________________
વેર અને બદલે આ બધું જોઈને મધના ગામને મુખી ચકી ઊડ્યો. એ પ્રદેશને દારૂને ઇજારો તેની પાસે હતો. તેમાં તેને સારું મળતર હતું. વળી દારૂ પીને લોક તેફાન તથા મારામારી કરે, તેમાં પણ તેને પૈસા મારી ખાવાના મળે. લોકે દારૂ પીતા બંધ થવા લાગ્યા, એટલે તેની આ બધી આવક ઘટવા લાગી.
મુખી આ કેમ સાંખી લે ? તે ભારે મોટું નજરાણું લઈને રાજધાની તરફ ઊપડ્યો. નજરાણાને પ્રતાપે તરત તેને રાજાની મુલાકાત મળી. તેણે અરજ કરી :
“મહારાજ, મધ નામને એક તફાની જુવાનિયે પિતાની ટાળી જમાવી અમારા ગામને તથા આજુબાજુના પ્રદેશને ભારે રંજાડ કરે છે. સૌ ધંધારોજગાર બંધ પડી ગયા છે, અને રાજ્યને પણ મહેસૂલમાં ભારે ઘટ આવવા લાગી છે.”
રાજાએ તરત હુકમ કાઢવ્યો કે, મઘ તથા તેની બળવાખોર ટોળીને પકડી લાવો.
થોડા વખતમાં જ મને અને તેના મિત્રોને પકડીને રાજા આગળ રજૂ કરવામાં આવ્યા. રાજાએ તે સૌને પિતાના મહેલના આંગણામાં જ હાથીને પગે દેવાને હુકમ કર્યો. * મધે પિતાના સાથીઓને કહ્યું, “ભાઈએ, આપણે જીવન દરમિયાન આપણી ફરજ સમજીને ધર્મ પાળે છે તથા લોકસેવા કરી છે. દરેકને છેવટે મેત આવે જ છે; આપણને લોકસેવા કરતાં કરતાં મોત આવ્યું છે. માટે મખી, રાજા કે હાથી તરફ મનમાં કશે ગુસ્સે લાવવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org