Book Title: Tattvanirnaya Author(s): Abhayshekharsuri Publisher: Shah Kantilal Chhaganlal View full book textPage 6
________________ માટે જ થાય' એવો અર્થ તાણવા જેઓ પ્રયાસ કરે છે તેઓએ કેટકેટલા કુતર્કો લગાડવા પડે તે કલ્પી શકાય એમ છે. “ધર્મસ્વરૂપદર્શન' પુસ્તકની પ્રસ્તાવના તરીકે લખાયેલ “તત્ત્વાવલોકન'માં જે આવા કુતર્કો વગેરે થયા છે એમાંના ઘણા કુતર્કો વગેરેનું નિરાકરણ “તત્ત્વાવલોકનસમીક્ષા' પુસ્તકમાં મેં કરેલું છે. પણ એમાં અર્થગંભીર શાસ્ત્રવચનો ને એના પર સૂક્ષ્મબુદ્ધિગમ્ય તર્કસભર વિચારણાઓ હોવાના કારણે થોડી સરળ-લોકભોગ્ય ભાષામાં એની રજુઆત થાય એવી ઘણાની ઇચ્છા હતી. તેથી, અમારા શાસ્ત્રાનુસારી પ્રતિપાદન અંગે જિજ્ઞાસુઓને જેવા પ્રશ્નો ઊઠતા હોય છે એવા પ્રશ્નો અને એના શાસ્ત્રાનુસારે તર્કબદ્ધ ઉત્તર રૂપે આ પુસ્તકનું લખાણ કર્યું. તર્કસમ્રાટ પૂજ્યપાદ પં. પ્રવરશ્રી જયસુંદર વિજયગણિવરે આ બધું લખાણ વાંચેલું છે ને અનેક ઉપયોગી સૂચેનો સૂચવ્યા છે. જિજ્ઞાસામાધ્યસ્થ વગેરે જાળવીને જો આ લખાણનું વાંચન-ચિંતન-મનન કરવામાં આવશે તો તસ્વનિર્ણય અવશ્ય થશે એવી મને પૂર્ણ શ્રદ્ધા છે. બેશક, જેમણે કુતર્કો જ કરવા છે તેઓ આ લખાણ પર પણ કુતક ઊઠાવશે જ. ને કદાચ એનું જાહેરમાં પ્રતિપાદન પણ કદાચ કરે. પણ હવે, એ કશાનો જવાબ આપવો મને ઉચિત જણાતો નથી. અમારા શાસ્ત્રાનુસારી પ્રતિપાદનનું ખંડન કરવા માટે શાસ્ત્રવચનો સાથે ચેડાં, શાસ્ત્રવચનોનો ગલત અર્થ, જુઠાણાંઓ, અનુચિત ઉપમાઓ વગેરે કેટકેટલી અયોગ્ય રીતરસમો અપનાવવી પડે છે એનું કંઇક દિગ્દર્શન આ પુસ્તકમાં કર્યું છે. એના પરથી પણ સુજ્ઞજન તો નિર્ણય કરી શકે છે કે અમારું પ્રતિપાદન શાસ્ત્રવિરુદ્ધ છે નહીં.” અને સામાપક્ષવાળા વિદ્વાનો પણ, હવે આના પર પોતાને જે શાસ્ત્રવૈપરીત્ય વગેરેની શંકા ઊઠે તે કુતર્ક તો નથી ને ? એટલું શાંતચિત્તે વિચારી લેશે તો જરૂર, પોતે શાસ્ત્રવિપરીત, વાતને પકડેલી છે એવું પ્રતીત કરી શકશે. સૂક્ષ્મબુદ્ધિથી વિચાર કરવાના ઇચ્છુકોને 'તત્વાવલોકન સમીક્ષા' પુસ્તકનું અધ્યયન કરવાની ભલામણ કરું છું. હું, અત્યંત નિખાલસપણે એક વાત જણાવવાની રજા માગી લઉં છું કે મેં આ આખી પ્રશ્નોત્તરી સામા પક્ષને તોડી નાખી, અમારા પક્ષનો વિજય થઈ જાય એ ઉદ્દેશથી નથી કરી. એટલે જ અમારા પક્ષના પ્રતિપાદનમાં ઊઠતા પ્રશ્નોના આડેધડ જવાબ આપવા કે પછી એ જવાબ આપવામાં શાસ્ત્રપાઠ અધુરો રજુ કરવો, એને વિકૃત રૂપે રજુ કરવો કે એના પર કુતર્કોની ફેંકાફેક કરવી. આવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 106