Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૧૧૨
नष्टे वस्त्रे यथात्मानं, न नष्टं मन्यते तथा ॥ नष्टे स्वदेहेऽप्यात्मानं, न नष्टं मन्यते बुधः ॥६५॥
જ્ઞાની પુરૂષ જેમ વસ્ત્ર ફાટી જવાથી પિતાને નાશ. પામેલો જાણતા નથી તેમ દેહ નાશ પામ્યા છતાં આત્માને નાશ પામેલે માનતો નથી. ૬૫
रक्ते वस्त्रे यथात्मानं, न रक्तं मन्यते तथा ॥ रक्ते स्वदेहेऽप्यात्मानं, न रक्तं मन्यते बुधः ॥६६॥
જ્ઞાની પુરૂષ જેમ વસ્ત્ર રક્ત છતાં પોતાને રક્ત માનતા નથી તેમ પિતાને દેહ રક્ત છતાં આત્માને રક્ત માનતા નથી.
यस्य सस्पंदमाभाति, निस्पंदेन सम जगत् ॥ अप्रज्ञमक्रियाभोगं, स कामं याति नेतरः ॥६७॥
જેને ચંચલ એવું આ જગત્ જડ, તેમજ પદાર્થનું જ્ઞાન અને સુખાદિકનો અનુભવ ન હોવાને લીધે કાષ્ટ અને પાષાણ તુલ્ય જણાય છે, તે શાંતિને પામે છે. બીજે પામતે નથી. ૬૭
शरीरकंचुकेनात्मा, संतृतज्ञानविग्रहः ॥ नात्मानं बुध्यते, तस्माद्भ्रमत्यतिचिरं भवे ॥६८॥
શરીર રૂપ કંચવાથી ઢંકાઈ ગયા છે જ્ઞાનરૂપ દેહ, જેને એ બહિરાત્મા પિતાને જાણી શકતું નથી, તેથી તે સંસારમાં બહુ કાલથી ભટકે છે.
प्रविशद्लता व्युहे, देहेऽणूनां समाकृतौ ॥ स्थितिभ्रांत्या प्रपचते, तमात्मानमबुद्धयः ॥६९॥