાં, આણે મને ગાળ દીધી, આણે મારું નુકસાન કર્યું. 'એ બધી વાત મનમાં ગાખ્યા કરવાથી માણસ માણસ વચ્ચે વેર ઊભું થાય છે. પરંતુ એ વેરના બદલા લેવા જતાં બદલામાં વેર જ વધે છે. સમાજના વ્યવહારનું ટુંકમાં આ માનસશાસ્ત્ર છે. એટલે, તેમાંથી વિજ્ઞાનશુદ્ધ નીતિસૂત્ર પેદા થાય છે, તે 3 Page #5 -------------------------------------------------------------------------- ________________ એ કે, વેરની શાંતિ તે બદલાને વિચાર છેડી, “અવેર' દાખવવાથી જ થાય છે, અને તે રીતે જ સાચે બદલે પણ વળી રહે છે. એ બુદ્ધને ઉપદેશ યાદ કરવાની આજે ખાસ જરૂર છે. ચારે બાજુ વેરઝેરને જાણે દાવાનળ પ્રગટયો છે, અને વ્યક્તિઓ તેમ જ આખાં રાષ્ટ્ર તથા રાષ્ટ્રસમૂહ પણ તેના વમળમાં અટવાતાં જાય છે. - રામાયણ અને મહાભારત તથા પુરાણની કથાઓ પેઠે આ કથાઓ આપણુ લેકજીવનની ભાવસૃષ્ટિમાં વણવા જેવી છે. હિંદ ધીમે ધીમે તેને આ અણમૂલ વારસે પાછો યાદ આણીને અપનાવવો જોઈએ. અને ભગવાન બુદ્ધના અવેરના મહા ઉપદેશને લોકગત કરવો જોઈએ. આ ચે પડી ગુજરાતી વાચકેમાં એ કામ કરવામાં પિતાને નાનકડો ફાળો આપશે, એ આશાએ પ્રસિદ્ધ કરી છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૧. “ન શમે વેર વેરથી” ૨. વેરની પરંપરા ૩. ભાઈ ભાઈને ઝઘડે ૪. લડાઈ ૫. તકરારનો છેડો ૬. બેની લડાઈમાં ત્રીજો ફાવે ૭. કડવી શિખામણ ૮. અંગુલિમાલ લૂંટારે ૯. મહાશીલ રાજા ૧૦. ગ્રામસેવક મધ ૧૧. દેવધર્મ કણ Page #7 -------------------------------------------------------------------------- ________________ Da como . Page #8 -------------------------------------------------------------------------- ________________ ‘ન શમે વેર વેરથી” પ્રાચીન કાળમાં કાશી-વારાણસીમાં બ્રહ્મદત્ત નામે રાજા રાજ્ય કરતું હતું. તેનું રાજ્ય વિશાળ હતું, તેની આવક ભારે હતી, તેનું લશ્કર મોટું હતું, અને તેના ભંડાર ભરેલા હતા. તે વખતે કેસલ દેશમાં દિધીતિ નામે રાજા રાજ્ય કરતા હતા. તેનું રાજ્ય નાનું હતું, તેની આવક નજીવી હતી, તેનું લશ્કર થોડું હતું, અને તેના ભંડાર ખાલી હતા. કાશીરાજ બ્રહ્મદત્તે એક વખત કેસલરાજ દીધીતિ ઉપર ચડાઈ કરી. દીધીતિ રાજા પિતાની રાણી સાથે નગર છોડીને જીવ બચાવવા ભાગી ગયે. બ્રહ્મદત્તે કેસલ દેશ કબજે કરી લીધું. થોડા સમય બાદ દીધીતિ રાજા ભિક્ષને વેશે વારાણસીમાં જ આવીને રહ્યા. વખત જતાં તેની રાણીને પુત્ર અવતર્યો. તેનું નામ દીધાવુ (“દીર્ધાયુષી') પાડવામાં આવ્યું. કુમાર મેટે અને સમજણું થયે, એટલે દીધીતિને વિચાર આવ્યું કે, “કાશીરાજ બ્રહ્મદત્ત અમને જોઈ જશે, તે ત્રણેયને ઠાર મારશે. માટે દીઘાવ કુમારને દૂર રાખો ઠીક છે.” આમ વિચારી તેણે કુમારને નગર Page #9 -------------------------------------------------------------------------- ________________ વેર અને બદલે બહાર સહીસલામત ઠેકાણે મોકલી દીધા. ત્યાં રહી કુમાર ઘણી વિદ્યાકળા શીખે. તે સમયે દીધીતિ રાજાને વાળંદ કાશીને રાજા બ્રહ્મદત્તની નોકરી કરતે હતે. તે એક વખત દીધીતિ રાજાને અને રાણીને જોઈ ગયે. બ્રહ્મદત્તના વહાલા થવા તેણે તેની આગળ ચાડી ખાધી અને કહ્યું કે, “દીધીતિ રાજા પિતાની રાણી સાથે આપના નગરમાં જ છૂપે વેશે - બ્રહ્મદત્તે સિપાહીઓને આજ્ઞા કરી કે, “દીધીતિ રાજાને સહકુટુંબ પકડી લાવો.” સેવકેએ દીદીતિને તથા તેની રણને પકડી આપ્યાં. બ્રહ્મદત્તે હુકમ કર્યો કે, “દીધીતિને અને તેની રાણીના હાથ પીઠ પાછળ બાંધે, તેમનાં માથાં મૂડી નાખો, ઢોલ વગાડતા વગાડતા તેમને આખા નગરમાં ફેરવે, અને પછી નગરની દક્ષિણ દિશાએ લઈ જઈ, તેમના ચાર ચાર કટકા કરીને ચાર દિશાઓમાં ફેંકી દે. કેઈ તેમને અગ્નિસરકાર ન કરે.' સેવકે તે પ્રમાણે રાજા-રાણીનાં માથાં મૂડીને તથા તેમને અવળે હાથે બાંધીને નગરમાં ઢેલ વગાડતા વગાડતા લઈ ચાલ્યા. એ જ અરસામાં દીઘાયુ કુમારને વિચાર આવે કે, “બહુ દિવસથી મેં માતાપિતાને દીઠાં નથી, માટે લાવ આજે નગરમાં જઈને તેમને મળી આવું.” આવો વિચાર કરી તે નગરમાં દાખલ થયે, અને જુએ છે તે Page #10 -------------------------------------------------------------------------- ________________ ન શમે વેર વેરથી” પિતાનાં માતાપિતાને સિપાહીઓ વધ કરવા લઈ જાય છે. તે તરત તેમની નજીક આવ્યું. તેને દૂરથી આવતે જઈને દીધીતિ રાજાએ મોટેથી બૂમ પાડીને કહ્યું, “બાપુ, તું લાંબું જોઈશ નહિ, ટૂંકુંય જોઈશ નહિ. વેરથી વેર નહિ શમે, અવેરથી જ વેર શમશે.” થોડે થોડે અંતરે દિધીતિ ઉપર પ્રમાણે ત્રણ વાર બે દીધાવુએ બાપના આ બેલ સાંભળ્યા, અને હૃદયમાં સંઘરી રાખ્યા. રાજા-રાણીને આખા નગરમાં ફેરવ્યા બાદ સિપાહીઓ તેમને દક્ષિણને દરવાજેથી નગર બહાર લઈ ગયા. ત્યાં તેમના ચાર ચાર ટુકડા કરી, તે ટુકડા તેમણે ચાર દિશામાં ફેંકી દીધા, તથા કેઈ તે ઉપાડી ન જાય તે માટે ત્યાં રોકીપહેરે મૂક્યો. પરંતુ ચયિતેને ભુલાવીને, દીધાવુએ પિતાના માતાપિતાના શબને ટુકડા ભેગા કર્યા, અને ચિતા સળગાવી તેમને અગ્નિસરકાર કર્યો. ત્યાર બાદ ચિતાની આસપાસ, ડેલે હાથે તે ત્રણ પ્રદક્ષિણા ફર્યો. એટલું કરી દીઘાવુ જંગલમાં ચાલ્યા ગયે. ત્યાં જઈને તે છૂટે એ ખૂબ રે. પછી આંસુ લૂછી, મનમાં કાંઈક પંતરે રચી, તે વારાણસીમાં પાછો આવે, અને બ્રહ્મદત્ત રાજાના મહેલને પડખે હાથીખાનું હતું, ત્યાં ગયે. ત્યાંના મહાવતને વીનવી તથા ખુશ કરીને તે તેની પાસે હરતીવિદ્યા શીખવા રહ્યો. એક દિવસ બ્રાહ્મમુહુર્ત વહેલો ઊઠીને દીધાવુ હાથીખાનામાં મધુર સ્વરે વીણા સાથે ગાવા લાગે. એ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ વેર અને બદલા મધુર સંગીત બ્રહ્મદત્તને કાને પડતાં તેણે પેાતાના માણસાને પૂછ્યું, ‘આ કાણુ ગાય છે?' તેમણે જવાબ આપ્યા, એ તે મહાવતનેા નવા શિષ્ય છે.' રાજાએ તરત તેને પેાતાની પાસે તેડાવી મંગાવ્યા, અને તેની પાસેથી ફરી તેનું ગાયન સાંભળ્યું. તેની આવડતથી ખુશ થઈ રાજાએ તેને પેાતાની પાસે જ રાખ્યા. દ્વીધાવુ પણ રાજાની પહેલાં ઊઠે, અને રાજાના સૂતા પછી સૂએ; તેની આજ્ઞાના ઝટ અમલ કરે, તેને પ્રિય લાગે તેવું વચન મેલે, અને તેને ખુશ રાખે. થાડા દિવસમાં તે રાજાને વિશ્વાસપાત્ર અને માનીતા ાકર બની ગયા. એક દિવસ બ્રહ્મદત્ત રાજ્ય રથ જોડાવી, શિકાર કરવા નીકળ્યેા. તે વખતે દીધાવુ તેને રથ હાંકતા હતા. તેણે વનજંગલની આંટીધૂંટીમાં એવી રીતે રથ હાંકવા માંડચો કે, રાજાના માણસા પાછળ રહી ગયા; અને રાજાના રથ જુદી જ દિશામાં કેટલાય દૂર નીકળી ગયા. ચાડા વખત બાદ રાજાએ થાકીને દ્વીધાવુને કહ્યું, ‘ હવે રથ છેાડી નાખ; હું થાકી ગયા છું. થાડીક વિશ્રાંતિ લઉં, તેટલામાં આપણા માણસા પણ આવી પહોંચશે. · દીધાવુએ ઘેાડા છેાડી નાખ્યા, ને પાતે જમીન પર પલાંઠી વાળીને બેસી ગયા. રાજા તેના ખેાળામાં માથું મૂકીને સૂતા અને થાકને લીધે તરત જ નિદ્રાવશ થઈ ગયા. તે વખતે દ્વીધાવુને વિચાર આન્યા કે, વેર લેવાના આ ઠીક અવસર છે; આ દુષ્ટ રાજાએ મારાં માતાપિતાને Page #12 -------------------------------------------------------------------------- ________________ ૬ ન શમે વેર વેરથી , ૧૧ ભૂંડી રીતે મરાવી નાખ્યાં છે. એમ વિચારી તેણે મ્યાનમાંથી તલવાર ખેંચી. પણ તે જ વખતે તેને પિતાના શબ્દો યાદ આવ્યા : ‘ લાંબું જોઈશ નહિ, ટૂંકુંય જોઈશ નહિ. વેરથી વેર નહિ શકે, અવેરથી જ વેર શમશે. ' પિતાની છેલ્લી આજ્ઞા સ્થાપવી ઠીક નહિ એમ માની, તેણે તલવાર મ્યાન કરી, પરંતુ ઊંધતા રાજાના માં સામું જોતાં, તેને ફ્રી પિતાનું મરણ યાદ આવ્યું અને વેરના ઊભરા ચડી આવ્યા. બીજી વાર પણ તેણે પિતાના શબ્દો યાદ કરી તલવાર મ્યાન કરી દીધી. એ જ પ્રમાણે ત્રીજી વાર પણ તલવાર ખેંચીને પાછી મ્યાન કરવા જતા હતા, તેવામાં બ્રહ્મદત્ત રાજા ગભરાયેલે ચહેરે સફાળા જાગી ઊઠયો. દીધાવુએ પૂછ્યું, ‘ મહારાજ, કેમ ગભરાયેલા જેવા આમ ઝબકીને જાગી ઊઠચા ? ' Page #13 -------------------------------------------------------------------------- ________________ કર વેર અને બદલે રાજાએ કહ્યું, “તારા ખોળામાં સૂતા બાદ મને રવાનું આવ્યું. તેમાં મારા જૂના દુશ્મન રાજાને પુત્ર જાણે મારે વધ કરવા તલવાર ઉગામી મારા ઉપર કૂદી પડ્યો, એમ મેં જોયું. કેસલ દેશના રાજારાણીને તે મેં ક્યારનાં ઠેકાણે પાડી દીધાં છે, પરંતુ તેમને પુત્ર જીવતે છટકી ગયે છે, તેથી અવારનવાર મને આમ ડર લાગ્યા કરે છે. એકાદ વાર તે મારા હાથમાં આવી જાય, તે પછી હું હંમેશને માટે તેની નિરાંત કરી દઉં!' રાજાને મોઢે આ વાત સાંભળી દીઘાયુને વેરને ઊભરે ફરી ચડી આવ્યું. તેણે તરત જ રાજાના કેશ પકડી પિતાની તલવાર ઉગામી, તથા કહ્યું, “હે રાજા, હું જ કેસલરાજને પુત્ર દીધાવું છું. મારાં માતાપિતાનું વેર લેવા તમારી પાસે છૂપે વેશે રહ્યો છું. આજે હવે મારું વેર વસૂલ કરવાનો વખત આવી પહોંચે છે. બ્રહ્મદત્ત આ જોઈ ચુંકી ઊઠ્યો. તે ગભરાઈ જઈ દીઘાવને પગે પડ્યો, તથા પિતાની અત્યાર સુધીની મિત્રતાને ખાતર પણ પિતાને જીવતદાન દેવા માટે કરગરવા લાગે. એક બાજુ પિતાના મનની આવી દીન અવરથા જોઈને તથા બીજી બાજુ પિતાના પિતાના છેલ્લા શબ્દ યાદ લાવીને દીઘાવુએ હાથમાંની તલવાર ફેંકી દીધી. પછી તે બોલ્યો, “હે રાજા, જીવતદાન તે હવે તમારે મને આપવાનું છે. કારણ કે, વેર વાળવાને લાગ જોઈને પહેલાં મેં ત્રણ વાર તમારા ઉપર તલવાર ઉગામી હતી. Page #14 -------------------------------------------------------------------------- ________________ ન શમે વેર વેરથી” પરંતુ મારા પિતાના અંતિમ શબ્દ યાદ આવવાથી, દરેક વખતે મેં મારી તલવાર પાછી મ્યાન કરી દીધી હતી. મારા પિતાએ કહ્યું હતું કે, “બાપુ, લાંબું જોઈશ નહિ, ૮ કંય જઈશ નહિ. વેરથી વેર નહિ શમે, અવેરથી જ વેર શમશે.” અત્યારે પણ એ શબ્દ યાદ લાવીને મેં મારી તલવાર ફેંકી દીધી છે. હવે તે તમારે જ મને જીવતદાન આપવાનું રહે છે.” ત્યાર બાદ બ્રહ્મદત્તે તથા દીધાવુકુમારે એકબીજાને હાથ ઝાલી, અ ન્ય વેર ત્યાગવાના શપથ લઈ, એકબીજાને જીવતદાન આપ્યું. પછી રાજા તથા દીધાવુકુમાર રથમાં બેસી નગરમાં પાછા આવ્યા. રાજાએ તરત જ દરબાર ભરીને પિતાના સર્વે દરબારીઓને તેડાવ્યા; અને તેમને પૂછયું કે, કેસલરાજ દીધીતિનો પુત્ર આપણું હાથમાં આવે તે તેનું શું કરવું?' . કેટલાકે જવાબ આપે, “તેના હાથ કાપી નાખવા કેટલાકે કહ્યું, “તેના પગ કાપી નાખવા;” કેટલાકે કહ્યું, તેનાં નાકકાન કાપી નાખવાં;” અને કેટલાકે કહ્યું કે, “તેનું માથું કાપી નાખવું.” ત્યાર બાદ બ્રહ્મદત્તે દીઘાયુને આગળ ધરીને કહ્યું, “જુઓ, આ પિતે જ કેસલરાજને પુત્ર દીધાવું છે.” પછી વનમાં બનેલી હકીકત સીને કહી સંભળાવીને રાજાએ જાહેર કર્યું કે, “દીઘાવુએ મને જીવતદાન દીધું Page #15 -------------------------------------------------------------------------- ________________ વેર અને બદલે છે, અને મેં તેને જીવતદાન દીધું છે. માટે હવેથી કેઈએ તેને કાંઈ કરવાનું નથી.' પછી દીવાવ તરફ ફરીને રાજાએ તેને પૂછ્યું, કુમાર, મરણકાળે તારા પિતાએ તેને જે લાંબું ન જોવાનું કે ટૂંકું ન જેવાનું વગેરે કહ્યું હતું, તેને અર્થ હવે તું મને કહી સંભળાવ.' કુમારે કહ્યું, “ “લાંબું જોઈશ મા એટલે કે ચિરકાળ વેર લંબાવ્યા કરીશ મા. “ટૂંકું જોઈશ મા ” એટલે કે વાતવાતમાં મૈત્રી તેડીશ મા. “વેરે વેર નહિ શમે” એટલે કે મહારાજે મારાં માતાપિતાને મારી નાખ્યાં, માટે હું મહારાજને મારી નાખું તે મહારાજના પક્ષવાળાઓ પાછા મને મારી નાખે, અને મારા પક્ષવાળાએ તેમને મારી નાખે, એમ વેર લાંબું ચાલ્યા જ કરે, અને તેને કદાપિ અંત આવે નહિ. પરંતુ હવે આપણે પરરપર વેર તજવાનો નિશ્ચય કર્યો છે, એટલે અવેરથી આપણું વેર કાયમને માટે શમી ગયું. એ મારા પિતાએ કહેલાને અર્થ છે.” તે સાંભળી, પ્રસન્ન થઈ રાજાએ દીધાવુ કુમારને પિતાની પુત્રી પરણાવી, તથા તેનું કેસલ દેશનું રાજ્ય તેને પાછું સેપ્યું. Page #16 -------------------------------------------------------------------------- ________________ સ્ વેરની પરંપરા 6 એક ગામમાં એક કુટુંબી પુરુષ મરી જતાં તેને દીકરા ધરનું અને ખેતરનું કામ સંભાળવા લાગ્યા. ઉપરાંત, પેાતાની વિધવા ઘરડી માની બધી સેવાચાકરી પણ તે કરતા. તેની માએ તેને એક દિવસ કહ્યું : ખેતરનું, ધરનું, અને મારું એમ બધાં કામ એકલે હાથે કરવા જતાં તને બહુ ધસારે પડે છે; માટે તું હવે વહુ લાવ. ' છેકરાએ કહ્યું : · મને કશે! ધસારા પડતા નથી; તથા પારકા ઘરની દીકરીને વહુ તરીકે લાવું, તેપણ તે તારી બરાબર સંભાળ રાખશે તેની શી ખાતરી ? તેના કરતાં હુમાં જેમ ચાલે છે તેમ જ ભલે ચાલતું! ' છતાં માએ તા, દીકરાના સુખનેા વિચાર કરી, એક સારા ઘરની કન્યા સાથે તેને પરણાવી દીધા. પરંતુ તે વધુ વાંઝણી નીકળી. તેને કાંઈ સંતાન જ ન થયું. માએ દીકરાને કહ્યું : ‘ તું ફરી પરણ. સંતાન વગર તે! વંશ જાય!' દીકરાએ કહ્યું : ‘તારે તેા ધર સંભાળનાર એક માણસની જરૂર હતી; તે માણસ તને મળ્યું છે. હવે પાછા વંશની ચિંતા કરી, ખીજી વહુ ધરમાં લાવીએ, તા ઘડા જ વહારી લાવવા જેવું થાય ! · ૧૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ વેર અને બદલે છતાં માએ આગ્રહ ચાલુ રાખ્યું. ત્યારે વહુએ વિચાર્યું કે, મને આગ્રહ છે એટલે દીકરે આજે નહિ ને કાલે પણ કબૂલ થશે જ; તે વખતે ગમે તે સ્ત્રી શોક તરીકે આવે, તેના કરતાં હું પોતે જ સારી જોઈને કઈ કન્યા શોધી લાવું તે કેવું? એમ વિચારી તેણે એક સારી કન્યા શેધી કાઢી. અને પિતાના પતિને તેની સાથે પરણાવી દીધે. નવી વહુ બહુ સાલસ હતી. જૂની વહુ તેને રે જ પિતાને હાથે રાંધીને જમાડતી. તેણે નવી વહુને કહી રાખ્યું હતું કે, તને દહાડા રહે ત્યારે મને એ ખુશખબરે સૌથી પહેલાં કહેવી. - તે પ્રમાણે નવી વહુને દહાડા રહ્યા, એટલે તેણે એ વાત જૂની વહુને કહી. જૂની વહુએ છાનામાના કશીક દવા તેના ખાવામાં ભેળવી દીધી; એટલે બીજે જ મહિને નવી વહુને કસુવાવડ થઈ ગઈ. થોડા મહિના પછી નવી વહુને ફરીથી દહાડા રહ્યા. તેણે તે વાત જૂની વહુને કહી. આ વખતે પણ જૂની વહુએ તેને છાનામાના દવા ખવરાવી દીધી, એટલે તેને કસુવાવડ થઈ ગઈ. પાસેની પડોશણે આ જોઈ વિચાર કર્યો. તેણે નવી વહુને સમજણ પાડી કે, તને છોકરાં થાય તે તું ઘરની માલિક થઈ બેસે, તે માટે તારી શોક તને કશું ખવરાવીને કસુવાવડ કરાવી દે છે. માટે હવે તેને દહાડા રહે ત્યારે તેને ખબર પડવા ન દઈશ, અને તેના હાથનું કશું ખાઈશ પીશ નહિ. Page #18 -------------------------------------------------------------------------- ________________ વેરની પરંપરા નવી વહુએ હવે તેમ કર્યું. પણ જ્યારે તેના પેટ વગેરેના આકાર ઉપરથી જૂનીને ખખર પડી, ત્યારે તે નવી વહુને વઢવા લાગી કે, તેં દહાડા રહ્યાની ખબર મને કેમ ન કહી? 676 નવીએ શે! સીધા જવાબ ન આપ્યા. પણ જૂની વહુ સમજી ગઈ કે, નવી વહુને મારા ઉપર વહેમ ગયા છે. તે હવે તેને દવા ખવરાવવાનેા કંઈક ઉપાય શેાધવા લાગી. એક વખત લાગ જોઈ તેણે થાડી દવા નવી વહુના ખારાકમાં ભેળવી દ્વીધી. નવી વહુએ તે ખારાક ખાધેા; પરંતુ આ વખતે ગર્ભ માટા થઈ ગયા હતા એટલે ગળી પડયો નહ. પણ નવી વહુનું પીડામાં ભાગી ગયું. શરીર તે મરતી વખતે તેણે “મેા પાડી પાડીને જૂની વહુને સંભળાવ્યું કે, ‘ તેં મારાં ત્રણ છેકરાં માર્યાં, અને છેવટે મારા પણ જીવ લીધા. હવે પછીને જન્મે હું તારાં ત્રણ છેકરાં ખાઉં અને તને પણ ખાઉં ત્યારે ખરી !' મરતી વખતની આ કારમી ઇચ્છાથી નવી વહુ ખીજે જન્મે તે જ ધરમાં બિલાડી થઈને જન્મી. નવી વહુના મરવાનું કારણ જાણી જૂની વહુને તેના પતિએ એટલા બધા ઢારમાર માર્યાં કે, તે પણ થાડા દિવસમાં મરી ગઈ અને એ જ ઘરમાં મરધી થઈ તે જન્મી. આ મરધીએ ઈંડાં મૂકયાં કે તરત પેલી ખિલાડી આવીને ખાઇ ગઈ. ત્રણ વખત ખિલાડીએ આમ જ કર્યું, અને પછી તા તેણે મરધીને જ પકડી. મરધીએ મરતી વે.-૩ Page #19 -------------------------------------------------------------------------- ________________ વેર અને બદલે વખતે વિચાર્યું કે, આ બિલાડી ત્રણ વખત મારા ઈડ ખાઈ ગઈ અને હવે મને પિતાને જ ખાય છે તે. હવે પછીને જન્મ હું તેને અને તેની સંતતિને ખાઉં એવું થજે. પછીને જન્મ મરધી વાઘણ થઈ અને બિલાડી હરણ થઈ. હરણીએ ત્રણ વખત બચ્ચાને જન્મ આપે, પણ દરેક વખતે પેલી વાઘણ તે બચ્ચાંને ખાઈ ગઈ. પછી તે વાઘણે હરણીને જ પકડી. મરતી વખતે હરણીએ વિચાર્યું કે, આ વાધણ ત્રણ વખત મારાં બચ્ચાંને ખાઈ ગઈ, અને હવે મને જ ખાવા લાગી છે. તે હવે પછીને જન્મ હું તેને અને તેની સંતતિને ખાઉં એવું થજે. પછીને જન્મ હરણ (એટલે કે નવી વહુ) શ્રાવરિત નગરીમાં એક શ્રીમંત ઘરમાં દીકરી તરીકે જન્મી. તેનું નામ ભદ્રા પાડવામાં આવ્યું. અને પેલી વાઘણ (એટલે કે જૂની વહુ) તે જ નગરીમાં તેવા જ સુખી ઘરમાં દીકરી તરીકે જન્મી. તેનું નામ ધન્યા પાડવામાં આવ્યું. નસીબજોગે તે બંનેનાં લગ્ન સુબાહુ નામના એક જ પતિ વેરે થયાં. ભદ્રા (એટલે કે નવી વહુ) આ વખતે પહેલી પરણી હતી. પરંતુ તેને સંતાન ન થવાથી તે પોતે જ ધન્યાને સમજાવીને શેક તરીકે ઘરમાં લાવી. ધન્યાએ થોડા મહિના બાદ પુત્રને જન્મ આપે. ભદ્રા તે પુત્રને જાતે જ બરાબર સાચવતી તથા ઉછેરતી. આજુબાજુનાં આડોશીપાડેશી ભદ્રાનાં ખૂબ વખાણ કરતાં. ધન્યા પણ ભદ્રાની મમતાથી ગળગળી થઈ જતી. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૯ વેરની પરંપરા પણ જ્યારે ચારે તરફ કેઈને વહેમ પડે તેવું ન રહ્યું, ત્યારે ભદ્રાએ તે છોકરાને મારી નાખ્યો. કેાઈને કશી ખબર પડી નહિ; અને બધાંની સાથે ભદ્રા પણ ખૂબ શેક કરતી છાતી ફૂટવા લાગી ! થોડા મહિના બાદ ધન્યાએ ફરીથી પુત્રને જન્મ આપે. ભદ્રા આ વખતે બહુ જ કાળજીથી અને જતનથી તે પુત્રને ઉછેરવા લાગી. બધાં તેની કાળજી અને સાચવણીથી રાજી રાજી થઈ ગયાં. પછી જ્યારે કેઈને વહેમ પડે તેવું ન રહ્યું, ત્યારે તેણે તે છોકરાને પણ છાનામાને મારી નાખ્યો. સૌ ભારે શોક કરવા લાગ્યાં. પરંતુ આ વખતે ધન્યાને મનમાં વહેમ આવ્યું કે, ભદ્રા જ મારાં છોકરાને મારી નાખે છે. પણ ભદ્રાની ખ્યાતિ એવી સારી હતી કે, ધન્યા પિતાને વહેમ કેઈને કહી શકી નહિ. પણ ત્રીજી વખત જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે તેણે પતિને કહ્યું કે, આ વખતે હું સુવાવડ માટે મારે પિયર જ જઈશ, અને પછી છોકરે બરાબર, માટે થશે ત્યારે જ પાછી આવીશ, પતિએ તરત એ વાત કબૂલ રાખી. ધન્યાએ પિતાને પિયેર એક સુંદર પુત્રને જન્મ આપે. ભદ્રા આ. તરફ ધન્યાને તથા તેના પુત્રને તેડી લાવવા પતિ ઉપર દબાણ કરવા લાગી. છેવટે, ભદ્રા તથા તેને પતિ બંને જણ ધન્યાને તેડી લાવવા તેને પિયર ગયાં અને તેને તથા તેના પુત્રને Page #21 -------------------------------------------------------------------------- ________________ p વેર અને બદલા લઈને પેાતાના ઘર તરફ આવવા નીકળ્યાં. ધન્યા ભદ્રાના માં સામું જોઈ જોઈને બહુ દુઃખી થવા લાગી. એને એમ જ લાગવા માંડયું કે, ઘેર પહેાંચતાં જ ભદ્રા એક-બે દિવસમાં છેકરાને મારી નાખશે. પણ ભદ્રાની આખરૂ એટલી બધી સારી હતી, તથા પતિને પણ ભદ્રા ઉપર એટલા બધા વિશ્વાસ હતા કે, ધન્યા કશું માંએ કહી શકી નહિ. ભદ્રા હસતી હસતી વારંવાર છેકરા સામું જ જોયા કરતી. તેવામાં એક વખત ધન્યાએ ભદ્રાની આંખમાં એવા વિકાર જોયા કે, તે પાતાના છેાકરાને લઈને પાછી દાડી; અને માર્ગમાં એક સ્થળે બુદ્ધ ભગવાન ઉપદેશ આપતા હતા ત્યાં જઈ, તેમના ચરણમાં તેણે પાતાના છેાકરાને મૂકી દ્વીધા. પાછળ જ તેના પતિ અને ભદ્રા પણ દોડતાં દાડતાં આવ્યાં. બુદ્ધ ભગવાન બધું સમજી ગયા. તેમણે તે બધાંને પાસે બેસાડીને, એક જન્મનું વેર ખીજા જન્મમાં કેવી રીતે ચાલ્યા કરે છે, અને તે જન્મનું વેર પાછું તેની પછીના જન્મમાં કેવું ચાલ્યા કરે છે, તે વિષે એક વાત ઉપાડી. એક જન્મમાં એક નાળિયાએ સાપને માર્યાં; પછીના જન્મમાં તે સાપે વાધ થઈને, હરણ ખનેલા નાળિયાને માર્યાં; ઇત્યાદિ. પછી જન્મેાજન્મ એ વેરને એમ ચાલ્યા કરતું તથા વધતું જતું બતાવીને ભગવાને કહ્યું કે, આ વેર-ચક્રને અટકાવવાના સાચા ઉપાય એ છે કે, વેરને પ્રેમથી ભૂંસી કાઢવું. વેરના બદલે લેવાથી વેરના અંત આવતા નથી, પણ નવું વેર પાછું ઊભું થાય છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ વેરની પરંપરા બુદ્ધ ભગવાનના આ ઉપદેશની અસર ખાસ કરીને બંને વહુઓ ઉપર ભારે થઈ. જાણે તેમના જ પૂર્વજન્મની વાત જાણી લઈને ભગવાન આ બધું ન સંભળાવતા હોય! ભદ્રાની આંખમાંથી ધાર આંસુ વહેવા લાગ્યાં. તે ઊઠીને બેલ્યા વિના ભગવાનને ચરણે પડી, અને પછી ધીમે ધીમે ઊઠીને ધન્યા પાસે ગઈ અને તેના ખોળામાં માથું મૂકી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ધન્યાની આંખમાં પણ આંસુ માતાં ન હતાં. તેણે પણ ભદ્રાનું માથું ઊંચું કરી હૃદય સરસું દાખ્યું, અને પછી પોતાના પતિના ખોળામાંથી પિતાને દીકરે લઈને પિતાને હાથે ભદ્રાના ખેળામાં મૂકી દીધે! - ભદ્રા રડતી રડતી તે છોકરાના મેં સામું જોઈ રહી, અને પછી તરત તે છોકરાને છાતી સરસ લઈ, બુદ્ધ ભગવાનને ચરણે પડી. આમ, ત્રણ ત્રણ જન્મથી ચાલતા આવેલા વેરને, ભગવાનના ચરણ સમક્ષ, અંત આવી ગયો ! Page #23 -------------------------------------------------------------------------- ________________ ભાઈ ભાઈને ઝઘડો શાક્યવંશી ક્ષત્રિય અને કેલીયવંશી ક્ષત્રિયે ભાઈ ભાઈ થાય. તેઓ રોહિણી નદીને સામસામે કાંઠે આવેલાં બે ગામમાં રહે. શાક્યો કપિલવસ્તુ ગામમાં અને કેલી કેલીયા ગામમાં. બંનેએ મળીને રોહિણી નદીના નાના પ્રવાહને બંધ વડે બાંધી લીધું હતું અને પછી તે પાણી વડે તે લેકે પિતાનાં ખેતરોમાં ડાંગરની ખેતી કરતા. જેઠ મહિને આવ્યા, તે વખતે રેપ કરમાવા માંડ્યા. એટલે બંને ગામનાં ખેતરમાં કામ કરતા મજૂરે ભેગા થયા. કેલીય ગામવાળા બેલ્યા: “આ પાણી જે બંને બાજુના ખેતરોમાં વાળીશું, તે નહિ તમને પૂરતું થાય અને નહિ અમને પૂરતું થાય. અમારે પાક તે હવે એક પાણીથી જ તૈયાર થઈ જાય તેવો છે; માટે બધું પાણી અને વાળી લેવા દે.” જવાબમાં સામાવાળા બેલ્યા: “તમે તમારા કોઠાર ભરી લો, એટલે પછી અમે અમારાં ઘરેણાંગાંઠ અને પૈસાટકા લઈ, તમારે આંગણે ભીખ માગતા થઈએ કેમ? રર Page #24 -------------------------------------------------------------------------- ________________ ભાઈ ભાઈના ઝઘડે ૨૩ અમારા પાક પણ એક જ પાણીથી તૈયાર થાય તેવા છે, એટલે આ પાણી અમને જ લેવા દે !” '' ના, એ નહિ બને ! અમે નહિ લેવા ઈ એ ! ' ' “ અમે પણ નહિ લેવાઈ એ ! ' એવી મેાલાબેાલીમાંથી એકે ઊઠી સામાને તમા લગાવી દીધા. પેલાએ પણ સામા દીધે. એમાંથી વાત વધી; અને પછી તેા એકબીજાના માલિકાના કુળના ગાટાળાએ સામસામા કહી બતાવી, તે ગાળાગાળી અને મારામારી ઉપર આવી ગયા. એમ થાડું વઢી-ઝધડી તેએ પેાતાતાના માલિકા પાસે ફરિયાદ કરતા દાડયા. માલિકા પણ તે સાંભળી હથિયાર લઈ નીકળી આવ્યા અને ની આગળ ભેગા થયા. . “ આવી જાએ, જોઇ એ તે ખરા તમે આવા આવાનું જોર ! ' '' “આવી જાએ, અમે પણ જોઈ એ તમા તેવા તેવાનું જોર ! '' ચાડી વારમાં તલવારા ખેંચાઈ હાત અને સામસામે લાહી રેડાયું હાત. પરંતુ તેવામાં તેની વચ્ચે પડીને એક જણ બેક્ષ્ચા : “ ભાઈ આ, જરા સાંભળેા. આ પાણીની કિંમત કેટલી ગણા છે ? '' Page #25 -------------------------------------------------------------------------- ________________ વેર અને બદલે પાણીની વળી શી કિંમત? બહુ તે એક ફસલ જેટલી!” હવે, એક ક્ષત્રિયવંશી માણસના જીવની કિંમત શી ગણે છે?” ક્ષત્રિયના જીવની તે વળી કિંમત ગણાય? તે તે અમૂલ્ય કહેવાય.” તે પછી, ભાઈઓ, ઘડીક ફસલ જેટલી કિમતના પાણી માટે તમે ક્ષત્રિય ભાઈ ભાઈ સેંકડોની સંખ્યામાં કપાઈ મરવા તૈયાર થયા છે, એમાં શું ડહાપણ છે?” કેઈ પક્ષવાળા આ સવાલનો જવાબ આપી શક્યા નહિ. બંને પક્ષ ઠંડા પડી ઝઘડાને સમજપૂર્વક નિવડે લાવી, સામસામે એકબીજાને ભેટી, પિતપોતાને ઘેર ગયા. આ ઝઘડે અટકાવવા વચ્ચે પડનાર એ પુરુષ કેણ હતો? પછીથી બુદ્ધ ભગવાન તરીકે આખા જગતમાં જે જાણીતા થયા, તે પુરુષ જ તે હતા. Page #26 -------------------------------------------------------------------------- ________________ : 22 : લડાઈ જલચર પંખીઓનો રાજા હંસ એક સરોવરને કિનારે રહેતો હતે. થલચર પંખીઓને રાજા મેર એક પર્વત ઉપર રહેતું હતું. બંનેનાં રાજ્ય મેટાં હતાં તથા પાસે પાસે આવેલાં હતાં. એક વખત હંસના રાજ્યમાંથી એક બગલો ફરતે ફરતે મોરના રાજ્યમાં ગયે. તે ત્યાં કેટલાક દિવસ રહ્યો. ત્યાંનાં પંખીએાએ તેને પૂછવું: “તને અમારું રાજ્ય કેવું લાગે છે? તથા અમારે રાજા કેવો છે?” બગલો તુચ્છકારથી હસીને બે : “આવો મારવાડ જેવો નિર્જળ દેશ, અને સ્ત્રીઓની પેઠે રંગબેરંગી ટીલડીઓ પહેરીને ફરતે તમારે રાજા ! વાહ દેશ, વાહ રાજા !” પંખીઓએ કહ્યું: “કમળની પાંખડીઓ ફેલી ખાનારે તમારે રાજા અને કાદવકીચડથી સંડ્યા કરતે તમારે દેશ! શા મેએ તું અમારી નિંદા કરે છે?” ' પછી તે વાતવાતમાંથી બેલાબેલી અને બેલાબેલીમાંથી મારામારી થઈ બેઠી! એટલે નગરના કોટવાળે તે બધાને પકડીને એરરાજા પાસે રજૂ કર્યા. Page #27 -------------------------------------------------------------------------- ________________ વેર અને બદલા : " પંખીએએ પાતાના બચાવમાં કહ્યું ઃ “ મહારાજ, આ દુષ્ટ ખગલા આપણા રાજ્યમાં આવી, આપની અને આપણા રાષ્ટ્રની આમ આમ નિંદા કરે છે. ” મેરરાજા આ સાંભળી ગુસ્સે થઈ ગયા અને તેણે બગલાને કહ્યું : જા, હમણાં જ જઈને તારા રાજાને કહે કે, અમે લડવા આવીએ છીએ; રણમેદાનમાં જણાશે કે, કાણ સ્ત્રી જેવું છે અને કાણુ શૂરવીર છે. '' સારરાજાને વજીર ગીધ વચ્ચે પડયો. તેણે કહ્યું : “ આવી નકામી વાતમાંથી તે લડાઈનું કહેણ માલાતું હશે ? અને લડાઈથી કશી ખાખતના ફેંસલે થાય ખરા ? લડાઈમાં શૂરવીર જ જીતે અથવા જે સાચા હૈાય તે જ જીતે, એમ શી રીતે કહેવાય ? ’ મારે ગીધને ધમકાવી ચૂપ કરી દ્વીધા. અને બગલા મારરાજાને સંદેશ લઈ વિદાય થયા. २९ ઘેાડા વખતમાં બંને રાજાએ વચ્ચે ભારે લડાઈ થઈ. બહાદુરીથી લડવા છતાં મારરાજાનું ધણું લશ્કર હણાયું. તેણે હવે યુક્તિના આશરા લીયેા. થાડા કાગડાઓને સમજાવીને Page #28 -------------------------------------------------------------------------- ________________ લડાઈ તેણે હંસરાજાના રાજ્યમાં કલ્યા. કાગડાઓએ હંસરાજા પાસે જઈને રાજાની નિંદા કરવા માંડી. “એ દુષ્ટ મોરરાજાને ન લડવાનું સમજાવવા જતાં તેણે અમને દેશનિકાલ કર્યો છે, ઈત્યાદિ, ઈત્યાદિ. હંસરાજાએ ખુશીથીતે કાગડાઓને પિતાના કિલ્લામાં આશરે આપે. લાગ જોઈ, એક દહાડે તેઓએ કિલ્લો ચારે બાજુથી સળગાવી મૂક્યો. ભારે દોડધામ અને હેહા થઈ ગઈ. આ લાગ સાધી મરરાજાએ પિતાનું રહેંસઠું લશ્કર એકઠું કરી હંસરાજા ઉપર હુમલો કર્યો. હંસરાજ હાર્યો અને માંડ જીવ બચાવી નાસી છૂટયો. S રે ઇ ગીધે હવે મેરરાજાને કહ્યું: “આપણે જીત્યા ખરા, પણ તે આપણા બળથી જીત્યા નથી. હંસરાજા અત્યારે નાસી ગયે છે, પણ જરૂર તે ફરી લશ્કર ભેગું કરીને થોડા દિવસમાં 25 પાછો આવશે. ચોમાસું બેસશે એટલે જળચર પંખીઓ બમણું જોર કરી શકશે, અને આપણે આ કીચડવાળા દેશમાં ફાવીશું નહિ. માટે આ નાહક ઊભી થયેલી લડાઈ અહીંથી જ પતાવી દે, અને હંસરાજા સાથે સુલેહ કરી તેનું રાજ્ય પાછું આપી તેને રાજી કરે. તે જ આ વધતા જતા વેરને અંત આવશે.” Page #29 -------------------------------------------------------------------------- ________________ વેર અને દલા મારરાજાએ ગીધનું કહ્યું ન માન્યું, તેણે તે હંસરાજાને પેાતાની સાથે કેદ્રી તરીકે લઈને જ પાતાને દેશ પાછા ફરવાના નિરધાર કર્યો. જ ૨૯ બીજી ખાજુ હંસરાજાના વજીર ચાતકે સારસેાની એક ટુકડીને પાછળથી મારાજાની રાજધાની ઉપર હુમલા કરવા માકલી. રાજધાનીમાં રાખેલું મારરાજાનું ઘેાડુંધણું લશ્કર કપાઈ ગયું અને સારસાએ મારરાજાની રાણીએની માહી વલે કરી. જ આ સમાચાર મળતાં જ પેાતાની રાણીઓને છેાડાવવા મારરાજાએ પેાતાના લશ્કર સાથે રાજધાની તરફ દાડી જવાના વિચાર કર્યાં. સારસ તે વખતે ગીધે તેને ફરીથી કહ્યું કે, એમ કરીશું તેા હંસરાજા આપણી પાછળથી બીજો હુમલા કરશે. તેના કરતાં હવે આ કારમી લડાઈ લંબાવવાને ખલે હંસરાજા સાથે દાતી કરીને બધા ઝઘડા પતાવી દા. આપણે તેને રાજ્ય પાછું આપીશું, તે હજુ આપણા હાથ ઊંચા રહેશે અને તે તરત આપણા દાત થશે. મારરાજાને હવે કંઈક સર્નજ આવી. તેણે હંસરાજા સાથે સુલેહ કરવા ગીધને જ માલ્યા. tt ગીધે જઈને હંસરાજને કહ્યું : “ આ લડાઈ નકામી ઊભી થઈ છે. એને લંબાવવાથી આપસઆપસમાં વેર . Page #30 -------------------------------------------------------------------------- ________________ લડાઈ વધતું જાય છે. મરરાજાને તમારી સામે કશે નથી. તે તમારી મિત્રતા જ ઈચ્છે છે. તમારું રાજ્ય તે તમને પાછું આપે છે, અને તમને જાતે મળી દોસ્તી કરવા માગે છે.” હંસરાજાને થયું કે, આમાં પણ કાગડાઓ જેવું કંઈક કાવતરું તે ન હોય! પરંતુ હંસરાજાના વજીર ચાતક ચાતકે હંસરાજાને સમજાવે; અને મેરરાજા જાતે દેરતી કરવા આવતા હોય, તો પ્રેમથી તેને સત્કાર કરવો, એવી સલાહ આપી. હંસરાજા કબૂલ થયો. તેણે પોતાના રાજ્યમાં ચારે તરફ તેણે બંધાવ્યાં અને ઉત્સવ કરાવ્યો. એરરાજા આવ્યા ત્યારે તે તેને સામે લેવા ગયે અને પ્રેમથી ભેટો. પછી બંને જણા દરબારમાં એક જ સિંહાસન ઉપર બેઠા. નજીવી વાતમાંથી કેવી કારમી લડાઈ ઊભી થઈ, તેને વિચાર કરી બંને પસ્તાવા લાગ્યા. મેરરાજા થોડા દિવસ હંસરાજાની પરોણાગત ચાખી પિતાને દેશ પાછો ફર્યો, ત્યારે હંસરાજાની સાચી દેરતી પણ સાથે લેતે ગયે. Page #31 -------------------------------------------------------------------------- ________________ પ તકરારના છેડા તકરાર હંમેશાં બંને પક્ષની સંકારણીથી જ આગળ વધે છે. શરૂઆત ભલે એક પક્ષે કરી હાય; પરંતુ સામે પક્ષ તેમાં ન જોડાય, તા તકરાર ઊભી જ ન થાય. તકરાર એક વાર ઊભી થયા પછી બંને પક્ષ તેમાં સામસામાં કારણેા આપ્યા કરે છે, એટલે તે લખાયા કરે છે. જો બેમાંથી એક પક્ષ પણ તે તકરાર ઊભી થવામાં પાતે આપેલા કાળા જોઈ લે અને સમજી જાય, તે તરત તકરારના ઈંડા આવી જાય. બુદ્ધ ભગવાનના સમયની વાત છે. વિશાખા બુદ્ધ ભગવાનની પરમ ભક્ત અને ધનિક શિષ્યા હતી. બુદ્ધ ભગવાનના શિયાને તેના ધરમાં જ્યારે જોઈએ ત્યારે અન્નપાન નિતર મળતાં. એક વખત એક વૃદ્ધ ભિક્ષુ પેાતાની સંભાળ હેઠળના એક જુવાનિયા ભિક્ષુ સાથે વહેલી સવારે વિશાખાને ઘેર ભિક્ષા માગવા ગયા. વિશાખાને ત્યાં કાંજી પીધા બાદ, પેલા જુવાન ભિક્ષુને ત્યાં બેસાડી, વૃદ્ધ ભિક્ષુ બીજાને ઘેર ગયા. તે વખતે વિશાખાના પુત્રની ઢીકરી પેાતાની દાદી વતી ભિક્ષુઓના સત્કારનું કામ સંભાળતી હતી. તે પેલા જુવાન ભક્ષુ માટે વાસણમાં પાણી ગાળતી હતી, · તે ३० Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૧ તકરારના છડા વખતે તે વાસણના હાલતા પાણીમાં પિતાના મેનું વિચિત્ર રીતે હાલતું દેખાતું પ્રતિબિંબ જોઈને તે હસી પડી. પેલો જુવાન તેને હસતી જઈને હસવા લાગ્યા. એને હસતે જોઈ તે બેલી, “માથા-મૂંડો મારી સામું જોઈ હસે છે શાને વળી!” તેના જવાબમાં પિલો બેઃ “તું માથામૂંડી, તારો બાપ માથા-મૂંડે, અને તારી મા પણ માથા-મૂંડી!' પેલી રડતી રડતી રસોડામાં પિતાની દાદી વિશાખા પાસે દોડી ગઈ. દાદીએ તેને રડવાનું કારણ પૂછયું. તેણે દાદીને બધી વાત કહી સંભળાવી. વિશાખા તરત પેલા ભિક્ષ પાસે આવી અને બેલી, “ભદંત ! આપ ગુસ્સે શા માટે થાઓ છો? માથાના વાળ મૂંડાવી, ફાટેલાં વની કથા પહેરી, હાથમાં ઠીબ લઈને ભિક્ષા માટે કરનાર ભિક્ષને કેઈ માથા મૂડો કહે, તે એમાં ખોટું લગાડવા જેવું શું છે?' જુવાન ભિક્ષુએ જવાબ આપે : “બાઈ, તમે મારા માથાના વાળ મૂંડાવ્યાનું તે બરાબર સમજતાં લાગે છે; પણ આણે મને માથા-મૂંડે” કહી ખામુખા ગાળ દીધી, એ તમને સમજાતું હોય એમ લાગતું નથી!” વિશાખા એ જુવાનને કે પિતાની પૌત્રીને સમજાવીને શાંત ન પાડી શકી. એટલામાં એ જુવાન ભિક્ષને સંભાળનારે પેલ. વૃદ્ધ ભિક્ષુ ત્યાં આવી પહોંચ્યા. તેણે બધી તકરાર જાણ્યા બાદ પેલા જુવાનિયાને ઠપકે આપતાં કહ્યું: “માથું Page #33 -------------------------------------------------------------------------- ________________ વેર અને બદલો મૂંડાવી, હાથમાં કટકે ઠીબ લઈને ભિક્ષા માટે કરનાર ભિક્ષને “માથા-મૂડે' શબ્દમાં ખોટું લગાડવા જેવું શું છે?” એ સાંભળી પેલો જાવામિ બેઃ “વાહ! તમે પિતાની આ ઉપાસિકાને કશો ઠપકે આપવાને બદલે મને શા માટે આ બધું સંભળાવે છે? ભિક્ષને “માથા-મૂડે” કહી સંબધ એ શું યોગ્ય છે?” રીત &માજ vi DIET એટલામાં બુદ્ધ ભગવાને ત્યાં આવી પોંચ્યા. તેમણે આ બધી તકરારનું કારણ પૂછ્યું. વિશાખાએ શરૂઆતથી માંડીને બધું કહી સંભળાવ્યું. ભગવાને વિશાખાને કહ્યું: “મારા શિષ્ય માથાના વાળ મૂંડાવી વિચરે છે, તેટલા માટે જ તારી પૌત્રી તેમને “માથા-મૂંડા” કહી સંધે, એ શું યોગ્ય છે વારુ? ભિક્ષ થનારમાં માથું મૂંડવા સિવાય કે ઠીબ લઈ ભીખ માગવા સિવાય બીજાં કશું જ મહત્વ નથી શું?” Page #34 -------------------------------------------------------------------------- ________________ તકારને છેડે આ સાંભળી તરત પેલે જુવાન ભિક્ષ ઊભો થઈ હાથ જોડી બેલી ઊડ્યો: “ભગવાન ! આ સવાલને આપ જ બરાબર સમજી શક્યા. મારા આ ઉપાધ્યાય કે આ ઉપાસિકા એ સવાલ સમજી જ ન શક્યાં.” પછી ભગવાને તેને પણ સંભળાવતાં કહ્યું: “માથું મૂંડાવી, બધું છોડી, નિર્વાણ માટે અગ્રેસર થનાર ભિક્ષુએ પણ ગમે ત્યાં દષ્ટિ કરી, અસંયમીપણે ફાવે તેમ હત્યા કરવું એ પણ હીનતા છે; અને હીનતા કે પ્રમાદ ભિક્ષુએ કદી ન સેવવાં જોઈએ.” આ સાંભળી પેલા જુવાન ભિક્ષુને પિતાની ભૂલ પણ સમજાઈ. તેણે કબૂલ કર્યું કે, “પેલી છોકરી તરફ નજર કરી, તેને હસતી જોઈ હું હસવા લાગે ન હેત, તે મારે તેની ગાળ સાંભળવી ન પડત. મેં મારા ભિક્ષધર્મને ન સંભા, એટલે તે એવા શબ્દો બેલી. પરંતુ તે શબ્દ બોલવા તેને માટે એગ્ય હતા કે નહિ તેની તકરાર માંડવાને બદલે, હું મારી ભૂલ સમજીને જ શાંત બેસી રહ્યો હેત, તે મને વધુ છાજત.” સાથે ઊભેલા સીએ તેની આ સમજને વખાણી. પછી ભગવાન ભિક્ષુઓ સાથે પોતાના ઉતારા તરફ વિદાય થયા. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૐ એની લડાઈમાં ત્રીજો ફાવે મુદ્ ભગવાનના કેટલાક સાધુએ એક ગામના ઉતારામાં ચામાસું કરવા રહ્યા હતા. ગામલેાકેાએ પેાતાની છત પ્રમાણે તેમને ખરછટ કે સુંવાળા એવા કામળા કે કામળી એઢવા પાથરવા આપ્યાં હતાં. ચામાસું પૂરું થતાં સાધુએ પાતપાતાને મળેલી ચીજો સાથે લઈને કે પાછળ મૂકીને ચાલવા લાગ્યા. છેવટે બે સાધુએ અને એ બરછટ ગૂણપાટ તથા એક સુંવાળું ખન્સ પાછળ બાકી રહ્યાં. હવે તે બે સાધુમાં તકરાર પડી કે, પેલું સુંવાળું ખસ કાણુ લે? તેવામાં તે ગામે થઈને પસાર થતા ઉપનંદ નામે સાધુને તેમણે જોયા. તેઓએ તેને પેાતાને ઘડા પતાવી આપવા વિનંતી કરી. ઉપનંદને આવા ઝધડાઓમાં કાજીપણું કરવાના શાખ હતા, અને તેમાંથી તે લાભ પણ ખાતા. તેણે તરત તે ઝધડાના નિકાલ લાવી આપવાનું કબૂલ કર્યું. બંને સાધુને તેણે પેલાં બે ખરછટ ગૂણપાટમાંથી એક એક વહેંચી આપ્યું, અને તકરાર પતાવી આપવાના મહેનતાણા તરીકે પેલું સુવાળું અનૂસ પાતે રાખી લીધું! પેલા બે સાધુઓ માં વકાસીને જોતા રહ્યા. પછી જ્યારે તેઓ બુદ્ધ ભગવાનને મળ્યા, ત્યારે તેમણે ઉપનંદ ર Page #36 -------------------------------------------------------------------------- ________________ બેની લડાઈમાં ત્રીજો ફાવે ૩૫ વિષે ફરિયાદ કરી. બુદ્ધ ભગવાને જવાબમાં તેમને નીચેની વાત કહીઃ ગંગા કિનારે બે જળબિલાડીઓ રહેતી હતી. એક વખત તેમાંની એકે હિત જાતનું મોટું માછલું પકડ્યું. પણ તે માછલું તે બિલાડીને જ જોર કરીને પાણીની અંદર ખેંચી જવા લાગ્યું. ત્યારે તે જળબિલાડીએ બીજીને કહ્યું કે, “તું જે મદદ કરે તો આપણે બંને થઈને આને બહાર ખેંચી કાઢીએ, અને પછી બંને જણ આનંદથી તેને ખાઈએ.' પેલી બીજી જળબિલાડી તરત તેની મદદે ગઈ, અને પછી બંનેએ મળીને તે માછલું બહાર ખેંચી કા. રોહિત માછલાનું માથું અને પૂંછડી નકામાં હોય છે; વચલો ભાગ જ સારે ગણાય છે. પેલી બે જળબિલાડીએમાં હવે તકરાર પડી કે, એ માછલાને વચલો ભાગ કોણ લે? પહેલી બિલાડી કહે કે, તેને પહેલું પકડ્યું હતું, એટલે મારે હક કહેવાય. ત્યારે બીજી કહે કે, મેં મદદ ન કરી હેત તે તેને તારે છોડી જ દેવું પડ્યું હત, માટે મારે હક કહેવાય. - આ તકરાર લાંબી ચાલી; અને તે બેમાંથી કેઈ જ કશી સમજૂતી ઉપર આવવા તૈયાર ન થયું. એવામાં ત્યાં જઈને એક શિયાળ જતું હતું. બંનેએ તેને બેલાવીને વાત કરી, તથા ન્યાયથી ભાગ વહેંચી આપવા જણાવ્યું. શિયાળે કહ્યું કે, ભલભલી મેટી તકરારે મેં ચૂકવી આપી છે; તે આ નાનીશીક તકરારને તે શો Page #37 -------------------------------------------------------------------------- ________________ B વેર અને અલા હિસાબ? પણ તમે બંને મારા ચુકાદા કબૂલ રાખવા ધંધા, તા જ હું તમારા ઝઘડામાં વચ્ચે પડું ! બંને જળખિલાડીઓ તેના ચુકાદા માથે ચડાવવા કબૂલ થઈ. પછી શિયાળે પેલા માછલાના ત્રણ ટુકડા કર્યાં માથું પહેલીને આપ્યું, પૂંછડું બીજીને આપ્યું, અને વચલા ભાગ પેાતાની મહેનતના બદલા તરીકે લઈ તે રસ્તા પકડયો ! બંને જળખિલાડીઆ માં વકાસીને જોઈ રહી. પછી તેમાંની પહેલી ખાલી કે, જો આપણે બંનેએ સમજીને વચલા ભાગ થાડા થાડા લીધા હાત, તેા આમ એને નવું સૂકું માથું અને ખીજીને ચવડ પૂંછડું ચાવવાને વારા ન આવત! પેલું શિયાળ જ્યારે વચલા ભાગ લઈને પેાતાની શિયાળવી પાસે ગયું, ત્યારે તે રાજી થતી થતી પૂછ્યો લાગી કે, તમે પાણીમાં પેસી શકતા નથી, છતાં ભલભલા માછી-મારના હાથમાં પણ ન આવે તેવા રાહિત માલાના વચલા ભાગ કેવી રીતે લાવ્યા ? શિયાળે કહ્યું ઃ તકરાર પડવાથી પ્રાણીએ નુકસાનમાં ઊતરે છે; બે જળબિલાડીઓની તકરારમાં મને આ ઉત્તમ માલાના ઉત્તમ ભાગ મન્યા છે. બે જણમાં જ્યારે તકરાર પડે છે, ત્યારે તે ત્રીજા પાસે ન્યાય કરાવવા દોડે છે. એ ત્રીજો તેમને કાજી થાય છે અને પેાતાનું પેટ ભરે છે! એ ત્રીજો જેટલું પડાવી જાય છે, તેના દશમા ભાગ પણ જો પેલ Page #38 -------------------------------------------------------------------------- ________________ કડવી શિખામણ બેમાંથી એક જણ જતા કરવા તૈયાર થાય, ા તકરાર જ ઊભી ન થાય, અને બધા લાભ એ બે જણમાં જે વહેંચાય ! ૭ કડવી શિખામણ બુદ્ધ ભગવાનના એક શિષ્ય બહુ ક્રેાધી અને ચીડિયા હતા. તેની કાઈ ભૂલ બતાવે કે "કાઈ તેને ટાંકે, તા તે તરત ગુસ્સે થતા તેને મારવા તડતા. ભગવાનના જાણવામાં આ વાત આવતાં, તેમણે તેને બેાલાવ્યા અને સમજાવીને કહ્યું કે, આપણી ભૂલ બતાવનાર તા ખરી રીતે આપણા ઉપર ઉપકાર કરે છે; તે બદલ તેના આભાર માનવા જોઈએ. તેને બદલે તું તારી ભૂલ કાઢનાર ઉપર ગુસ્સે થઈ તેને મારવા તડે છે, તેમાં તને પેાતાને જ નુક્સાન છે. આ બાબતમાં કાશીના રાજાની એક વાત છે, તે તું સાંભળ : કાશીના રાજાના પુત્ર બ્રહ્મકુમાર જ્યારે સાળ વર્ષના થયા, ત્યારે તેના પિતાએ તેને એક-તળિયા જોડાની જોડ, તાડછાંનું છત્ર, તથા એક હજાર સિક્કા આપીને કહ્યું કે, • આ લે અને તક્ષશિલામાં ગુરુ પાસે ભણવા જા. ' ખુદ્દ કાશીમાં જ મેટા માટા પડિત હાજર હતા; પણ પ્રાચીન કાળના રાજાએ એમ વિચારતા કે, રાજ્યથી દૂર ગુરુને ત્યાં કુમારીને ભણવા માકલીએ, તેા તેમનું Page #39 -------------------------------------------------------------------------- ________________ વેર અને બદલા અભિમાન અને અહંકાર ઓછાં થાય, તેમનાં શરીર ટાઢ-તડકા વેઠી શકે તેવાં ખડતલ થાય, તથા તેમને વિવિધ પ્રકારના લેાકજીવનની માહિતી મળે. ૩૯ બ્રહ્મકુમાર લાંબી મુસાફરી પૂરી કરીને તક્ષશિલા પહેોંચ્યા; અને ત્યાં એક જાણીતા ગુરુનું ધર પૂછી, તેમને ત્યાં ગયા. ગુરુએ તેને પૂછ્યું : ‘ તું કયાંથી આવે છે ? ' ‘ કાશીથી. ’ તું કાના પુત્ર છે ? કાશીના રાજાને. " • અહીં શા માટે આવ્યા છે? " " 4 વિદ્યા ભણવા. " " વારુ, તું પૈસા આપીને ભણવા માગે છે કે ભણતરના બદલામાં ગુરુને ઘેર કામકાજ કરવાના છે? હું પૈસા આપીને ભણવાના છું, ' એમ કહી તેણે ગુરુ સામે પેલા સિક્કાની ઢગલી કરી. ' જેએ ગુરુને ધેર કામકાજ કરીને ભણતા, તે દિવસે કામ કરે અને રાતે ભણે; પરંતુ જે પૈસા આપીને ભણે, તેઓ ગુરુને ઘેર મેટા દીકરાની પેઠે રહે અને માત્ર ભણે. ગુરુ તેમને અશુભ તિથિ સિવાયની તિથિએએ દિવસે ભણાવે. બ્રહ્મકુમાર એ રીતે રહીને ભણવા લાગ્યા. એક વાર ગુરુ સાથે તે નાહવા ગયા હતા. રસ્તામાં એક ડાસી ફાતરાં કાઢેલા તલ સૂકવવા બેઠી હતી. બ્રહ્મકુમાર તેમાંથી મૂઠી ભરી લઈને ખાતા ખાતા Page #40 -------------------------------------------------------------------------- ________________ કડવી શિખામણ આગળ ચાલ્યા. ડેસીએ તે જોયું ખરું, પરંતુ દૂર દેશાવરને કોઈ છોકરો ગુરુને ઘેર ભણવા રહ્યો હશે, તેને મૂઠી તલા ખાવાનું મન થયું, તે ભલે ખાધા, એમ વિચારી તે કઈ બેલી નહિ. પરંતુ બીજે દિવસે પણ તેમ જ બન્યું. ડેસી તોપણ બોલી નહિ. પણ ત્રીજે દિવસેય બ્રહ્મકુમારે એ પ્રમાણે જ મૂઠી ભરી, ત્યારે ડેસી તડૂકી ઊઠી અને રસ્તામાં આવી બૂમાબૂમ કરવા લાગી. ગુરુએ પાછા ફરીને તેને પૂછ્યું, “અમ્મા, શું છે? ડેસીએ કહ્યું: “સ્વામી, તમારે નિશાળિયે મેં સુલ તલમાંથી આજ એક, કાલે બીજી અને ત્રીજ દિવસે ત્રીજી એમ મૂઠી ભરી ખાઈ લે છે એમ તે તે મારું ઘર જ ખાઈ નાખશે.' “અમ્મા, ફિકર ન કરશે; હું તલની કિંમત તમને અપાવીશ.” ડેસીએ કહ્યું : “મારે કિંમત નથી જોઈતી. પરંત આ છોકરે ફરી એવું ન કરે એવી શિખામણ તેને દેજો, એટલે બસ.' “લે ત્યારે, અમ્મા તમે નજરે જ જુઓ.એમ કહી, ગુરુએ કુમારના બે હાથ બે છોકરાઓ વડે પકડાવી, તેના બરડામાં વાંસની લાઠીના ત્રણ ફટકા લગાવી દીધા; તથા ફરીથી આવું ન કરવા કડક તાકીદ આપી. - કુમાર તે ગુરુ ઉપર ગુસ્સે થઈ જઈ, આંખ લાલચળ કરી, તેમના તરફ પગથી માથા સુધી વારંવાર Page #41 -------------------------------------------------------------------------- ________________ me વેર અને બદલા જોવા લાગ્યાં. ગુરુએ પણ તેના ગુસ્સા તથા તેની નજર જોઈ લીધાં. } કુમારે પછી ભણતરમાં મન પરાવી પેાતાના અભ્યાસ પૂરા કર્યાં. પરંતુ, ‘જ્યારે ત્યારે આના બદલા હું લઈશ અને ગુરુને મારી નંખાવીશ ત્યારે જંપીશ, ' એ જાતની ગાંઠ તેણે મનમાં વાળી રાખી. પછી ધેર જતી વેળા તેણે ગુરુને નમસ્કાર કર્યાં અને સ્નેહ બતાવતા હેાય તેમ આગ્રહ કરીને કહ્યું કે, ‘ હું કાશીના રાજા થઈશ, ત્યારે આપને તેડું મેાલીશ; આપ જરૂર એક વાર મારે ત્યાં પધારજો. કુમારને વિદ્યાભ્યાસ પૂરો કરી પાછે આવેલે જોઈ, તેના પિતા ધણા રાજી થયા. પછી તે કેવું રાજ્ય કરે છે તે જોવા સારુ, પેાતાના જીવતાં જ તેણે કુમારને ગાઢીએ બેસાડ્યો, કુમાર એ પ્રમાણે રાજસત્તા ભાગવતા થયા, ત્યારે તેણે પાતાના ગુરુ ઉપરનું વેર યાદ લાવી, તેમને મારી નંખાવવા માટે પેાતાની રાજધાનીમાં આવવા તેડું મેલ્યું. ગુરુએ વિચાર્યું કે, આની હજી ચડતી જુવાની છે; એટલે આ ઉંમરે તેને સમજણ નહિ પાડી શકાય. એમ માની, જ્યારે બ્રહ્મકુમાર મધ્યમ વયના થયા ત્યારે જ, ‘હવે તેને સમજણ આપી શકાશે ’ એમ માની, ગુરુ કાશીમાં આવ્યા. મહેલને દરવાજે ઊભા રહી તેમણે રાજાને કહેવરાવ્યું કે, તક્ષશિલાથી તમારા આચાર્ય આવ્યા છે. રાજાએ ખુશ થઈ તેમને પેાતાની પાસે બેાલાવ્યા. ત્યાર બાદ તેમને પેાતાની પાસે આવેલા જોઈ, ગુસ્સે થઈ, Page #42 -------------------------------------------------------------------------- ________________ કડવી શિખામણ આંખો રાતીચોળ કરી, તેમને પગથી માથા સુધી જેતે જે તે પોતાના દરબારીઓને સંબોધીને બે કે, “આણે મારેલી લાકડીઓ હજી મને બરડામાં દુખે છે; આજે તે મરવા માટે જ પિતાની જાતે મારી પાસે આવે છે. પછી તેણે ગુરુ સામે જોઈને કહ્યું: “કેમ ગુરુજી, તમને યાદ આવે છે કે, તલની ત્રણ મૂઠીને કારણે તમે મારા બે હાથ પકડાવી મને ત્રણ લાઠીઓ બરડામાં લગાવી દીધી હતી? | ગુરએ શાંતપણે જવાબ આપ્યો: “સમજુ પુરુષ કેઈની અણસમજને વારવા તેને દંડે મારે, તે તે કંઈ તેના ઉપર વેરને લીધે નહિ, પણ તેને સીધે રસ્તે લાવવા માટે કરે છે, એમ જાણવું જોઈએ. હે મહારાજ, મેં જે તે દિવસે તેમને તે પ્રમાણે સજા કરીને પણ ચેરી કરતાં ન વાર્યા હોત, તે તમે નાનીમાંથી મટી ચેરીઓ કરતા કરતા, ભણી રહેતા પહેલાં જ ત્યાંના રાજાના કેઈ મોટા અપરાધમાં આવીને, ચારલુટારને થતી પ્રાણદંડની સજાના ભોગ બન્યા હેત. અત્યારે તમે જે રાજગાદી ભોગવી રહ્યા છે, તે ખરી રીતે મારી તે દિવસની સોટીને જ પ્રતાપ છે, એમ જાણે.” ગુરુ રાજાને આ પ્રમાણે સમજણ આપી રહ્યા હતા, ત્યારે પાસે ઊભેલા દરબારીઓ પણ રાજાને હાથ જોડીને કહેવા લાગ્યા કે, “મહારાજ, આપના ગુરુજી ખરું કહે છે.” Page #43 -------------------------------------------------------------------------- ________________ વેર અને અલા રાજાને ગળે પણ એ વાત બરાબર ઊતરી. તેણે ઊભા થઈ તરત ગુરુને પ્રણામ કર્યાં, અને પેાતાના રાજ મુગઢ તેમને ચરણે ધરી ઈને કહ્યું કે, · ખરેખર, આપે જ મને રાખ માર્ગે જતા ખચાવીને ક્માતે મરતા બચાવ્યા છે. આ બધું રાજપાટ પણ હું આપને પ્રતાપે જ જીવતા રહી ભાગવી રહ્યો છું. માટે તે બધું આપનું જ છે; આપ તેને સ્વીકાર કરી !' ' αγ ગુરુએ મંદ હસીને કહ્યું : મહારાજ, મારે આ અર્ધું રાજપાટ શું કરવું છે? તે ભલે તમારી પાસે જ રહે. સમજણા રાજાના હાથમાં રાજ્યનું હિત જ થશે. 1. પછી રાજાએ ગુરુના કુટુંબને તક્ષશિલામાંથી તેડાવી મંગાવીને, ગુરુને પેાતાના રાજપુરાહિત બનાવીને, પેાતાના રાજ્યમાં જ રાખ્યા. Page #44 -------------------------------------------------------------------------- ________________ ८ અંગુલિમાલ લૂંટારા // ; પૂર્વે અંગુલિમાલ નામે એક નામીચા લૂંટારા હતા. તેણે શ્રાવસ્તીની આસપાસ પુષ્કળ ગામે ઉજ્જડ કરી નાખ્યાં હતાં. તેનું અશુલિમાલ નામ પડવાનું કારણ એ હતું કે, માણસના વધ કરી, તે તેની આંગળી કાપી લેતા; પછી એ બધી આંગળીઓની માળા બનાવી તે ગળામાં પહેરતા. એમ કરતાં તે માળા જેમ લાંખી થતી જાય, તેમ તે આનંદ પામતા ! , એક વખત યુદ્ધ ભગવાન ગામમાંથી ભિક્ષા લઈ ને, જે દિશામાં અંગુલિમાલ રહેતા હતા, તે દિશા તરફ જતા હતા. રસ્તામાં ગાવાળિયાઓએ અને ખેડૂતાએ તેમને તે માર્ગે ન જવા ખૂબ આગ્રહ કર્યો અને કહ્યું: હું સાધુ, તું આ માર્ગે જઈશ મા. સામેના જંગલમાં અંગુલિમાલ નામે ભયંકર લૂંટારા રહે છે. પેાતાના ગળામાં પહેરેલી માળામાં વધારા કરવા ખાતર પણ તે તને મારી નાખીને તારી આંગળી કાપી લેશે. પરંતુ બુદ્ધ ભગવાન તે। કંઈ ઉત્તર આપ્યા વિના સ્થિર પગલે સીધા આગળ વધ્યા. થાડુંક ચાલ્યા પછી તે અંગુલિમાલની નજરે ચડયા. તેમને નિર્ભયપણે આવતા જોઈ અંગુલિમાલ નવાઈ પામી પેાતાના મનમાં વિચારવા લાગ્યા, આ માર્ગે એકલા આવવાની કોઈ હિંમત ૪૩ Page #45 -------------------------------------------------------------------------- ________________ ४ વેર અને બદલા કરતું નથી. જ્યારે કાઈને આ માર્ગે આવવાનું થાય છે, ત્યારે તે ચાળીસપચાસ માણસાના ઢાળા સાથે આવે છે. પરંતુ આ માણસ ભારે સાહસથી એકલેા ચાલ્યા આવે છે, એ અત્યંત નવાઈની વાત છે. મારે એને બરાબર પાઠ શીખવવા જોઈએ. · આમ વિચારી, તે પેાતાની ઢાલ તથા તલવાર લઇ, વેગથી બુદ્ધ તરફ દાડયો, અને બૂમ પાડીને કહેવા લાગ્યા, ‘હૈ સાધુ, તું ઊભા રહે, ’ યુદ્ધે ચાલ્યા વિના ચાલતાં ચાલતાં જ જવાખ આપ્યા : હૈ અંગુલિમાલ, હું ઊભા છું, અને તું પણ ઊભા રહે!' અંગુલિ માલ ને બુદ્ધનું કહેવું સમજાયું નહિ. તેણે કહ્યું : ‘ હે સાધુ, તું ચાલતા હાવા છતાં, ઊભા છું એમ ક્રમ કહે છે? ’ બુદ્ધુ માલ્યા : ' હૈ અંગુલિમાલ, પ્રાણીમાત્ર પ્રત્યે પૂર્ણ યાવાળા હેાવાથી હું સ્થિર થયા છું; એ અર્થમાં હું ઊભા છું. પરંતુ પ્રાણીઓ વિષે તારા હૃદયમાં જરા પણ Page #46 -------------------------------------------------------------------------- ________________ અંગુલિમાલ લૂંટારો ૫ દયા નથી, તે અર્થમાં તું અસ્થિર છે; તેથી મારી પેઠે તને પણ સ્થિર થવાનું હું કહું છું. ' આ સાંભળી અંગુલિમાલ બુદ્ધુ તરફ મીટ માંડીને જોવા લાગ્યા. સર્વ પ્રાણીઓ પ્રત્યે દયા વરસાવતી તેમની આંખાની અસર અંગુલિમાલ ઉપર પડી. તેને પાતાનાં ક્રૂર કર્યાં યાદ આવવા લાગ્યાં અને ભારે પસ્તાવેા થવા લાગ્યા. તેણે બુદ્ધ ભગવાનને કહ્યું : ' હે મુનિ, તમારા આ શબ્દ સાંભળીને મને મારાં પાપમેમના પસ્તાવે થાય છે. હું તેમાંથી બચવા ઇચ્છું છું; તમે મને તમારી સાથે રાખીને સુધારા.' એમ કહીને અંગુલિમાલ ખુદ્દ ભગવાનને ચરણે પડી તેમના શિષ્ય બન્યા, અને તેમના ઉપદેશ મુજબ ચાલવા લાગ્યા. અંગુલિમાલ ભિક્ષુ થયાના સમાચાર શ્રાવસ્તી નગરીમાં ફેલાતાં વાર ન લાગી. બુદ્ધે રાજા પાસે અંગુલિમાલના સર્વે અપરાધની ક્ષમા અપાવી, અને તેને વિહારમાં પાતાની પાસે રાખ્યા. હવે અંગુલિમાલ જ્યારે શ્રાવસ્તીમાં ભિક્ષા માગવા જતા, ત્યારે તેના ઉપર પથ્થરના, રાડાંના અને ધૂળને વરસાદ વરસતા. કારણ કે, તેને હાથે કાઈ ને કાઈના સગાવહાલાનું મૃત્યુ થયું જ હતું. એક વખત તે મારથી તેનું માથું ફૂટી ગયું, તેની કંથા ફાટી ગઈ, અને તે લાહી નડતે શરીરે બુદ્ધ પાસે આવ્યેા. બુદ્ધે તેને કહ્યું : ‘ હું બ્રાહ્મણુ, સહન કર. કાઈ તરફ સામેા હાથ ઉપાડવાના વિચાર ન કરીશ. એમ માન કે, Page #47 -------------------------------------------------------------------------- ________________ વેર અને બદલે જે પાપનું ફળ હજાર વર્ષ નરકમાં રહીને ભેગવવું પડત, તે તું આ લેકમાં થોડામાં જ ભોગવી લે છે.' લોકે તરફથી થતાં અપમાનથી કે ખાવા પડતા મારથી અંગુલિમાલનું ચિત્ત સહેજ પણ ખિન્ન થયું નહિ. ઊલટું તેનું મુખ્ય પ્રાણીઓ પ્રત્યે મિત્રતાના ભાવથી પ્રકાશિત રહેવા લાગ્યું, અને જાણે કાંઈ બનતું ન હોય તેમ ભિક્ષા લેવા જવાનું તેણે ચાલુ રાખ્યું. એક વખત અંગુલિમાલ નગરીમાં ભિક્ષા માગતે ફરતે હતે. તેવામાં તેણે પ્રસવવેદનાથી પીડાતી એક સ્ત્રીને જોઈ. તે સ્ત્રીને બાળક જન્મવાની તૈયારી હતી, પરત કાંઈક કારણથી બાળકનો જન્મ થતો ન હતો. વેદનાથી તે સ્ત્રી પછાડે નાખતી હતી તથા કારમી ચીસે. પાડતી હતી. અંગુલિમાલને તેનું આ દુઃખ જોઈ ઘણી દયા આવી. પણ તે લાચાર હતો. વિહારમાં આવી તેણે એ વાત ભગવાનને કહી. બુદ્ધે તેને કહ્યું : “જા, તું તે સ્ત્રી પાસે જઈને એમ કહે કે, અંગુલિમાલે જન્મથી માંડીને જાણી જોઈને કઈ પ્રાણીની હિંસા કરી નથી. આ વચન જો સાચું હોય, તે તેને તરત સુખ થાઓ.” નવાઈની વાત એ બની કે, એ પ્રમાણે અંગુલિમાલે જઈને કહ્યું તેની સાથે જ તે સ્ત્રીને છુટકારો થશે અને તેને સુખેથી બાળક અવતર્યું ! અંગુલિમાલ એ જોઈ નવાઈ પામતે કહેવા લાગ્યા : અહો! પહેલાં પાપકર્મ કરવા છતાં પછીથી પણ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૭ મહાશીલ રાજ માણસ જે જાગે છે, તે તેનું મુખ વાદળાંથી મુક્ત થયેલા ચંદ્રની માફક પ્રકાશે છે. માટે સી લકે મેડા મેડા પણ જાગીને ધર્મનું પાલન કરે.' મહાશીલ રાજા કાશીના રાજાને ત્યાં કુમાર જો. પારણામાંથી જ તેનાં લક્ષણ જોઈને સૌ કહેતું કે, કેઈ ભગત મહારાજ રાજાને ત્યાં ભૂલા પડ્યા છે ! ગુરુને ઘેર ભણીગણીને તે પાછો આવ્યા, ત્યારે પણ તેના બાહુબળ કે હથિયારબળ કરતાં તેના શીલબળ અને ગુણબળની ખ્યાતિ જ વધારે જામી હતી. તેનું નામ શીલકુમાર પાડવામાં આવ્યું. રાજાના મરણ પછી તે રાજગાદીએ આવ્યું, ત્યારે રાજકારભારમાં પણ તે અહિંસા, સત્ય વગેરે પાંચ શીલગુણો અનુસાર જ વર્તવા લાગ્યા. કશા નકામા મેજશેખ ન કરે પિતાને ભંડાર કદી ભરાવા ન દે આખો દિવસ કંઈ ને કંઈ રાજકાજમાં જ મંડ્યો રહે અને સૌ સાથે પ્રેમ અને ક્ષમાથી જ વર્તે. તેનું નામ હવે મહાશીલ પડયું. લેકે ચારે બાજુ વાત કરવા લાગ્યા કે, આ રાજાના રાજ્યમાં રહેવાશે કેમ કરીને? ચોર-ડાક કે ગુનેગારને પણ આ તે સજા કરવાને બદલે પૈસા આપી ધંધે લગાડવા ઈચ્છે છે! Page #49 -------------------------------------------------------------------------- ________________ વેર અને બદલા મહાશીલના બાપે આખા રાજ્યમાંથી એક હજાર મજબૂત તથા શૂરવીર માણસાને ચૂંટી કાઢી, ખવરાવી પિવરાવીને તથા જુદાં જુદાં હથિયારાની કરામતે શિખવાડીને તૈયાર કર્યાં હતા. રાજાના બેાલથી તેઓ ગાંડા હાથીની સામે પણ દાડી જાય, અથવા આકાશમાંથી પડતી વીજળીને પણ પકડવા ધસે, એવા તેઓ વફાદાર પણ હતા. આજુબાજુના રાજાઓનાં મેટાં મેટાં લશ્કરી સુધ્ધાં એ ‘ કાશીરાજના હજાર'ના નામથી થરથરી ઊઠતાં. મહાશીલે રાજા થતાં જ આ હજારે જણને ખેતી કરવા જમીન આપીને પેાતાની નેાકરીમાંથી છૂટા કર્યાં. ત્યારે સૌ વજીરા અને લૉકા આશા ખાઈ બેઠા, અને ગમે ત્યારે ફાવે તે દુશ્મના હવે કાશીદેશ ઉપર ચડાઈ કરશે, એમ માનવા લાગ્યા. : ' એ અરસામાં રાજાને એક વજીર રણવાસમાં ગુને કરતાં પકડાયા. રાજાએ તેને કહ્યું કે હું મૂરખ ! તેં ભારે અાગ્ય કામ ક્યું છે; તું હવે મારા રાજ્યમાં રહેવા ચાગ્ય નથી. તું તારી માલમિલક્ત તથા કુટુંબકબીલા લઈ જલદી મારા દેશની બહાર ચાહ્યા જા. ” પેલે વજીર કાશીદેશમાંથી નીકળી કાશલ દેશના રાજાની નાકરીમાં રહ્યો, અને ધીમે ધીમે તેને વિશ્વાસુ સલાહકાર બન્યા. એક દિવસ લાગ જોઈ તેણે કાશલરાજાને કહ્યું : “ મહારાજ, કાશીનું રાજ્ય મધમાખા વિનાના મધપૂડા જેવું છે. રાજામાં કંઈ માલ નથી, અને મૂઠીભર માણસાથી જ આખું રાજ્ય સહેજે જીતી લેવાશે ! ' ΟΥ Page #50 -------------------------------------------------------------------------- ________________ ક મહાશાલ રાજા રાજા તેની આવી વાત સાંભળી વિચારવા લાગે કે, કાશીના રાજ્ય સામે કઈ આંખ પણ ન કરી શકે એવું તેનું બળ કહેવાય છે, એટલે જરૂર આ માણસ જાસૂસ હો - જોઈએ અને મને લોભાવી મારું રાજ્ય બેવરાવવા ઇચ્છે છે! તેણે કહ્યું : “હરામી, તું આટલા માટે મારી પાસે ખાબાજીથી રહ્યો છે?' પેલાએ કહ્યું: “મહારાજ, હું જાસૂસ કે દેખાબાજ નથી; મારી વાત ઉપર વિશ્વાસ ન આવતું હોય, તે તમે તમારાં થોડાં માણસેને કાશીની સરહદને કઈ ગામમાં ધાડ પાડવા મેલો. તેઓને પકડીને રાજા પાસે લઈ જશે ત્યારે તે તેમને ઉપરથી પૈસા આપીને છૂટા કરશે !” કેશલ રાજાએ વિચાર્યું કે આ માણસ હિંમતપૂર્વક આવું કહે છે, તે લાવ, હું તેની ખાતરી કરી જોઉં. તેણે પિતાનાં શીખવેલાં માણસેને કાશીની સરહદમાં તોફાન કરવા મોકલ્યાં. તેમને પકડીને મહાશીલ રાજા પાસે લઈ ગયા, ત્યારે મહાશીલે તેમને પૂછયું, “ભલા. માણસો, તમે શા માટે લુંટફાટ કરી અને ગામડિયાઓને માર્યો?” પૈસા મટે!” તેઓએ જવાબ આપ્યો. પૈસા જ જોઈતા હતા, તે મારી પાસે કેમ ન આવ્યા? હવેથી આવું કામ ન કરશો.” આમ કહી, રાજાએ તેમને પૈસા આપી છોડી દીધા. Page #51 -------------------------------------------------------------------------- ________________ વેર અને અધ્યા તેઓએ પાછા આવી કૈાશલરાજને બધી વાત કહી. પણ આટલા ઉપરથી તેને કાશી ઉપર ચડાઈ કરવા જેટલે વિશ્વાસ ન બેઠા. તેણે બીજા થાડા માણસાને ખીજા એક ગામ ઉપર હુમલા કરવા સાકલ્યા. તેઓને પણ કાશીરા પૈસા આપીને તથા શિખામણ આપીને વિદાય કર્યાં. 10 ત્રીજી વાર પણ એમ જ બન્યું. કાસલરાજને ખાતરી થઈ કે, કાશીના રાજા નર્યાં મૂરખરાજ છે. તેણે મેટા લશ્કર સાથે કાશી દેશ ઉપર ચડાઈ કરી. કાશીના વજીરા અને સેનાપતિ મહાશીલને આ ખખર કહેવા આવ્યા. તેણે માત્ર એટલું જ કહ્યું કે, રાજગાદી માટે મારે કાઈની સાથે લડવું નથી કે કોઈને મારવા નથી. ભલે કાસલના રાજાનેં કાશીનું રાજ્ય પણ જોઈતું હેાય તેા લઈ લે ! કાસલરાજ ધીરે ધીરે સરહદ ઓળંગી મધ્ય દેશ સુધી આવી ગયે, ત્યારે સૌ ફરીથી મહાશીલને કહેવા ગયા. તેાય તેણે પહેલાં જેવા જ જવાબ આપ્યા. પછી તે। કાસલરાજ કાશીના દરવાજા પાસે આવી ગયા. વજીરા ત્રીજી વાર મહાશીલને કહેવા ગયા. પણ તેણે તેા દરવાજા ઉધાડી નાખવાના હુકમ આપ્યા ! કાસલરાજ દરવાજા ઉઘાડા જોઈ નગરમાં દાખલ થયા, અને છેક રાજદરબાર સુધી જઈ પહેાંચ્યા. મહાશીલ ત્યાં પેાતાના હજાર સાથીઓ સાથે રાજની જેમ કામ કરતા બેઠા હતા ! કાસલરાજે હુકમ કર્યો કે, આ બધાને Page #52 -------------------------------------------------------------------------- ________________ મહાશાલ સજા પ૧ પકડીને મશાનમાં લઈ જાઓ અને ખાડા ખોદી એકલું ડોકું બહાર રહે તેમ દાટી દે. રાત્રે શિયાળવાં આવી તેમની અંતિમ ક્રિયા કરશે! - રાજાને હુકમ થતાં મહાશીલ તથા તેને હજાર સાથીઓને રમશાને લઈ જઈ ગાળા સુધી દાટવામાં આવ્યા. આવે વખતે પણ મહાશીલના મનમાં કેસલરાજ કે તેનાં માણસે સામે કશો બૂરો ખ્યાલ આવે નહિ. કેસલરાજનાં માણસે બધાને ગળા સુધી દાટીને પાછાં ફર્યા. ત્યાર બાદ મહાશીલે પિતાના વફાદાર સાથીઓને કહ્યું: “ભાઈઓ, તમે શીલનો જ વિચાર કરજે. શીલ આચરતાં મરણ આવે તે પણ લાભ જ છે. શીલ ન આચરનાર પ્રત્યે કરૂણું ધારણ કરે તેના પ્રત્યે કૈધ અથવા દ્વેષ ન કરતા.' મધરાતે શિયાળવાં ભેગાં થઈ માણસના માંસની લાલચે દોડતાં ત્યાં આવી પહોંચ્યાં. મહાશીલે તથા તેના સાથીદારોએ એકસામટી મેટી બૂમ પાડી. તેથી ગભરાઈને તે બધાં એક વાર તે દૂર નાસી ગયાં. પણ પાછળ કેઈને આવતું ન જોઈ, તેઓ પાછાં આવ્યાં. પિલાઓએ ફરીથી બૂમ પાડી. આ વખતે પણ બમ સાંભળી શિયાળવાં નાસી ગયાં. પણ થિી વાર પછી પાછા ફર્યા. હવે તે સમજી ગયાં કે, દાટેલાં આ માણસે સિવાય બીજો કોઈ માણસ આજુબાજુ નથી. તેથી ત્રીજી વારની બૂમે તેઓ નાસી જવાને બદલે ઊભાં જ રહ્યાં. અને પછી કોઈ માણસને Page #53 -------------------------------------------------------------------------- ________________ પર વેર અને અદલા આવતું ન જોઈ, દરેક શિયાળ એક એક માણસને નક્કી કરી, તેની ઉપર તૂટી પડ્યું. બન્યું એવું કે, શિયાળાના રાજાએ પાતાના ભક્ષ તરીકે પસંદ કર્યો તે મહાશીલ જ હતાં. તે ડાકુ” લખાવી લહેરથી જેવા મહાશીલના ડાકા તરફ આવ્યા, તેવું જ મહાશીલે પેાતાનું ડાકું ઝડપથી બાજુએ ફેરવી લઈ, ચપળતાથી પેાતાના ખચકામાં તેનું ગળું પકડી લીધું. ભારે ખેંચાખેંચ કરવા છતાં શિયાળાના રાજા પેાતાનું ગળું છેાડાવી ન શકો, ત્યારે તેણે મરણ વખતની કારમી ચીસ નાખી. તે ચીસ સાંભળી આજુબાજુનાં શિયાળ સમજ્યાં કે, પાસે કાઈ માણસ છૂટા છે અને તેણે આપણા રાજાને પકડયો છે, તેથી તેણે મરણ વખતની કારમી ચીસ નાખી છે. એટલે બધાં જ જીવ લઈ ને ત્યાંથી નાસી ગયાં ! બીજાં શિયાળાને નાસી ગયેલાં જોઈ, તથા પેાતાના નાસી છૂટવાના કાઈ ઇલાજ ન જોઈ,શિયાળાના રાજા ગાંડા જેવા બની પગ ધસતા અને જમીન ખાતરતા આમ તેમ ઊચા-નીચા આડા-ટેડા અમળાવા લાગ્યા. તેથી મહાશીલના જમણા હાથ તરફની માટી ખસીને ઢીલી થઈ ગઈ. એમ થાડી વાર ચાલવા ઈ, છેવટે મહાશીલે પેાતાનું માં પહેાળું કરી શિયાળને જવા દ્વીધા. * પછી પાતાના અતિશય બળ વડે જમણા હાથને ઢીલી થયેલી માટીમાંથી બહાર કાઢી તેણે આસપાસની પૂરેલી માટી ઓછી કરવા માંડી. થાડી વારમાં બંને હાથ વાપરી તે ખાડામાંથી : Page #54 -------------------------------------------------------------------------- ________________ મહાશીલ રાજા ૫૩ છૂટા થયા. પછી તેણે પેાતાના ખીજા સાથીદારને એ પ્રમાણે છૂટા કર્યાં, અને એમ બધા ધીરે ધીરે છૂટા થયા. તે વખતે સવાર થઈ જવા આવ્યું હતું. આ તરફ કાસલરાજ મહાશીલના મહેલમાં રાતે સૂઈ ગયા હતા. તે વખતે મહેલમાં પણ નરી સાદાઈ તથા મહાશીલની જાતમહેનતનાં નિશાન જોઈને તેને વિચાર આવવા લાગ્યા. તેને રાજભંડારમાંથી તે! કશું જ મળ્યું ન હતું. પ્રજાનાં માણસા પાસે પણ જાતમહેનત કરવા માટેનાં એજારા અને સુખે જીવી શકાય તેટલી માલમત્તા જ હતાં. તે જ અરસામાં શિયાળાની નાબૂમ સ્મશાન તરફથી આવતી સાંભળી તેને ભારે પસ્તાવા થવા લાગ્યા. પણ હવે શું થાય ! હવે તા થૈડી વારમાં શિયાળવાં મહાશીલને તથા તેના ભલા સાથીદારોને ફાડી ખાશે ! આખી રાત આવા પસ્તાવાના વિચારોમાં આળોટવા પછી સવારે તે મહેલની અગાશીએ ચડયો, અને અણધારી રીતે જ મશાન તરફ જોવા લાગ્યા. ત્યારે તેણે મહાશીલ અને તેના હજાર સાથીદાર જેવા માણસેાને શાંતિથી સરધસ આકારે નગર તરફ આવતા જોયા. તરત તે એકલેા કશું સાથે લીધા વિના તે તરફ દાઢયો. તેના સેવા તેની પાછળ પાછળ દોડયા. દરવાજા પાસે આવતાં જ કૈાસલરાજ મહાશીલને અને તેના સાથીઓને ઓળખ્યા. તે મહાશીલને પ્રેમથી ભેટી પડચો, અને રાતે શિયાળાના પંજામાંથી તે શી રીતે જીવતા Page #55 -------------------------------------------------------------------------- ________________ વેર અને બદલે રહ્યો એ વાત પૂછવા લાગ્યા. મહાશીલે જ્યારે બધું કહી સંભળાવ્યું, ત્યારે આંસુ દદડતી આંખોએ તે મહાશીલને પ્રણામ કરીને બેલ્યો: “હે કાશીરાજ, આ તમારું રાજ્ય તમે પાછું લો! તમારા જેવા સંત પુરુષને મેં જે કાંઈ કર્યું છે, તેની મને ક્ષમા આપે. આજથી મને તમારો મિત્ર ગણજો.” ૧૦ ગ્રામસેવક મધ મગધ દેશને રાજા ભારે આરામી હતે. લેકિનાં સુખદુઃખની કશી વાત જાણવી કરવી નહિ, તેમની પાસેથી બને તેટલા કરવેરા ઉઘરાવવા, અને મહેલમાં બેસી મેજ કર્યા કરવી, એટલું જ એનું કામ! આપણામાં કહેવત છે, “જેવો રાજા, તેવી પ્રજા.” રાજાનું જોઈને તેની પ્રજા પણ તેવી થવા લાગી. લોકે ખાઈ-પીને બેસી રહેનારા જ થતા ગયા. આની અસર જણાયા વગર રહે? ગામના રસ્તા પર કચરાના ઢગ થવા લાગ્યા. જ્યાં ત્યાં ગંદવાડ, એઠવાડ અને કચરે ગંધાય; કૂવા-તળાવ કાદવ-કીચડથી ખદબદે અને ચરાચબૂતરા તે જાણે ભાગ્યાં-તૂટટ્યાં ખંડેર ! એ દેશમાં એક સુખી ઘેર એક છોકરાને જન્મ થે. તેનું નામ મઘ પાડવામાં આવ્યું. છોકરો નાનપણથી જ પિતા કરતાં બીજાની દરકાર પહેલી રાખો. રસ્તે Page #56 -------------------------------------------------------------------------- ________________ ગ્રામસેવક સંઘ જતાં કેઈને ઠેસ વાગે તેવું વચમાં પડેલું જુએ, તે બાજુએ કરે. ગાડાને કે બળદને અડચણ પડે તે ખાડે જુએ, તે પૂરી લે. ખેતરના રસ્તાની આજુબાજુનાં ઝાંખરાં બહુ નીચા નમ્યાં હોય, તે છાંટી નાખે. કૃ ઢળાતા પાણીને નીકે વડે વહેવડાવી દે. ચેતરાચબૂતરા વાળીઝૂડી સાફ કરે અને સમારે; તથા આવતા-જતા માટે ત્યાં પાણીનું માટલું પણ ભરી મૂકે. મધનાં આવાં કામ જોઈ ને ગામલેક હસે “ભારે મૂરખ છે! પારકાની સેવા કરવા નીકળે છે! થાકીને એની મેળે થોડા દહાડામાં ઠેકાણે આવશે.” પણ મા તે પિતાનું કામ કર્યા જ કરે તેને જોઈ ગામના કેટલાક જુવાનિયાઓ અવારનવાર તેની સાથે એ બધાં કામમાં જોડાવા લાગ્યા. ધીમે ધીમે એની ટાળી જામી અને તેમાં ત્રીસ જણ થયા. તે સૌ પિતાપિતાના ઘરનું કામ પણ સંભાળે, અને નવરાશનો વખત મઘની સેબતમાં ગ્રામ-સેવાનાં કામ કરવા જાય. મઘની આ ગ્રામસેવક ટુકડીની અસર આજુબાજુનાં ગામમાં પણ ફેલાવા લાગી. જ્યાં ત્યાં કે તેમને અનુસરવા લાગ્યા. મઘ અને તેના મિત્રો નીચેનાં પાંચ શીલને ધર્મ માની પાળતા : (૧) હિંસા ન કરવી, (૨) ચોરી ન કરવી, (૩) પરસ્ત્રી સામે કુદષ્ટિ ન કરવી, (૪) જૂઠું ન બોલવું, અને (૫) નશે ન કરવો. લેકેને તેમને આ સીધો સાદે ધર્મ ગમવા લાગ્યું. તેઓ પણ તેનું પાલન કરવા લાગ્યા. Page #57 -------------------------------------------------------------------------- ________________ વેર અને બદલે આ બધું જોઈને મધના ગામને મુખી ચકી ઊડ્યો. એ પ્રદેશને દારૂને ઇજારો તેની પાસે હતો. તેમાં તેને સારું મળતર હતું. વળી દારૂ પીને લોક તેફાન તથા મારામારી કરે, તેમાં પણ તેને પૈસા મારી ખાવાના મળે. લોકે દારૂ પીતા બંધ થવા લાગ્યા, એટલે તેની આ બધી આવક ઘટવા લાગી. મુખી આ કેમ સાંખી લે ? તે ભારે મોટું નજરાણું લઈને રાજધાની તરફ ઊપડ્યો. નજરાણાને પ્રતાપે તરત તેને રાજાની મુલાકાત મળી. તેણે અરજ કરી : “મહારાજ, મધ નામને એક તફાની જુવાનિયે પિતાની ટાળી જમાવી અમારા ગામને તથા આજુબાજુના પ્રદેશને ભારે રંજાડ કરે છે. સૌ ધંધારોજગાર બંધ પડી ગયા છે, અને રાજ્યને પણ મહેસૂલમાં ભારે ઘટ આવવા લાગી છે.” રાજાએ તરત હુકમ કાઢવ્યો કે, મઘ તથા તેની બળવાખોર ટોળીને પકડી લાવો. થોડા વખતમાં જ મને અને તેના મિત્રોને પકડીને રાજા આગળ રજૂ કરવામાં આવ્યા. રાજાએ તે સૌને પિતાના મહેલના આંગણામાં જ હાથીને પગે દેવાને હુકમ કર્યો. * મધે પિતાના સાથીઓને કહ્યું, “ભાઈએ, આપણે જીવન દરમિયાન આપણી ફરજ સમજીને ધર્મ પાળે છે તથા લોકસેવા કરી છે. દરેકને છેવટે મેત આવે જ છે; આપણને લોકસેવા કરતાં કરતાં મોત આવ્યું છે. માટે મખી, રાજા કે હાથી તરફ મનમાં કશે ગુસ્સે લાવવાને Page #58 -------------------------------------------------------------------------- ________________ ગ્રામસેવક સંઘ પહ ખલે બધા લૉકા ધર્મ સમજે અને આચરે, એવી શુભેચ્છા જ અંત સમયે મનમાં રાખજો. ' રાજાના માણસે હાથીને લઈ આવ્યા. મધ વગેરેને એક્સાથે આંગણામાં સુવાડવામાં આવ્યા. મહાવતે હાથીને તેમના ઉપર થઈને ચલાવવા હાંકવા માંડયો. હાથી તેમની નજીક સુધી ગયા, પણ પછી અટકીને ઊભા રહ્યો. મહાવતે આગળ ચલાવવા તેને ખૂબ અંકુશ માર્યાં; છતાં તે તા ત્યાંથી પાછા જ ફરી ગયા ! બીજો હાથી લાવવામાં આવ્યા, પણ તેણેય તેમ જ કર્યું. પછી ત્રીજો, ચોથા Page #59 -------------------------------------------------------------------------- ________________ વેર અને બદલે એમ એક પછી એક સાત હાથી અલ્યા છતાં એક હાથી તેમના ઉપર થઈ ને ચાલવા તૈયાર ન થયા ! આ વાત રાજાને પહેાંચાડવામાં આવી. રાજા તે જાણી નવાઈ પામ્યા. તેણે મધ વગેરેને પેાતાની પાસે બેાલાવ્યા. તેઓ હાથીને વશ કરવાને કંઈ જાદુમંતર જાણે છે કે શું એમ તેણે તેમને પૂછ્યું. મધે જવાબ આપ્યા : k મહારાજ, અમે બીજો શા જાદુમંતર જાણતા નથી; પરંતુ ધર્મ સમજીને પાંચ શીલ પાળીએ છીએ તથા સૌ પ્રાણીઓની અને તેટલી સેવા કરીએ છીએ. કદાચ અમારા એ સતથી હાથીએ પાછા ફર્યાં હેાય એમ બને. ” દરમિયાન, અઘના ગામના લોકેા રોકકળ કરતા ટાળે વળીને રાજા પાસે આવી પહોંચ્યા. રાજા તેના અમલમાં પહેલી વાર તે બધાને જાતે મળ્યેા. મધ વગેરેનાં સેવાકાર્યોની સાચી હકીકત તેમને માંએ તેણે સાંભળી. આવા નિરપરાધી લેાકાને પેાતે અજાણમાં મારી નંખાવવા તૈયાર થયા હતા એ જાણી, તેને બહુ લાગી આવ્યું. તેણે તરત પેલા મુખીને પકડી કેદમાં નંખાવ્યા; તેની બધી મિલકત જપ્ત કરાવી; તથા મધને ગામના તથા આજુબાજુના પ્રદેશના અધિકારી બનાવ્યેા. છેવટે રાજાએ મને કહ્યું : ભાઈ, તેં અને આ હાથીએ મને પણ મારી ફ્રજનું ભાન કરાવ્યું છે. હવેથી હું પણ રાજા તરીકેની મારી ફરજ ખરાખર ભુજાવીશ. તારું કલ્યાણ થાઓ. ’ 66 Page #60 -------------------------------------------------------------------------- ________________ દેવધર્મી કેણું કાશીના રાજાને ત્યાં ઘરડેધડપણે કુમારને જન્મ થયો. રાજાએ ખૂબ રાજી થઈ બહુ દાન દક્ષિણા આપ્યાં. અને નગરમાં ઉત્સવ કરાવ્યો. કુમારનું નામ મહીપાલ પાડવામાં આવ્યું. તે કુમાર હરતો ફરતે થે, ત્યારે રાજાને ત્યાં બીજા પુત્રને જન્મ થ. રાજાએ તેનું નામ ચંદ્રકુમાર પાડયું. બીજા પુત્રના જન્મ બાદ રાણી મરણ પામી. પિતાના બંને નાના કુમારે સારી રીતે ઊછરે એમ માની, રાજાએ ફરીથી લગ્ન કર્યું. નવી રાણું બહુ સુંદર હતી, તથા ચતુર હતી. થોડા વખતમાં તે રાજાની માનીતી બની ગઈ. બંને કુમારોને તે જતનથી ઉછેરતી. થોડે વખતે નવી રાણીને પણ કુમાર જન્મ્યો. તે કુમાર તેની મા જેવો દેખાવડે હતા, તથા સૌને ગમી, જાય તેવો હતે. રાજાએ બહુ રાજી થઈ, તે કુમાર માટે કિંઈ વરદાન માગવા રાણીને કહ્યું. રાણીએ કહ્યું, “મારે કશાની ખોટ નથી, માટે એ વરદાન હમણાં રાખી મૂકે. મને જરૂર પડશે ત્યારે હું કશુંક માગીશ.” રાજાએ તે કુમારનું નામ સૂર્યકુમાર પાડ્યું. સૂર્યકુમાર મેંટે થે, ત્યારે રાણીનું મન બદલાવા લાગ્યું. પિતાને પુત્ર નાનો હોવાથી તેને રાજગાદી નહીં Page #61 -------------------------------------------------------------------------- ________________ વેર અને બદલા ' મળે, એનું તેને ભારે દુ:ખ રહેવા લાગ્યું. તેણે એક વખત રાજાને કહ્યું : “ તમે મારા પુત્રના જન્મ વખતે વરદાન માગવા મને કહ્યું હતું. તે વરદાન હવે હું માગું છું : મારા પુત્રને રાજગાદી આપે. ઋ O '' રાજાએ કહ્યું : “ મારે બે મેાટા પુત્રા જીવતા છે; તેમનેા હક ડુબાવીને હું નાનાને રાજગાદી શી રીતે આપું ? મારી પ્રજા તથા પ્રધાનો પણ તે વસ્તુ શાનાં કબૂલ રાખે ? ” પરંતુ રાણીનું મન માન્યું નહિ. તે બહુ હઠે ભરાઈ. રાજા સમજી ગયા કે, તે હવે મારા બંને પુત્રોને મારી નખાવશે. તેથી તેણે તે બંનેને છાનામાના બેાલાવીને બધી વાત કહી; તથા દૂર કયાંક વનવગડામાં ગુપચુપ ચાલ્યા જવાની સલાહ આપી. પછી પાતે જ્યારે મરણ પામે, ત્યારે કાયદેસરના વારસદાર તરીકે રાજગાદી લેવા પાછા આવજો, એમ તેણે કહ્યું. ત્યાર બાદ એક દિવસ લાગ જોઈ, કાઈ ન જાણે તેમ, થોડાણા જરૂરી સામાન આપી, બંને કુમારાને રાજાએ નગર બહાર પહોંચાડી દીધા. ત્યાંથી તેઓ પાસેના વન તરફ આગળ જવા લાગ્યા. તે દિવસે નાના સૂર્યકુમાર નગર બહાર ભાઈબંધા સાથે ધાડા ખેલાવતા હતા. તેણે પેાતાના બંને ભાઈ એને છાનામાના વનમાં પેસી જતા જોયા. કાઈ ન જાણે તેમ તે પણ એકલા તેમની પાછળ ગયા, અને થાડે દૂર ગયા બાદ છતા થઈ તેમને પૂછવા લાગ્યા : “ કહેા, તમે બંને મને મૂકી છાનામાના કયાં જતા રહેા છે? ૬ Page #62 -------------------------------------------------------------------------- ________________ દેવીધર્મી કાણ બંને ભાઈઓએ તેને બધી વાત કહી સંભળાવી. તે સાંભળી, નાના કુમાર ખૂબ રડયો, અને પછી બંનેના હાથ પકડીને એક્લ્યા, “ હું પણ તમારી સાથે જ આવીશ; હું મારી માનું માં પણ જોવાને નથી. 31 ΟΥ બંને ભાઈઓએ તેને ખૂબ સમજાયે; પણ તેણે માન્યું નહીં. છેવટે ત્રણ જણ સાથે જ એકબીજાના હાથ ઝાલી આગળ ચાલ્યા. થાડા દિવસમાં તેએ હિમાલયમાં આવી પહેોંચ્યા. ત્યાં કાઈ સારા તથા રહેવા લાયક ગુપ્ત સ્થળની શેાધ કરતા તેઓ ફરવા લાગ્યા. K એક વખત ખાડા ટેકરા એળંગીને ચાલતાં ચાલતાં તે બહુ થાકી ગયા. મહીપાલ એક ઝાડ નીચે બેસી પડયો. તે જોઈ નાના સૂર્યકુમાર ચડે દૂર દેખાતા સરાવરમાંથી મેાટાભાઈ માટે પાણી ભરી લાવવા ગયે. તે સરાવર કુબેરે પેાતાના એક જળવાસી દેવને તેની કાઈ સેવા બદલ રહેવા માટે ભેટ આપેલું હતું. તેમાં પાણી પીવા જે કાઈ આવે, તેને ખાઈ જવાની તેને છૂટ હતી; પરંતુ “દેવધર્મી કાણુ કહેવાય” એ સવાલના સંતાષકારક જવાબ એ આપે, તેને મારવાની મના હતી. સૂર્યકુમાર તે સરૈાવરમાં કિનારે હાથપગ ધોઈ, પાણી ભરવા જરા અંદર પેઠા કે તરત પેલા જળવાસીએ તેને પકડયો. તેણે કુમારને કહ્યું : “દેવધર્મી કાણુ કહેવાય, એ જો તું મને ખરાખર કહે, તા જ હું તને જીવતે જવા ઉં; નહીં તે આજે રાતે હું તને મારીને વાળુ કરીશ. ’ Page #63 -------------------------------------------------------------------------- ________________ વેર અને બદલો સૂર્યકુમારે જવાબ આપેઃ “સૂર્ય અને ચંદ્ર દેવધર્મી કહેવાય.” “ના, રે ના,” એમ કહી, પેલે જળવાસી તેને સરેવરમાં ખેંચી જઈ પિતાના રહેઠાણમાં મૂકી આવે. થડા વખત બાદ સૂર્યકુમારની શોધમાં તેને પગલે પગલે ચંદ્રકુમાર ત્યાં આવ્યા. તે પણ સરોવરમાં હાથપગ જોઈ પાણી પીવા પડે કે તરત પેલા જળવાસીએ તેને પકડ્યો અને પૂછયું: “દેવધમી કેણ કહેવાય, એ તું જાણે છે? ચંદ્રકુમારે કહ્યું: “ચાર દિશાઓ દેવધર્મી કહેવાય.” તને પણ ખબર નથી,” એમ કહી પેલે જળવાસી તેને પિતાના રહેઠાણમાં ઊંડે ખેંચી ગયે. પિતાના બંને ભાઈઓને ગયે ઘણી વાર થઈ એમ જાણી, ચિંતા કરતો મહીપાલ તેમને પગલે પગલે સરોવર પાસે આવ્યો. ભાઈઓનાં પગલાં તેણે સરોવરના પાણી તરફ જતાં જયાં, પણ બહાર નીકળતાં જયાં નહીં. એટલે સરેવરમાં કશુંક જોખમ છે એમ માની, તે અંદર ઊતર્યો નહીં, પણ બહાર રહી તપાસ કરવા લાગે. તેને અંદર ન આવતે જોઈ, પેલા જળવાસીએ તેને સરેવરનું ઠંડું પાણી પી, હાથ-મે જોઈ, થાક ઉતારવા લલચાવે. આ સાંભળી મહીપાલ સમજી ગયો કે સરોવરમાંથી બેલતા આ જળવાસી દેવે જ પિતાના બંને ભાઈઓનું કંઈક કર્યું છે. તેણે તેને કહ્યું, “તું દેવ છે, યક્ષ હે, કે રાક્ષસ હેતને હું પ્રણામ કરું છું. મારા Page #64 -------------------------------------------------------------------------- ________________ દેવધર્મી કેણ ભાઈઓને તે શું કર્યું છે, તે તું મને કહે. તેમને કંઈ અપરાધ થયે હેય, તે હું તે દૂર કરી તારી ક્ષમા માગવા ચાહું છું.” પિલો જળવાસી મહીપાલની આ જાતની નમ્રતા તથા સમજદારીથી ખુશ થયે. તેણે જવાબ આપ્યો, કુબેરે આ સરોવર મને ભેટ આપ્યું છે. તેમાં પેસનાર પ્રાણીને ખાઈને જીવવાની મારી આજીવિકા પણ તેમણે જ બાંધી આપી છે. પરંતુ, “દેવધર્મી કેણ છે એ પ્રશ્નને જવાબ મને જે આપે, તેને ખાવાની મને મના છે. અત્યાર સુધી કોઈ મને તેને સંતોષકારક જવાબ આપી શક્યું નથી. તને એ પ્રશ્નનો જવાબ આવડે છે?” હા.” તે તું મને કહે. મને ઘણા દિવસથી તે સાંભળવાની ઈચ્છા છે.” “તે સાંભળઃ “પાપકર્મ કરતાં જેને શરમ અને સંતાપ થાય છે, અને સત્કર્મ કરવામાં જે હસી હોય છે, તેને સંતપુરુષે દેવધર્મી કહે છે.'' - પેલે જળવાસી દેવ આ સાંભળી ઘણો રાજી થે. તેણે મહીપાલને કહ્યું: “દેવધર્મી કેણ કહેવાય એ વસ્તુ તેં બરાબર કહી છે. માત્ર સ્થૂળ પ્રકાશવાળે દેવધર્મી ન કહેવાય, પણ સત્કર્મ કરનારે સાચે દેવધર્મી કહેવાય. હું ખુશી થઈ તને એક વરદાન આપું છું તારા બે ભાઈઓમાંથી ગમે તે એકને તું પાછો માગ; હું તેને જીવતે છેડીશ.” Page #65 -------------------------------------------------------------------------- ________________ વેર અને બદલે મહીપાલે કહ્યું: “મારા ઓરમાન ભાઈ સૂર્યકુમારને તું છોડ.” જળવાસીએ કહ્યું: “ભલા આદમી! હું તે તેને ભારે સમજદાર માનતા હતા; પણ તારું આચરણ તે મૂર્ખ જેવું જ છે ! તું તારા સગા ભાઈને મરવા રહેવા દઈ, તારા ઓરમાન ભાઈને શા માટે છોડાવે છે?” મહીપાલે જવાબ આપ્યો – “મારે એ ઓરમાન ના ભાઈ અમારા ઉપરના વહાલથી રાજમહેલનું સુખ છોડી, અમારી પાછળ જંગલમાં આવ્યા છે. વનવાસનાં કષ્ટોને ડર બતાવવા છતાં, તે પાછો ફર્યો નથી. વળી મારી સાવકી માને પણ તે એકને એક દીકરે છે. એટલે બંને માને એક એક દીકરે જીવતો રહે, એ જ ગ્ય કહેવાય.” શાબાશ! શાબાશ!” જળવાસીએ કહ્યું. દેવધર્મી કોણ છે એ તું મેટેથી કહી બતાવે છે એટલું જ નહીં, પણ આચરણમાં પણ તું સાચે દેવધર્મી છે. હું તારા બંને ભાઈઓને જીવતા છોડી દઉં છું. હવે તમે ત્રણે જણ આ રથળે જ રહેજો. હું તમારું રક્ષણ કરીશ. દેવધર્મો એવા તારી સેબતમાં રહેવાની મને ઇચ્છા છે. પછી તમે સૌ જ્યારે તમારા રાજ્યમાં પાછા જાઓ, ત્યારે ઠીક લાગે તે મને પણ સાથે લઈ જજો! ' Page #66 -------------------------------------------------------------------------- ________________ | | છે. 58 સમાજશિક્ષણને લગતાં બીજાં પુસ્તક 1. પ્રાચીન શીલકથાઓ -ગાપાળદાસ પટેલ 2. વેર અને અવિચાર 7. નીતિ અને ધર્મ - 5 . 4. શીલ અને સદાચાર - મુકુલભાઈ કલાથી 5. પચાસ પ્રેરક પ્રસંગે 6. બોધક ટીકડીઓ 7, સ્વરાજ એટલે શું - મગનભાઈ દેસાઈ (આપણા બંધારણમાંથી મૂળ હકો અને આદેશાવાળા ભાગ, સહેલી ભાષામાં) આપણા દેશમાં આપણું રાજ્ય (આપણા રાન્ચબંધારણને સરળ ભાષામાં પરિચય) [ બીજું પુસ્તકો માટે વિગતવાર યાદી માગ ] માસિસ્થાન નવજીવન કાર્યાલય અમદાવાદ - 14