Book Title: Tattvanyaya Vibhakar Part 02
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan
View full book text
________________
१८
(આઠમું કિરણ)
સૂત્ર ૧ થી ૩–પ્રમાણ નિશ્ચય આત્મક જ છે, કેમ કે-સંશય આદિરૂપ આરોપનો વિરોધી છે. આરોપ–તે પ્રકાર વગરની વસ્તુમાં તે પ્રકારનું જ્ઞાન, તે આરોપ. તે વિપર્યય, સંશય અને અનધ્યવસાયના ભેદથી ત્રણ પ્રકારનો છે. વિપર્યય=અન્યથાસ્થિત વસ્તુના એક કોટિ માત્ર પ્રકારવાળો નિશ્ચય. જેમ કે-છીપમાં ‘આ ચાંદી છે’ આવું જ્ઞાન. અહીં મીમાંસકો ભ્રમના સ્થળમાં ભેદ અગ્રહરૂપ ‘વિવેક અખ્યાતિ' કહે છે. માધ્યમિક શૂન્યવાદી બૌદ્ધો ‘અસખ્યાતિ’ કહે છે. વિશિષ્ટ અદ્વૈતવેદાન્તીઓ ‘પ્રસિદ્ધ અર્થખ્યાતિ' કહે છે. કેટલાક વાદીઓ ‘અખ્યાતિ' કહે છે. યોગાચારી વિજ્ઞાનવાદી બૌદ્ધો ‘આત્મખ્યાતિ' કહે છે. અદ્વૈત વેદાન્તીઓ ‘અનિર્વચનીયખ્યાતિ' કહે છે. એનું ખંડન તથા અહીં સ્મરણથી પ્રેરિત રજત, તે દેશ, તે કાળમાં અવિદ્યમાન, દોષના મહિમાથી, સંનિધાનથી ભાસે છે, માટે આ ‘વિપરીતખ્યાતિ’રૂપ છે : અને સ્મરણ, ચાકચિક્ય આદિ સમાનધર્મોના દર્શનથી શક્તિમાં થાય છે. આની ચર્ચા છે.
સૂત્ર ૪–અહીં અનુમાનથી અને આગમથી વિપર્યય આત્મક જ્ઞાનના ઉદાહરણો છે.
સૂત્ર ૫–અનિશ્ચિત અનેક અંશવાળું જ્ઞાન ‘સંશય.’ જેમ કે-‘આ સ્થાણુ છે કે પુરુષ ? આવું જ્ઞાન, સ્થાણુત્વ કે પુરુષત્વનું સાધક-બાધક પ્રમાણના અભાવથી, ઉંચાઈ, લંબાઈ અને પહોળાઈરૂપ સાધારણ ધર્મના દર્શનથી તથા બે કોટિના વિષયના સ્મરણથી પ્રકટે છે.અહીં લક્ષણ, પદકૃત્ય, શંકા અને સમાધાન જોવા જેવા છે.
સૂત્ર ૬–સ્પષ્ટપણે વિશેષને નહીં સ્પર્શ કરનારૂં જ્ઞાન ‘અનધ્યવસાય.’ જેમ કે- ‘માર્ગમાં જનાર મને કોઈ ચીજનો સ્પર્શ થયો છે' એવું ભાન. આ પ્રત્યક્ષવિષયક અનધ્યવસાય.
સૂત્ર ૭–અહીં પરોક્ષવિષયક અનધ્યવસાયનું વર્ણન છે.
(નવમું કિરણ)
સૂત્ર ૧–જૈન પ્રવચનના પ્રમાણથી બોધિત વસ્તુના અંશને ગ્રહણ કરનારો, બીજા અંશોનું નિરાકરણ નહીં કરનારો અને વક્તાનો વિશિષ્ટ અભિપ્રાય ‘નય’ કહેવાય છે. નયવાક્યનું તો અનંતધર્માત્મક વસ્તુના અંશભૂત પ્રતિનિયત ધર્મપ્રકા૨ક અપેક્ષા આત્મક શાબ્દબોધજનક વાક્યપણું સ્વરૂપ છે. અપેક્ષાત્વની ચર્ચા અહીં વિસ્તૃત રૂપમાં છે તથા નય આદિ વિષયના શંકા-સમાધાનો અવશ્ય અવલોકનીય છે.
સૂત્ર ૨યથાર્થ વસ્તુના એક અંશનો ગ્રાહક હોઈ, નયનું યથાર્થ નિર્ણયત્વરૂપ પ્રમાણપણું નથી જ. એથી જ અપ્રમાણપણું નથી, પરંતુ પ્રમાણ-અપ્રમાણથી ભિન્ન જ્ઞાનાન્તર જ છે. નયોના સમુદાયમાં કેવી રીતે પ્રમાણપણું છે ? તેનું સદૃષ્ટાન્ત વિવેચન સુચારૂ છે.