Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
હવે સર્વસંસારી જીને આયુષ્યનું અનિત્યપણું દેખાડે છે
डहरा बुढ्ढा य पासह, गप्भत्थावि चयंति माणवा । सेणे जह वट्टयं हरे; एव-माउख्खयंमि तुट्टइ. ॥ ७४ ॥
હે આત્મન્ ! ગર્ભમાં રહેલા, બાળક અને વૃદ્ધ પુરૂષો પણ નાશ પામે છે, તેને તું જે. વળી શીંચાણે પક્ષી જેમ તેતર પક્ષીને મારે છે, તેમ આયુષ્ય પણ ક્ષય થએ છતે લૂટે છે. એટલે ક્ષણે ક્ષણે આયુષ્ય નાશ પામે છે.
આર્યાવૃત્ત तिहुयण जणं मरंतं, दळूण नयंति जे न अप्पाणं; विरमंति न पावाओ, धीधी धिकृत्तणं ताणं. ७५
જે પુરૂષ ત્રણ ભુવનના મનુષ્યને મરણ પામતા દેખીને પિતાના આત્માને ધર્મમાં નથી જડતા અને પાપ થકી નથી વિરામ પામતા, તેમના ધિષ્ઠાપણાને (નિર્લજપણને) ધિકાર થાઓ! ધિક્કાર થાઓ ! (૭૫)
मा मा जंपह बहुयं, जे बद्धा चिक्कणेहि कम्मेहि; सव्वेसिं तेसिं जायइ, हियोवएसो महादोसो. ७६
અયોગ્ય શિષ્યને કૃપાથી ઉપદેશ કરતા જોઈ યોગ્ય શિષ્ય ગુરૂને કહે છે કે, હે ગુરૂ! જે પુરૂષ ચીકણા કર્મો કરીને બંધાએલા છે, તે પુરૂષને ઘણે ઉપદેશ ન કરે! ન કરે !! કારણ કે, તે સર્વ અગ્ય શિષ્યને હિતેપદેશ પણ મહા દેલવાળો અથવા મહા શ્રેષવાળો થાય છે. (૭૬)
कुणसि ममत्तं धण सय-ण विहव पमुहेसु ऽणंत दुख्खेसु, सिढिलेसि आयरं पुण, अणंत सुख्खंमि मुख्खंमि. ७७