SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ કડવી શિખામણ આગળ ચાલ્યા. ડેસીએ તે જોયું ખરું, પરંતુ દૂર દેશાવરને કોઈ છોકરો ગુરુને ઘેર ભણવા રહ્યો હશે, તેને મૂઠી તલા ખાવાનું મન થયું, તે ભલે ખાધા, એમ વિચારી તે કઈ બેલી નહિ. પરંતુ બીજે દિવસે પણ તેમ જ બન્યું. ડેસી તોપણ બોલી નહિ. પણ ત્રીજે દિવસેય બ્રહ્મકુમારે એ પ્રમાણે જ મૂઠી ભરી, ત્યારે ડેસી તડૂકી ઊઠી અને રસ્તામાં આવી બૂમાબૂમ કરવા લાગી. ગુરુએ પાછા ફરીને તેને પૂછ્યું, “અમ્મા, શું છે? ડેસીએ કહ્યું: “સ્વામી, તમારે નિશાળિયે મેં સુલ તલમાંથી આજ એક, કાલે બીજી અને ત્રીજ દિવસે ત્રીજી એમ મૂઠી ભરી ખાઈ લે છે એમ તે તે મારું ઘર જ ખાઈ નાખશે.' “અમ્મા, ફિકર ન કરશે; હું તલની કિંમત તમને અપાવીશ.” ડેસીએ કહ્યું : “મારે કિંમત નથી જોઈતી. પરંત આ છોકરે ફરી એવું ન કરે એવી શિખામણ તેને દેજો, એટલે બસ.' “લે ત્યારે, અમ્મા તમે નજરે જ જુઓ.એમ કહી, ગુરુએ કુમારના બે હાથ બે છોકરાઓ વડે પકડાવી, તેના બરડામાં વાંસની લાઠીના ત્રણ ફટકા લગાવી દીધા; તથા ફરીથી આવું ન કરવા કડક તાકીદ આપી. - કુમાર તે ગુરુ ઉપર ગુસ્સે થઈ જઈ, આંખ લાલચળ કરી, તેમના તરફ પગથી માથા સુધી વારંવાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005002
Book TitleVer ane Badalo
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1956
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy