________________
વેર અને બદલે વખતે વિચાર્યું કે, આ બિલાડી ત્રણ વખત મારા ઈડ ખાઈ ગઈ અને હવે મને પિતાને જ ખાય છે તે. હવે પછીને જન્મ હું તેને અને તેની સંતતિને ખાઉં એવું થજે.
પછીને જન્મ મરધી વાઘણ થઈ અને બિલાડી હરણ થઈ. હરણીએ ત્રણ વખત બચ્ચાને જન્મ આપે, પણ દરેક વખતે પેલી વાઘણ તે બચ્ચાંને ખાઈ ગઈ. પછી તે વાઘણે હરણીને જ પકડી. મરતી વખતે હરણીએ વિચાર્યું કે, આ વાધણ ત્રણ વખત મારાં બચ્ચાંને ખાઈ ગઈ, અને હવે મને જ ખાવા લાગી છે. તે હવે પછીને જન્મ હું તેને અને તેની સંતતિને ખાઉં એવું થજે.
પછીને જન્મ હરણ (એટલે કે નવી વહુ) શ્રાવરિત નગરીમાં એક શ્રીમંત ઘરમાં દીકરી તરીકે જન્મી. તેનું નામ ભદ્રા પાડવામાં આવ્યું. અને પેલી વાઘણ (એટલે કે જૂની વહુ) તે જ નગરીમાં તેવા જ સુખી ઘરમાં દીકરી તરીકે જન્મી. તેનું નામ ધન્યા પાડવામાં આવ્યું. નસીબજોગે તે બંનેનાં લગ્ન સુબાહુ નામના એક જ પતિ વેરે થયાં. ભદ્રા (એટલે કે નવી વહુ) આ વખતે પહેલી પરણી હતી. પરંતુ તેને સંતાન ન થવાથી તે પોતે જ ધન્યાને સમજાવીને શેક તરીકે ઘરમાં લાવી. ધન્યાએ થોડા મહિના બાદ પુત્રને જન્મ આપે. ભદ્રા તે પુત્રને જાતે જ બરાબર સાચવતી તથા ઉછેરતી. આજુબાજુનાં આડોશીપાડેશી ભદ્રાનાં ખૂબ વખાણ કરતાં. ધન્યા પણ ભદ્રાની મમતાથી ગળગળી થઈ જતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org