Book Title: Sulsa
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 256
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગૌતમસ્વામી બોલ્યા : “હે ભાગ્યશાલિની, તું હિંસા આદિ અઢાર પાપસ્થાનકોનો ત્યાગ કર.” સુલતાએ કહ્યું : “હે પ્રભો! હું અઢાર પાપસ્થાનકોનો ત્યાગ કરું છું.' ગૌતમસ્વામીએ કહ્યું : “હે સુભગે, જન્મ–જરા-મૃત્યુનો નાશ કરનારા અરિહંત પરમાત્માનું શરણ સ્વીકાર. નામ-સ્થાપના દ્રવ્ય અને ભાવ તીર્થકરનું શરણ સ્વીકાર.' સુલસા બોલી : “હું ચાર નિક્ષેપે અરિહંત પરમાત્માનું શરણ ગ્રહું છું.” ગૌતમસ્વામીએ કહ્યું : “હે સાધ્વી, તપશ્ચર્યાથી આઠેય કર્મોને ભસ્મીભૂત કરી પરમાત્મસ્વરૂપ પામેલા સિદ્ધ ભગવંતોનું શરણ સ્વીકાર.” સૂલસા બોલી : “હું સર્વે સિદ્ધ ભગવંતોનું શરણ સ્વીકારું છું.' ગૌતમસ્વામીએ કહ્યું : “હે પુયશાલિની, મોક્ષમાર્ગના સાધક, પાંચ ઇન્દ્રિયોના વિજેતા મનુષ્યક્ષેત્રમાં રહેલા સર્વે ક્ષમાશીલ સાધુઓનું શરણ ગ્રહણ કર.” સુલસા બોલી : “હે ભગવંત, હું સર્વે સાધુઓનું શરણ સ્વીકારું છું.” ગૌતમસ્વામીએ કહ્યું : “સંસારસમુદ્રને પાર કરાવવા સમર્થ, સર્વે જીવોનું હિત કરનારા, મોક્ષસુખને આપનારા જિનધર્મનું શરણ ગ્રહણ કર.” સુલતા બોલી : “હે ભગવંત, મને ભવોભવ જિનધર્મનું શરણ હોજો.” ગૌતમસ્વામીએ કહ્યું : “હે સુલસા, ભવનપતિ-દેવલોકમાં, વ્યંતરદેવલોકમાં, જ્યોતિષ્ક-દેવલોકમાં અને વૈમાનિક-દેવલોકમાં જે શાશ્વત જિનચૈત્યોમાં અસંખ્ય જિનપ્રતિમાઓ છે, તેમને ભાવપૂર્વક નમસ્કાર કર.' સુલાએ કહ્યું : “હું એ સર્વે જિનપ્રતિમાઓને ભાવથી નમું છું.' ગૌતમસ્વામી બોલ્યા : “હે પરમ શ્રાવિકા, તું શ્રી ઋષભદેવ, ચંદ્રાનન, વારિષણ અને વર્ધમાનસ્વામીને નમન કર. જંબુદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા સીમંધરસ્વામી, યુગમંધરસ્વામી, બાહુજિન અને સુબાહુજિનને વંદન કર. ધાતકીખંડમાં વિચરતા આઠ તીર્થકરો - સુજાન, સ્વયંપ્રભુ, ઋષભાનન, અનંતવીર્ય, સૂરપ્રભ, વિશાલ, વજધર અને ચન્દ્રાનનને વંદન કર. પુષ્કરવર-દ્વીપ પર વિચરતા આઠ તીર્થકર-ચન્દ્રબાહુ, ભુજંગાસ્વામી, ઈશ્વર, નેમિપ્રભ, વીરસેન, મહાભદ્ર, દેવયશ અને અજિતવીર્યને વંદન કર. સુલસા બોલી : “પ્રભો! હું ઋષભદેવ આદિ ચાર તીર્થકરોને અને વીસ વિહરમાન તીર્થકરોને ભાવપૂર્વક વંદન કરું છું.' ૨૪૬ સુલાસા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267