________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુલતાના વિચારો આ હતા ?
હે પ્રાણશ! પાપકર્મના કારણે નરકમાં જતા પોતાના પિતાનું રક્ષણ શું પુત્ર કરી શકે?
સ્વામિનુ ગુણવાન અને બલવાન પુત્ર હોવા છતાં વ્યાધિઓથી પીડાતા પિતાને વ્યાધિઓથી મુક્ત કરી શકે છે?
આપ જાણો છો કે હજારો પુત્ર હોવા છતાં, સનતકુમાર ચક્રવર્તી ક્ષણમાત્રમાં રોગોથી કેવા ઘેરાઈ ગયા હતા?
ઘણા પુત્રોથી પરિવરેલો બ્રહ્મદત્ત ચક્રવર્તી કર્મવશ કેવી અંધદશા પામ્યો હતો?
* દ્વારિકા સળગી ત્યારે કૃષ્ણ અને બલદેવ જેવા સમર્થ પુત્રો, એમનાં માતા-પિતાને બચાવી શક્યા હતા ખરા?
* શ્રીકૃષ્ણને પરાક્રમી પુત્રો ન હતા? છતાં કૃષ્ણને નરકમાં જતાં બચાવી શક્યા હતા?
શું આપ નથી જાણતા - ધૃતરાષ્ટ્રના કુરુવંશનું નિકંદન કાઢવામાં એમના કુપુત્રો જ નિમિત્ત બન્યા હતા ને? - પુલસ્ય જેવા પવિત્ર રાજાના રાક્ષસવંશને કુપુત્રોએ જ કલંકિત કર્યો હતો ને?
ભલે ઘણા પુત્રો હોય, છતાં પોતાની ધર્મકરણી વિના સ્વર્ગ કે અપવર્ગની પ્રાપ્તિ નથી થતી.
પુત્રો પ્રત્યેના મમત્વભાવથી સંસારસમુદ્રમાં ભટકવું પડે છે, માટે મારા નાથ! મારા સ્વામી! આપ બુદ્ધિમાન છો, આપ પુત્રપ્રાપ્તિની ચિંતાથી શીધ્ર મુક્ત થાઓ!
પુત્રપ્રાપ્તિના વિષયમાં બંનેની વિચારધારા જુદી હતી, છતાં સુલસાએ પતિના ચિત્તની શાન્તિ માટે, સમાધિ માટે...પુત્રપ્રાપ્તિ માટે પરમાત્મભક્તિનો સહારો લીધો. તપશ્ચર્યા કરી. દેવી કૃપા પ્રાપ્ત કરી...
હરિણગમથી દેવનું સાંનિધ્ય પામ્યાના શુભ સમાચાર નાગ સારથિને આપ્યા. નાગ સારથિ આનંદવિભોર થઈ ગયો. સુલસા ઉપર એનો પ્રેમ ખૂબ વૃદ્ધિ પામ્યો
,,
5
૧૮
સુલાસા
For Private And Personal Use Only