________________
વેર અને બદલે છે, અને મેં તેને જીવતદાન દીધું છે. માટે હવેથી કેઈએ તેને કાંઈ કરવાનું નથી.'
પછી દીવાવ તરફ ફરીને રાજાએ તેને પૂછ્યું, કુમાર, મરણકાળે તારા પિતાએ તેને જે લાંબું ન જોવાનું કે ટૂંકું ન જેવાનું વગેરે કહ્યું હતું, તેને અર્થ હવે તું મને કહી સંભળાવ.'
કુમારે કહ્યું, “ “લાંબું જોઈશ મા એટલે કે ચિરકાળ વેર લંબાવ્યા કરીશ મા. “ટૂંકું જોઈશ મા ” એટલે કે વાતવાતમાં મૈત્રી તેડીશ મા. “વેરે વેર નહિ શમે” એટલે કે મહારાજે મારાં માતાપિતાને મારી નાખ્યાં, માટે હું મહારાજને મારી નાખું તે મહારાજના પક્ષવાળાઓ પાછા મને મારી નાખે, અને મારા પક્ષવાળાએ તેમને મારી નાખે, એમ વેર લાંબું ચાલ્યા જ કરે, અને તેને કદાપિ અંત આવે નહિ. પરંતુ હવે આપણે પરરપર વેર તજવાનો નિશ્ચય કર્યો છે, એટલે અવેરથી આપણું વેર કાયમને માટે શમી ગયું. એ મારા પિતાએ કહેલાને અર્થ છે.”
તે સાંભળી, પ્રસન્ન થઈ રાજાએ દીધાવુ કુમારને પિતાની પુત્રી પરણાવી, તથા તેનું કેસલ દેશનું રાજ્ય તેને પાછું સેપ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org