________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજકુમાર કોણિકે પોતાના ભાઈઓ કાળ, મહાકાળ આદિનો સાથ મેળવીને મહારાજા શ્રેણિકને પકડીને પાંજરામાં પૂરી દીધા. કારાવાસમાં બંધ કરી દીધા. તેમનું ખાવા-પીવાનું બંધ. ઉપરથી સવારે અને સાંજે કોણિક ચાબુક લઈને કારાવાસમાં જતો અને ૧૦૦/૧૦૦ ચાબુક મારવા લાગ્યો. કોઈને પણ મળવા માટે કોણિક કારાવાસમાં જવા દેતો ન હતો. માત્ર ચેલણા જતી હતી. કોણિક ચેલણાને રોકી શકતો ન હતો.
ચેલણા જાણતી હતી કે કોણિક, મહારાજાને સો-સો ચાબુક મારે છે અને ખાવા-પીવાનું આપતો નથી...ચેલણા, સો વાર ધોયેલી સુરાથી માથું ધોઈને અંબોડામાં અડદનો લાડવો છુપાવીને કારાવાસમાં જતી હતી. માથાના વાળમાં રહેલી સુરાનાં બિંદુઓ શ્રેણિક પોતાના મુખમાં લેતા હતા, જેમ મેઘનાં બિંદુ ચાતક પક્ષી લે તેવી રીતે અને ચેલણા ગુપ્ત રીતે અડદનો લાડવો શ્રેણિકને આપી દેતી હતી. સુરાનાં બિંદુઓ પીવાથી એને પછી તરસ લાગતી ન હતી અને અડદનો લાડવો ખાવાથી ક્ષુધા શાન્ત થઈ જતી હતી. સુરાનાં બિંદુઓ એના શરીર ઉપર ચેલણા છાંટતી હતી, તેથી ચાબુકનો માર એને હળવો લાગતો હતો.
ચેલણાનું મન કલ્પાંત કરતું હતું...કોણિક પ્રત્યે ભયંકર આક્રોશ એના દિલમાં ઊઠ્યો હતો. પણ તે મૌન હતી. ‘હું જો એને...કંઈ પણ કહેવા જઈશ તો એનો રોષ એ એના પિતા ઉપર ઢોળશે...કદાચ સોના બદલે બસો ચાબુક મારશે...' ચેલણાને વાતનો વિસામો એક જ હતો, સુલસાનો! ચેલણાની અપાર મનોવ્યથાને હળવી કરવા સુલસા પ્રયત્નશીલ હતી... અલબત્ત સુલસા, મહારાજા શ્રેણિકની થયેલી અતિ દયનીય સ્થિતિ પર ખૂબ દુઃખી હતી.
‘મારા પ્રભુ વીરના અનન્ય ભક્ત અને ઉપાસક મહારાજાનાં કેવાં પાપકર્મ ઉદયમાં આવ્યાં? જીવનનો કેવો કરુણ અંજામ આવ્યો? જે મહારાજા પ્રભુ વીરનું નામ સાંભળે અને રોમાંચિત થઈ જાય..સિંહાસન
સુલસા
For Private And Personal Use Only
૧૮૩