Book Title: Sulsa
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 255
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેશવિરતિનું સમ્યફ પાલન ન કર્યું હોય પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ અને વનસ્પતિકાય વગેરે એકેન્દ્રિય જીવોને હણ્યા હોય, કૃમિ-પોરા-શંખ-છીપ વગેરે બેઇન્દ્રિય જીવોને હણ્યા હોય, ધૃણ-મંકોડા-કીડી-કુંથુઆ વગેરે ઇન્દ્રિય જીવોને માર્યા હોય, ભમરા-ભમરી-કતિકા-મધમાખી-વીંછીકરોળિયા વગેરે ચઉરિન્દ્રિય જીવોની હિંસા થઈ હોય, તેમજ જલચર, સ્થલચર, ખેચર પંચેન્દ્રિય જીવોને માર્યા હોય, આ રીતે સંસારમાં રહેલા સૂક્ષ્મ-બાદર, ત્ર-સ્થાવર જીવોની અભિઘાત આદિ દક્ષ પ્રકારે વિરાધના થઈ હોય, તે બધાં પાપોનો હે તુલસા, મન-વચન-કાયાથી “મિચ્છામિ દુક્કડું” આપ, સુલસા બોલી : “મિચ્છામિ દુક્કડ.' ગૌતમસ્વામીએ કહ્યું : “હે મહાશ્રાવિકા, ક્રોધ-લોભ-ભય-હાસ્યથી અસત્ય બોલી હો, બીજાની વસ્તુ પોતાની કરી લીધી હોય, દેવવિષયક, મનુષ્યવિષયક અને તિર્યંચવિષયક મૈથુન-સેવન કર્યું હોય, ધન-ધાન્યાદિ. નવા પ્રકારનો પરિગ્રહ કર્યો હોય, મમત્વ બાંધ્યું હોય અને રાત્રિભોજનના ત્યાગમાં કોઈ દોષ લાગ્યો હોય, તે બધાં પાપોનો “ મિચ્છામિ દુક્કડે' આપ.' સુલસા બોલી : “ મિચ્છામિ દુક્કડું.' ગૌતમસ્વામીએ કહ્યું : “હે મહાસતી, જિનેશ્વર ભગવંતે બતાવેલા બાર પ્રકારનાં તપ, શક્તિ હોવા છતાં જીવનમાં કર્યા ન હોય, તેમ જ મોક્ષના સાધનરૂપ ધર્મકાર્યમાં ઉદ્યમ ના કર્યો હોય, તેની આત્મસાક્ષીએ નિંદા કર. અને તેં જે બાર વ્રતો ગ્રહણ કર્યા છે, તે વ્રતોમાં કોઈ અતિચાર-દોષ લાગ્યો હોય, તેની ગુરુસાક્ષીએ ગર્ચા કર, અને હવે એ વ્રતોનું નિરતિચારદોષરહિત પાલન કરવા તત્પર બન. સુલતા બોલી : “હું નિંદા-ગહ કરું છું, અને વ્રતોનું હવે દોષરહિત પાલન કરીશ.' ગતમસ્વામી બોલ્યા : “હે સાધ્વી, તે સર્વે જીવોના અપરાધોને માફ કરી દે, અને તારાથી થયેલા અપરાધોની ક્ષમા માંગ. આ રીતે સર્વે જીવો સાથેના વૈરભાવ દુર્ભાવનો ત્યાગ કરી, હૃદયમાં મૈત્રીભાવની સ્થાપના કર, અને શમ-સંવેગરૂપ સુધારસનું પાન કર.' સુલતા બોલી : “હે પ્રભો! સર્વે જીવોને હું ખમાવું છું. સર્વે જીવો મને ક્ષમા આપો.” તુલસી ૨૪૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267