Book Title: Sulsa
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 243
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org છતાં એમની યોગ્ય આત્માઓને ઓળખાણ કરાવવામાં મને વાંધો લાગતો નથી. ઉન્માર્ગે જતાને સન્માર્ગે વાળવા માટે સત્ય સમજાવવું તો પડે. બીજા દેવોને કૌતુકથી પણ જોવા જવાથી કે સાંભળવાથી ‘કાંક્ષા' પ્રગટે છે! ચિત્ત અસ્થિર હોય, સભ્યજ્ઞાન હોય નહીં, એટલે અન્ય દેવો અને દર્શનોમાં એ ધસડાઈ જાય છે, અટવાઈ જાય છે. શું સાચું ને શું ખોટું એનો નિર્ણય કરી શકતો નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir હે તેજસ્વી તપસ્વી! ભગવાન મહાવીરે એમના ઉપદેશમાં, આ વિષયમાં એક દૃષ્ટાંત આપ્યું હતું. ઇન્દ્રદત્ત નામનો એક બુદ્ધિશાળી રાજમંત્રી હતો. રાજા તેને અનેક રાજ્યોમાં અને નગરમાં પોતાનાં કાર્યો માટે મોલતો હતો. ઇન્દ્રદત્તની પત્ની ઇન્દ્રાએ પોતાના આવાસમાં દેવાલય બનાવી તેમાં એક યક્ષરાજની પ્રતિમા સ્થાપી. તે યક્ષની પૂજા કરે છે અને પ્રાર્થના કરે છેઃ હે યક્ષરાજ, મારા પતિજે, માર્ગમાં અને નગરોમાં જ્યાં જાય ત્યાં એમની રક્ષા કરો. આપ મહાપ્રભાવશાળી છો. સર્વત્ર મારા પતિનું સાંનિધ્ય કરજો. આપ આપના ભક્તો ઉપર વાત્સલ્યવાળા હોવ છો.' સુલસા ઇન્દ્રાની ભક્તિસભર પ્રાર્થનાથી યક્ષરાજ ઇન્દ્રદત્તનું સાંનિધ્ય કરે છે. એક દિવસ ઇન્દ્રદત્ત રાજકાજ પતાવી પોતાના વતન ઉજ્જૈની આવે છે, ત્યાં માર્ગમાં નદી આવી. તે નદી ઊતરવા લાગ્યો, ત્યાં નદીમાં પૂર આવ્યું. તે પૂરના પાણીમાં તણાવા લાગ્યો ત્યારે માથે મુગટ, કાને કુંડલ, છાતી પર હાર,એવા યક્ષરાજ આવ્યા અને ઇન્દ્રદત્તને હથેળીમાં ઊંચકી લઈને પાર ઉતારી દીધો. યક્ષ અદૃશ્ય થઈ ગયા. ઇન્દ્રદત્તને આ ઘટના સ્વપ્ન જેવી લાગી. તેણે ઘરે આવીને પોતાની પત્નીને વાત કરી, પત્નીએ કહ્યું : ‘એ યક્ષરાજ હતા, જેમને મેં ઘરના દેવાલયમાં સ્થાપિત કર્યા છે ને રોજ તમારી રક્ષા કરવાની એમને પ્રાર્થના કરું છું. એમની આરાધના કરું છું.' ઇન્દ્રદત્ત પૂછે છે : ‘એ યક્ષરાજ ક્યાં છે?' પત્નીએ યક્ષરાજની મૂર્તિ દેખાડી. એ રાજી થયો, પણ એના મનમાં બીજો વિચાર આવ્યો. તેણે પત્નીને કહ્યું : ‘જો એક દેવનો આટલો પ્રભાવ છે તો બીજા બધા દેવોની પ્રતિમાઓ લાવી, દેવાલયમાં બેસાડીને આરાધના કરે. તો બધા દેવો આપણી વધુ રક્ષા કરશે.' પત્ની તો ભોળી હતી. એણે તો જ્યાં ત્યાંથી પ્રતિમાઓ લાવીને For Private And Personal Use Only ૨૩૩

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267