Book Title: Updeshmala Ppart 02 Author(s): Hemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay Publisher: Arihant Aradhak Trust View full book textPage 6
________________ શ્રી ધરણેન્દ્ર-પદ્માવતી સંપૂજિતાય ૐ હ્રીં શ્રીં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હીરસૂરીશ્વરેભ્યો નમઃ | || શું નમ: | मलधारीयश्रीहेमचन्द्रसूरीश्वरसूत्रिता स्वोपज्ञा | શ્રી ૩પશમાતા પુષ્પમાલાપIfમથા | ભાગ-બીજો હવે વ્રતમાં ઉપકાર કરનારી સમિતિ-ગુપ્તિઓના ઉત્સર્ગથી પાલનનો ઉપદેશ કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે ताणं च तत्थुवाओ, पंच य समिईउ तिन्नि गुत्तीओ । जासु समप्पइ सव्वं, करणिजं संजयजणस्स ॥ १६७॥ મહાવ્રતોના સંરક્ષણનો ઉપાય પાંચ સમિતિ અને ત્રણ ગુમિ છે. સમિતિ-ગુમિનું પાલન કર્યો છતે સાધુજનનું સઘળું ય કર્તવ્ય પૂર્ણ થાય છે સઘળાય કર્તવ્યનું સમર્થન કરાય છે. વિશેષાર્થ – જે સમિતિ-ગુણિઓને સારી રીતે પાળે છે તેનાથી મહાવ્રતો સારી રીતે પાળેલા જ થાય છે. કારણ કે હમણાં તુરત કહેવાશે તે નીતિથી જિનશાસનમાં સમિતિગુપ્તિઓથી શ્રેષ્ઠ બીજું કંઈ પણ કર્તવ્ય નથી. તેથી મહાવ્રતોનું સારી રીતે પાલન કરવાની ઇચ્છાવાળાએ સમિતિ-ગુપ્તિઓમાં જ યત્ન કરવો જોઈએ. [૧૬૭] જિનશાસનમાં સમિતિ-ગુતિઓથી શ્રેષ્ઠ બીજું કર્તવ્ય કેમ નથી તે કહે છે- ' पवयणमायाओ इमा, निद्दिट्ठा ज़िणवरेहि समयम्मि । मायं एयासु जओ, जिणभणियं पवयणमसेसं ॥ १६८॥ જિનેશ્વરોએ સિદ્ધાંતમાં સમિતિ-ગુપ્તિઓને પ્રવચન માતાઓ કહી છે. કારણ કે જિનકથિત સંપૂર્ણ દ્વાદશાંગરૂપ પ્રવચન સમિતિ-ગુતિઓમાં પૂર્ણતાને પામેલું છે. વિશેષાર્થ- પ્રવચનમાતા શબ્દનો શબ્દાર્થ આ પ્રમાણે છે–પૃવત્તનં મતિ-નિષ્ઠાં જd થાણુ તા: પ્રવનમાતા = દ્વાદશાંગરૂપ પ્રવચન પૂર્ણતાને પામેલું છે જેમાં તે પ્રવચન માતાઓ. આનો અર્થ એ થયો કે સમિતિ-ગુપ્તિઓમાં સંપૂર્ણ પ્રવચન આવી ગયું છે. તે આ પ્રમાણેઇર્યાસમિતિમાં પ્રાણાતિપાત વિરમણવ્રત આવી જાય છે. તેની (=પ્રાણાતિપાતન વિરમણવ્રતની)Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 354