________________
તકારને છેડે આ સાંભળી તરત પેલે જુવાન ભિક્ષ ઊભો થઈ હાથ જોડી બેલી ઊડ્યો: “ભગવાન ! આ સવાલને આપ જ બરાબર સમજી શક્યા. મારા આ ઉપાધ્યાય કે આ ઉપાસિકા એ સવાલ સમજી જ ન શક્યાં.”
પછી ભગવાને તેને પણ સંભળાવતાં કહ્યું: “માથું મૂંડાવી, બધું છોડી, નિર્વાણ માટે અગ્રેસર થનાર ભિક્ષુએ પણ ગમે ત્યાં દષ્ટિ કરી, અસંયમીપણે ફાવે તેમ હત્યા કરવું એ પણ હીનતા છે; અને હીનતા કે પ્રમાદ ભિક્ષુએ કદી ન સેવવાં જોઈએ.”
આ સાંભળી પેલા જુવાન ભિક્ષુને પિતાની ભૂલ પણ સમજાઈ. તેણે કબૂલ કર્યું કે, “પેલી છોકરી તરફ નજર કરી, તેને હસતી જોઈ હું હસવા લાગે ન હેત, તે મારે તેની ગાળ સાંભળવી ન પડત. મેં મારા ભિક્ષધર્મને ન સંભા, એટલે તે એવા શબ્દો બેલી. પરંતુ તે શબ્દ બોલવા તેને માટે એગ્ય હતા કે નહિ તેની તકરાર માંડવાને બદલે, હું મારી ભૂલ સમજીને જ શાંત બેસી રહ્યો હેત, તે મને વધુ છાજત.”
સાથે ઊભેલા સીએ તેની આ સમજને વખાણી. પછી ભગવાન ભિક્ષુઓ સાથે પોતાના ઉતારા તરફ વિદાય થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org