Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta

View full book text
Previous | Next

Page 263
________________ ૧૦૮ શ્રી પર્યન્તારાધના. કરવી જોઈએ; અને સારાં કામેની અનુમોદના કરવી જોઈએ, અનશન કરવું જોઈએ, અને પંચ પરમેષ્ટિને નમસ્કાર કરવા જોઈએ. ૩ જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં, તપમાં, વીર્યમાં, એ રીતે પંચવિધ આચારમાં લાગેલા અતિચારે આવવા જોઈએ. ૪ સામર્થ્ય છતાં પણ જ્ઞાનીઓના વસ્ત્ર અન્ન વિગેરે ન આપ્યું હોય અથવા તેમની અવજ્ઞા કરી હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૫ પાસ પ્રકારના જ્ઞાનની નિંદા કરી હોય અથવા ઉપહાસ (મશ્કરી) કર્યો હોય અથવા ઉપઘાત હોય તે મારું દુષ્કત મિથ્યા થાઓ. ૬ જ્ઞાનેપકરણે પાટી, પોથી વિગેરેની જે કઈ આશાતના થઈ હોય તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૭ નિ:શંકા વિગેરે આઠ પ્રકારના ગુણસહિત જે સમ્યકત્વ રૂડે પ્રકારે મેં પાળ્યું ન હોય તે મારું દુષ્કત મિથ્યા થાઓ. ૮ | જિનેશ્વરની યા જિનપ્રતિમાની ભાવથી પૂજા કરી ન હોય તે મારું દુષ્કત મિથ્યા થાઓ. ૯ દેવદ્રવ્યને મેં જે વિનાશ કર્યો હોય અથવા બીજાને નાશ કરતા જોઈ ઉપેક્ષા કરી હોય તો તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૦ જિતેંદ્રમંદિર વિગેરેમાં આશાતના કરનારને પોતાની શક્તિ છતાં ન નિષેધ્ય હોય તો તે મારું દુષ્કત મિથ્યા થાઓ. ૧૧ પાંચ સમિતિ સહિત અથવા ત્રિગુપ્તિ સહિત નિરંતર ચારિત્ર ન પાળ્યું, હોય તો તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૨ જ થાશે. નાશ કરતા અને

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272