Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
(ગૌતમસ્વામી પ્રત્યે શ્રી વીર ભગવાન કહે છે કે:-) સુખશીલિયા અર્થાત્ સુખને વિષે સ્થાપન કર્યો છે આત્મા જેણે એવા અને સ્વછંદચારી અર્થાત્ સ્વેચ્છા મુજબ વર્તવાવાલા તથા શિવમાર્ગ જે મોક્ષમાર્ગ તેના વૈરી તેમજ જિનાજ્ઞા થકી ભ્રષ્ટ એવા ઘણું લેકો હેય, તે પણ તેને સંઘ એમ ન કહીશ. (૩૬) __ केवा संघने संघ कहेवो ?:-एगो साहू एगा, य साहुणी सावओवि सढी वा ॥ आणाजुत्तो संघो, सेसो पुण अट्ठीસંથાગ રૂ૭ II
એક સાધુ, એક સાધવી, એક શ્રાવક અને એક શ્રાવિકા (આ ચાર ભેદે કરીને સંઘ કહેવાય છે.) તેમાં બે જિનાજ્ઞાએ કરીને યુક્ત હોય, તેને સંઘ કહે. બાકીનાને હાડકાને સંઘ-સમૂહ કહે. (૩૭) ___ संघन लक्षणः-निम्मलनाणपहाणो, दंसणजुत्तो चरित्त गुणवंतो ॥ तित्थयराण य पुज्जो, वुच्चइ एयारिसो संघो॥३८॥
નિર્મલ જ્ઞાનની છે પ્રધાનતા જેને વિષે અર્થાત્ નિર્મલ જ્ઞાનવાન, દર્શન જે સમ્યકત્વ તેણે કરીને યુક્ત અને ચારિત્રના ગુણે કરીને અલંકૃત એ જે સંઘ છે, તે તીર્થકર ભગવતને પણ પૂજ્ય છે તેથી એવા ગુણવાનને સંઘ કહીએ. (૩૮) ___जिनाज्ञानुं मुख्यपणु:-जह तुसखंडण, मयमंडणाइ रुग्णाइ मुन्नरन्नंमि ॥ विहलाई तह जाणसु, आणारहियं अणुठाणं + ૨૧