Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૧૧૬ દહથી જૂદ કરીને આત્માને આત્માને વિષે તેવી રીતે ભાવ કે, જેથી તે ફરીથી સ્વપ્નામાં દેહને આત્મરૂપન માને.
अपुण्यमव्रतैः पुण्यं, व्रतैर्मोक्षस्तयोर्व्ययः॥ - अवतानीव मोक्षार्थों, व्रतान्यपि ततस्त्यजेत् ॥८॥
હિંસાદિક વિકલ્પથી પાપ અને અહિંસાદિક વિકલ્પથી પુણ્ય થાય છે. તથા તે બંનેને ત્યાગ કરવાથી મોક્ષ થાય છે, તે મેક્ષના અથીયે હિંસાદિકની પેઠે પુણ્યાદિકને ત્યજી દેવા. ૮૩
अव्रतानि परित्यज्य, व्रतेषु परिनिष्टितः ॥ त्यजेत्तान्यपि संप्राप्य, परमं पदमात्मनः ॥८४॥
પ્રથમ હિંસાદિ અત્રને ત્યજી દઈ પુણ્યાદિ વ્રતને વિષે સાવધાન થાય અને પછી આત્માના પરમ પદને પામીને અર્થાત્ વીતરાગપણું પામીને તે પુણ્યાદિ વ્રતને પણ ત્યજી દે.
यदन्तरर्जल्पसंपृक्तमुत्प्रेक्षाजालमात्मनः ॥ मूलं दुःखस्य तन्नाशे, शिष्टमिष्टं परं पदम् ॥८५॥
જે અંતર વચનના વ્યાપારે સહિત એવી ચિંતારૂપ જાળ તેજ આત્માને દુઃખનું મૂલ છે. માટે તે જાળને નાશ થયે ઈષ્ટ એવું પરમપદ પ્રાપ્ત થાય છે.
अवती व्रतमादाय, व्रती ज्ञानपरायणः ॥ परात्मज्ञानसंपन्नः, स्वयमेव परो भवेत् ॥८६॥
હિંસાદિ કરવાવાલે અવતી હિંસા ન કરવારૂપ વ્રત લઈ અને પછી તે વ્રત લેનારો વતી જ્ઞાનમાં તત્પર એ થાય છે. પછી તે ઉત્કૃષ્ટ એવા આત્મજ્ઞાનમાં લીન થઈને પોતે જ પરમાત્મા રૂપ થાય છે.