Book Title: Vandaniya Sangharsh Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 5
________________ મહારાજ સાહેબ, જે વાતાવરણમાં હું અત્યારે જીવી રહ્યો છું એ વાતાવરણમાં એક જ ચીજની બોલબાલા છે, સંપત્તિની. જો એ તમારી પાસે વિપુલ માત્રામાં છે તો તમે શ્રીમંત તો છો જ; પરંતુ ગમે તેટલાદુર્ગુણો લઈને બેઠા હો તોય તમે સજ્જન પણ છો. તમે આગેવાન તો છો જ પરંતુ તમે આદરણીય પણ છો. મન મારું એમ કહે છે કે સમાજમાં જો વટથી રહેવું હોય તો એક વાર ચિક્કાર પૈસા બનાવી જ લેવા જોઈએ. આપ આ અંગે શું કહો છો? વંદન, પત્રમાં તે ભલે લખ્યું નથી પણ એ હકીકત છે કે મનના તારા આ અવાજની સાથે તારું અંતઃકરણ સંમત તો નથી જ. જો એ પણ સંમત હોત તો તે આ બાબતમાં મારો અભિપ્રાય જાણવાની જિજ્ઞાસા વ્યક્ત ન કરી હોત. અને એ હકીકત જ છે કે મનને ભલે સંપત્તિનું આકર્ષણ છે; પરંતુ અંતઃકરણ તો સંતોષનું જ પક્ષપાતી છે. કારણ?Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 102