Book Title: Ver ane Badalo
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ ન શમે વેર વેરથી” પિતાનાં માતાપિતાને સિપાહીઓ વધ કરવા લઈ જાય છે. તે તરત તેમની નજીક આવ્યું. તેને દૂરથી આવતે જઈને દીધીતિ રાજાએ મોટેથી બૂમ પાડીને કહ્યું, “બાપુ, તું લાંબું જોઈશ નહિ, ટૂંકુંય જોઈશ નહિ. વેરથી વેર નહિ શમે, અવેરથી જ વેર શમશે.” થોડે થોડે અંતરે દિધીતિ ઉપર પ્રમાણે ત્રણ વાર બે દીધાવુએ બાપના આ બેલ સાંભળ્યા, અને હૃદયમાં સંઘરી રાખ્યા. રાજા-રાણીને આખા નગરમાં ફેરવ્યા બાદ સિપાહીઓ તેમને દક્ષિણને દરવાજેથી નગર બહાર લઈ ગયા. ત્યાં તેમના ચાર ચાર ટુકડા કરી, તે ટુકડા તેમણે ચાર દિશામાં ફેંકી દીધા, તથા કેઈ તે ઉપાડી ન જાય તે માટે ત્યાં રોકીપહેરે મૂક્યો. પરંતુ ચયિતેને ભુલાવીને, દીધાવુએ પિતાના માતાપિતાના શબને ટુકડા ભેગા કર્યા, અને ચિતા સળગાવી તેમને અગ્નિસરકાર કર્યો. ત્યાર બાદ ચિતાની આસપાસ, ડેલે હાથે તે ત્રણ પ્રદક્ષિણા ફર્યો. એટલું કરી દીઘાવુ જંગલમાં ચાલ્યા ગયે. ત્યાં જઈને તે છૂટે એ ખૂબ રે. પછી આંસુ લૂછી, મનમાં કાંઈક પંતરે રચી, તે વારાણસીમાં પાછો આવે, અને બ્રહ્મદત્ત રાજાના મહેલને પડખે હાથીખાનું હતું, ત્યાં ગયે. ત્યાંના મહાવતને વીનવી તથા ખુશ કરીને તે તેની પાસે હરતીવિદ્યા શીખવા રહ્યો. એક દિવસ બ્રાહ્મમુહુર્ત વહેલો ઊઠીને દીધાવુ હાથીખાનામાં મધુર સ્વરે વીણા સાથે ગાવા લાગે. એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66