Book Title: Sulsa
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 263
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેઓ મુક્તિ પામવાના કામી છે તે શ્રમણ ભગવાન મહાવીરને નમસ્કાર હો. 'धम्मोवदेसगस्स धम्मायरियस्स अम्हं परियावगस्स अम्बडस्स नमोत्थु णां।' ધર્મના ઉપદેશક અમારા ધર્માચાર્ય ગુરુ અંબડને નમસ્કાર હો. સાતસો શિષ્ય-તાપસ આત્મસાક્ષીએ અને ગુરુસાક્ષીએ કહે છે: પૂર્વે અમે અંબડ પરિવ્રાજક પાસે સ્થૂલ પ્રાણાતિપાતનું વાવજીવ પ્રત્યાખ્યાન કર્યું હતું, એવી રીતે સમસ્ત સ્થૂલ મૃષાવાદનો, સ્થૂલ, અદત્તાદાનનો જીવનપર્યત ત્યાગ કર્યો હતો. સમગ્ર મૈથુનનો જીવનપર્યંત ત્યાગ કર્યો હતો. સ્થૂલ પરિગ્રહનો પાવજીવ ત્યાગ કર્યો હતો.' હવે આ અનશન-સમયે અમે શ્રમણ ભગવાન મહાવીરની પાસે [ભાવથી પુનઃ જીવનપર્યત આ બધાં પ્રત્યાખ્યાન કરીએ છીએ. આ જ રીતે પ્રભુ વીરની સાક્ષીએ સમસ્ત ક્રોધ, માન, માયા, લોભ, રાગદ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પર-પરિવાદ, રતિ-અરતિ, માયા-મૃષાવાદ તથા મિથ્યાત્વશલ્ય - આ અઢાર પાપસ્થાનકોનો અકરણીય અશુભ યોગોનો ત્યાગ કરીએ છીએ. સમગ્રતયા અશન-પાન-ખાદિમ-સ્વાદિમ – આ ચાર આહારનો યાવજીવ ત્યાગ કરીએ છીએ. ઇષ્ટ, કાન્ત, પ્રિય, મનોજ્ઞ પોતાનું શરીર અધિક પ્રિય હોય છે. હવે એ શરીર પર કોઈ પણ ઉપસર્ગ-પરિસહ આવે તેને અંતિમ શ્વાસ સુધી સમતાભાવે સહન કરીશું. આ પ્રમાણે સંલેખના કરી, અનશન સ્વીકારી તૂટેલા વૃક્ષની જેમ નદીની માટીના સંથારા પર નિચ્ચેટ થઈને સૂઈ ગયા. ગંગાના કિનારે પથરાયેલી ભીની રેતીના પટ પર ૭૦૧ યોગીપુરુષ શ્રી નવકાર મંત્રના ધ્યાનમાં નિમગ્ન બની ગયા. કાળના સમયે મહાકાળ આવી ગયો. અંબડ પરિવ્રાજક સાથે સાતસો તાપસ સમાધિમૃત્યુ પામીને “બ્રહ્મદેવલોક' માં ઉત્પન્ન થયા. અંબડ પરિવ્રાજકનો વૃત્તાંત પપાતિક મૂત્ર સરક-મૂત્ર ૪૦માં આવે છે, તેમજ ભગવતીસૂત્ર સટીક શતક-૧૪, ઉદ્દેશ ૮, સુત્ર પર૯માં પણ આવેલ છે.) સુલાસા ૨૫૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267