________________
૭
મહાશીલ રાજ માણસ જે જાગે છે, તે તેનું મુખ વાદળાંથી મુક્ત થયેલા ચંદ્રની માફક પ્રકાશે છે. માટે સી લકે મેડા મેડા પણ જાગીને ધર્મનું પાલન કરે.'
મહાશીલ રાજા
કાશીના રાજાને ત્યાં કુમાર જો. પારણામાંથી જ તેનાં લક્ષણ જોઈને સૌ કહેતું કે, કેઈ ભગત મહારાજ રાજાને ત્યાં ભૂલા પડ્યા છે ! ગુરુને ઘેર ભણીગણીને તે પાછો આવ્યા, ત્યારે પણ તેના બાહુબળ કે હથિયારબળ કરતાં તેના શીલબળ અને ગુણબળની ખ્યાતિ જ વધારે જામી હતી. તેનું નામ શીલકુમાર પાડવામાં આવ્યું.
રાજાના મરણ પછી તે રાજગાદીએ આવ્યું, ત્યારે રાજકારભારમાં પણ તે અહિંસા, સત્ય વગેરે પાંચ શીલગુણો અનુસાર જ વર્તવા લાગ્યા. કશા નકામા મેજશેખ ન કરે પિતાને ભંડાર કદી ભરાવા ન દે આખો દિવસ કંઈ ને કંઈ રાજકાજમાં જ મંડ્યો રહે અને સૌ સાથે પ્રેમ અને ક્ષમાથી જ વર્તે. તેનું નામ હવે મહાશીલ પડયું.
લેકે ચારે બાજુ વાત કરવા લાગ્યા કે, આ રાજાના રાજ્યમાં રહેવાશે કેમ કરીને? ચોર-ડાક કે ગુનેગારને પણ આ તે સજા કરવાને બદલે પૈસા આપી ધંધે લગાડવા ઈચ્છે છે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org