Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta

View full book text
Previous | Next

Page 266
________________ શ્રી પર્યન્તારાધના. તપરૂપી મુદગરથી જેમણે ભારે કર્મ રૂપી બેડીઓ તોડી નાંખી મેક્ષસુખ મેળવ્યું છે તે સિદ્ધોનું મને શરણ હોજો. ૩૧ ધ્યાનરૂપી અગ્નિના સંગથી સકળ કમરૂપ મળ જેમણે બાળી નાંખે છે અને જેમને આત્મા સુવર્ણમય નિર્મળ થયે છે તે સિદ્ધોનું મને શરણ હોજો. ૩૨ જમને જન્મ નથી, જરા નથી, મરણ નથી તેમજ ચિતને ઉદ્વેગ નથી, કોધાદિ કષાય નથી તે સિદ્ધોનું મને શરણ હો. ૩૩ બેતાલીસ દોષરહિત ગોચરી કરીને જે અન્નપાણું (આહાર) લે છે તે મુનિએનું મને શરણ હોજો. ૩૪ પાંચ ઈદ્રિયોને વશ રાખવામાં તત્પર, કામદેવના અભિમાનને પ્રચાર જીતનારા, બ્રહ્મચર્યને ધારણ કરનારા મુનિએનું મને શરણ હો. ૩૫ જે પાંચ સમિતિઓ સહિત છે, પાંચ મહાવ્રતનો ભાર વહન કરવાને જે વૃષભ સમાન છે, અને જે પંચમ ગતિ (મોક્ષ)ના અનુરાગી છે તે મુનિઓનું મને શરણ હો. ૩૬ જેમણે સકળ સંગને ત્યાગ કર્યો છે, જેમને મણિ અને તૃણ, મિત્ર અને શત્રુ સમાન છે, જે ધીર છે અને મોક્ષમાર્ગને સાધવાવાળા છે તે મુનિએનું મને શરણ હો. ૩૭ કેવળજ્ઞાનને લીધે દિવાકર સરખા તીર્થકરેએ પ્રરૂપેલા અને જગતના સર્વ જીવોને હિતકારી એવા ધર્મનું મને શરણ હોજો. ૩૮ કરડે કલ્યાણને ઉત્પન્ન કરનારી અને અનર્થ રચનાને નાશ કરનારી જીવદયાનું જેમાં વર્ણન થાય છે એવા ધર્મનું મને શરણ હોજો. ૩૯

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272