Book Title: Updeshmala Ppart 02 Author(s): Hemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay Publisher: Arihant Aradhak Trust View full book textPage 8
________________ માલા (પુષ્પમાલા) ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ઇર્યાસમિતિ-૩૮૧ ' વિશેષાર્થ- સમિતિ- સમિતિ શબ્દમાં સન્ અને તિ એમ બે શબ્દો છે. સમ્ એટલે સર્વજ્ઞના પ્રવચનના અનુસાર રતિ એટલે આત્માની ચેષ્ટા(પ્રવૃત્તિ). સર્વજ્ઞ-પ્રવચનાનુસાર આત્માની પ્રવૃત્તિ તે સમિતિ. સમિતિ એ શાસ્ત્રીય સંજ્ઞા છે. ઇર્યાસમિતિ- ઇર્યા એટલે ગમનાગમનની ચેષ્ટા. ગમનાગમનની ચેષ્ટા સંબંધી સમિતિ તે ઇર્યાસમિતિ. ભાષા સંબંધી સમિતિ તે ભાષાસમિતિ. એષણા સંબંધી સમિતિ તે એષણાસમિતિ. આદાનનિક્ષેપણાસમિતિ- આદાન એટલે પીઠ-ફલક આદિનું ગ્રહણ કરવું. નિક્ષેપણ એટલે પીઠ-ફલક આદિનું મૂકવું. આદાન-નિક્ષેપણ સંબંધી સમિતિ તે આદાન-નિક્ષેપણાસમિતિ. પરિષ્ઠાપનસંબંધી સમિતિ તે પરિષ્ઠાપનિકા સમિતિ. ગુપ્તિ- ગમનાગમન આદિ ચેષ્ટાઓમાં રક્ષણ કરવું, અર્થાત્ યોગોનો સમ્ય નિગ્રહ કરવો તે ગુપ્તિ. મનસંબંધી ગુપ્તિ તે મનોગુપ્તિ. વચનસંબંધી ગુપ્તિ તે વચનગુપ્તિ. કાયાસંબંધી ગુપ્તિ તે કાયગુપ્તિ. [૧૭૦] તેમાં ઇર્યાસમિતિને કહે છે– आलंबणे य काले, मग्गे जयणाएँ चउहिं ठाणेहिं । परिसुद्धं रियमाणो, इरियासमिओ हवइ साहू ॥ १७१॥ આલંબનથી, કાલથી, માર્ગથી અને યતનાથી આ ચાર સ્થાનોથી પરિશુદ્ધ ચાલતો સાધુ ઇર્યાસમિતિમાન થાય છે. [૧૭૧] આલંબન વગેરેનું જ વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છેनाणाई आलंबण, कालो दिवसो य उप्पहविमुक्को । मग्गो जयणा य तहा, दव्वाइ चउव्विहा इणमो ॥ १७२॥ આલંબન જ્ઞાનાદિ છે, કાળ દિવસ છે, માર્ગ ઉન્માર્ગથી રહિત છે, યતના દ્રવ્યાદિ ચાર પ્રકારની આ (=હવે કહેવાશે તે) છે. વિશેષાર્થ- આલંબન– જેનું આલંબન લઇને સાધુઓને જવાની અનુજ્ઞા અપાય છે તે આલંબન. તે આલંબન જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ છે. ભાવાર્થ આ છે– પાઠ કરવાની (=ભણવાની) ઇચ્છા વગેરેના કારણે જ્ઞાનપ્રયોજનથી, દર્શનમાં સ્થિર કરવાની ઇચ્છા વગેરેના કારણે દર્શનાપ્રયોજનથી, ચારિત્રમાં મદદ કરનાર અશન-પાન લેવાની ઇચ્છા વગેરેના જ કારણે ચારિત્રપ્રયોજનથી, સાધુએ પોતાના ઉપાશ્રયથી બહાર નીકળવું જોઇએ. રાજાદિનું નિરીક્ષણ આદિ માટે કે નિરર્થક ઉપાશ્રયમાંથી બહાર ન નીકળવું જોઇએ. કાળથી દિવસે જવું-આવવું જોઇએ, રાત્રે નહિ. રાત્રે ચક્ષુથી જીવો વગેરે ન જોઈ શકાય ઇત્યાદિ કારણોથી અતિશય પુષ્ટ આલંબન વિના રાતે જવાનો નિષેધ કર્યો છે. તથા સાધુએ જે માર્ગે જવું હોય તે માર્ગ ઉન્માર્ગ ન હોવો જોઈએ. કારણ કે ઉન્માર્ગથી જવામાં આત્મવિરાધના વગેરે દોષોનો પ્રસંગ આવે. [૧૭૨]Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 354