Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
२०
અનર્મિતનયની ચર્ચા, નિશ્ચય અને વ્યવહારનયની ચર્ચા, જ્ઞાન અને ક્રિયાનયની ચર્ચા, તેમજ અર્થ આદિ નયોનો અંતર્ભાવ, એવં વિશેષ આવશ્યક ઉપદર્શિત નિશ્ચયનય અને વ્યવહારનયની ચર્ચા.
સૂત્ર ૧૬-નૈગમ ભાવ અને અભાવના વિષયવાળો છે. સંગ્રહ સર્વભાવવિષયવાળો છે. વ્યવહારકલત્રયવર્તી કેટલાક ભાવપ્રકારોનો ગ્રાહક છે. ઋજુસૂત્ર વર્તમાન ક્ષણમાત્રસ્થાયી પદાર્થવિષયક છે. શબ્દનય કાળ આદિના ભેદથી અર્થભેદના વિષયવાળો છે. સમભિરૂઢનય વ્યુત્પત્તિના ભેદથી પર્યાયવાચક શબ્દોના અર્થભેદના વિષયવાળો છે અને એવંભૂતનય ક્રિયાના ભેદથી અર્થભેદના વિષયવાળો છે. અહીં નયગત અલ્પબહુવિષયતા દર્શનીય છે.
સૂત્ર ૧૭–નૈગમ આભાસ = પૂર્વકથિત દૃષ્ટાન્તોમાં ધર્મદ્રય, ધર્મક્રિય અને ધર્મધર્મિદ્રયનો સર્વથા પૃથપણાનો અભિપ્રાય તથા વૈશેષિક અને નૈયાયિકનું દર્શન આનૈગમાભાસ રૂપ જ છે.
સૂત્ર ૧૮–વિશેષધર્મનિરાકરણના અભિપ્રાયનું વ્યક્તરૂપ “પરસંગ્રહાભાસપણું છે. પર સંગ્રહાભાસમાં સમસ્ત અદ્વૈતદર્શનો અને સાંખ્યદર્શન છે.
સૂત્ર ૧૯દ્રવ્યપર્યાયના વિભાગને અપ્રામાણિક માનનારો “વ્યવહારનયાભાસ.” જેમ કેચાર્વાકદર્શન.
સૂત્ર ૨૦–કાલત્રય સ્થાયિ પદાર્થના ખંડનપૂર્વક વર્તમાન ક્ષણ માત્ર વૃત્તિ પર્યાયના આલંબનનો અભિપ્રાય, એ “ઋજુસૂત્રનયાભાસ.” જેમ કે–બૌદ્ધદર્શન.
સૂત્ર ૨૧–કાલ આદિના ભેદથી શબ્દોનો અર્થભેદ જ છે. એમ અભેદના ખંડનનો અભિપ્રાય, શબ્દનયાભાસ.' આમાં શબ્દબ્રહ્મવાદીઓ આવી શકે છે.
સૂત્ર ૨૨–પર્યાયવાચક શબ્દોનો વ્યુત્પત્તિના ભેદથી અર્થનો ભેદ જ છે, અર્થગત અભેદ નથી. આવો જે અભિપ્રાય, તે–“સમભિરૂઢનયાભાસ.'
સૂત્ર ૨૩–પ્રવૃત્તિના નિમિત્તભૂત ક્રિયાથી રહિત અર્થને શબ્દવારૂપે સર્વથા નહીં સ્વીકારનાર અભિપ્રાય, એ “એવંભૂતનયાભાસ.” પરધર્મખંડક–સ્વધર્મમંડક નયોને નયાભાસરૂપે દર્શાવેલ છે. અહીં પૂર્વ-ઉત્તરપક્ષ અને શંકા-સમાધાન સારી રીતે જોવા જેવા છે.
સૂત્ર ૨૪–નયગત વસ્તુના એકદેશ સંબંધી અજ્ઞાનની નિવૃત્તિ, એ અનંતરફળ છે. પરંપરફળ તો વસ્તુના એકદેશવિષયક હેયહાન-ઉપાદેય ઉપાદાન-ઉપેક્ષણીયોપેક્ષા બુદ્ધિઓ છે. અહીં સાત નયોમાં નિક્ષેપાઓને સમાવવા સંક્ષેપથી પણ સચોટ, નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ-રૂપ નિક્ષેપાઓનું વર્ણન સર્વથા વાચનીય છે.
(દશમું કિરણ) સૂત્ર ૧ થી ૩–વપક્ષસાધન, પરપક્ષદૂષણરૂપ વિષયવાળું, તત્ત્વનિર્ણય કે વિજયરૂપ પ્રયોજનવાળું વચન ‘વાદ' કહેવાય છે. સાધન અને દૂષણરૂપ વચનો સ્વસ્વ અભિપ્રેત પ્રમાણરૂપ હોવા જોઈએ. અહીં શંકા-સમાધાનપૂર્વકનું વિવેચન જોવા જેવું છે. બીજા દર્શનોમાં વાદ, જલ્પઅને