Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 41
________________ me વેર અને બદલા જોવા લાગ્યાં. ગુરુએ પણ તેના ગુસ્સા તથા તેની નજર જોઈ લીધાં. } કુમારે પછી ભણતરમાં મન પરાવી પેાતાના અભ્યાસ પૂરા કર્યાં. પરંતુ, ‘જ્યારે ત્યારે આના બદલા હું લઈશ અને ગુરુને મારી નંખાવીશ ત્યારે જંપીશ, ' એ જાતની ગાંઠ તેણે મનમાં વાળી રાખી. પછી ધેર જતી વેળા તેણે ગુરુને નમસ્કાર કર્યાં અને સ્નેહ બતાવતા હેાય તેમ આગ્રહ કરીને કહ્યું કે, ‘ હું કાશીના રાજા થઈશ, ત્યારે આપને તેડું મેાલીશ; આપ જરૂર એક વાર મારે ત્યાં પધારજો. કુમારને વિદ્યાભ્યાસ પૂરો કરી પાછે આવેલે જોઈ, તેના પિતા ધણા રાજી થયા. પછી તે કેવું રાજ્ય કરે છે તે જોવા સારુ, પેાતાના જીવતાં જ તેણે કુમારને ગાઢીએ બેસાડ્યો, કુમાર એ પ્રમાણે રાજસત્તા ભાગવતા થયા, ત્યારે તેણે પાતાના ગુરુ ઉપરનું વેર યાદ લાવી, તેમને મારી નંખાવવા માટે પેાતાની રાજધાનીમાં આવવા તેડું મેલ્યું. ગુરુએ વિચાર્યું કે, આની હજી ચડતી જુવાની છે; એટલે આ ઉંમરે તેને સમજણ નહિ પાડી શકાય. એમ માની, જ્યારે બ્રહ્મકુમાર મધ્યમ વયના થયા ત્યારે જ, ‘હવે તેને સમજણ આપી શકાશે ’ એમ માની, ગુરુ કાશીમાં આવ્યા. મહેલને દરવાજે ઊભા રહી તેમણે રાજાને કહેવરાવ્યું કે, તક્ષશિલાથી તમારા આચાર્ય આવ્યા છે. રાજાએ ખુશ થઈ તેમને પેાતાની પાસે બેાલાવ્યા. ત્યાર બાદ તેમને પેાતાની પાસે આવેલા જોઈ, ગુસ્સે થઈ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66