Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૧૦૬
શરીરાદિકમાં આત્મા એવા વિક્રમથી થયેલું દુઃખ આત્મજ્ઞાનથી નાશ પામે છે. વલી આત્મસ્વરૂપમાં અસાવધાન. એવા પુરૂષો ઉત્કૃષ્ટ એવું તપ કરીને પણ મેક્ષ પામતા. નથી. કે ૪૧ છે
शुभं शरीरं दिव्यांश्च, विषयानभिवांछति ॥ उत्पन्नात्ममतिदेहे, तत्त्वज्ञानी ततश्युतिम् ॥४२॥
શરીરને વિષે ઉન્ન થયેલી આત્મ બુદ્ધિવાલે અર્થાત અહિરાત્મા પુરૂષ શુભ એવા શરીરને અને દિવ્ય એવા વિષએને ઈચ્છે છે. તથા તત્વજ્ઞાની પુરૂષ શરીરની નિવૃત્તિને ઈરછે છે.
परत्राहमतिः स्वस्माच्च्युतो, बध्नात्यसंशयम् ॥ स्वस्मिन्नमतिच्च्युत्वा, परस्मान्मुच्यते बुधः ॥४३॥
શરીરને વિષે આત્મબુદ્ધિવાલે બહિરાત્મા આત્મ સ્વરૂપથી ભ્રષ્ટ થઈને ખરેખર બંધન પામે છે અને આત્મસ્વરૂપને વિષે આત્મબુદ્ધિવાલે અંતરાત્મ શરીરાદિકથી જૂદ થઈને. મુક્તિ પામે છે. ૫ ૪૩ છે
दृश्यमानमिदं मूढस्त्रिलिंगमवबुध्यते ॥ इदंमित्यवबुद्धस्तु, निष्पन्नं शब्दवर्जितम् ॥४४॥
બહિરાત્મા આ દેખાતા પુરૂષ, સ્ત્રી અને નપુંસક રૂપ ત્રણ લિંગને ત્રિલિંગરૂપ માને છે અને અંતરાત્મા અનાદિસિદ્ધ અને વિકલ્પાદિકે વર્જિત એવા આત્મતત્વને જ માને છે. ૪૪
जानन्नप्यात्मनस्तत्त्वं, विविक्तं भावयन्नपि ॥ पूर्वविभ्रमसंस्काराद्धांति भूयोऽपि गच्छति ॥४५॥