________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રમણ ભગવાન મહાવીર ચંપાનગરીના “પૂર્ણભદ્ર' ચૈત્યમાં પધાર્યા હતા ત્યારે વિદેહની રાજધાની વૈશાલીમાં યુદ્ધ ચાલી રહ્યું હતું. મગધસમ્રાટ કોણિક અને વિદેહના અધિપતિ મહારાજા ચેટકનું ભયાનક યુદ્ધ ચાલતું હતું. તે યુદ્ધમાં મહારાજા શ્રેણિકના પુત્રો, કોણિકની વિમાતાઓના દશ પુત્રો કાલ, સુકાલ, મહાકાલ વગેરે માર્યા ગયા. પુત્રોના મૃત્યુથી વિરક્ત થયેલી દસ રાણી-માતાઓએ પ્રભુ વીરના ઉપદેશથી દીક્ષા લીધી. સાધ્વી બની. આર્યા ચંદનાની શિષ્યાઓ બની.
જ્યારે એ સુકાલી, મહાકાલી વગેરે સાધ્વીઓ રાજગૃહીમાં આવી ત્યારે સુલતા તેમને વંદન કરવા ગઈ. ત્યારે ખબર પડી કે સાધ્વી બનેલી રાજમાતાઓએ તો ઘોર તપશ્ચર્યાના ચરણે જીવન ધરી દીધાં છે! - સાધ્વી કાલીએ રત્નાવલિ-તપ કર્યું હતું. આ તપશ્ચર્યામાં તેમને કુલ એક વર્ષ, ત્રણ મહિના અને ૨૨ દિવસ લાગ્યા હતા. તેમાં ૩૮૪ દિવસ તપ કર્યો હતો અને ૮૮ દિવસ પારણાના થયા હતા. આ પહેલી પરિપાટી પૂરી કર્યા પછી બીજી ત્રણ પરિપાટી પણ પૂર્ણ કરી. એમ ચાર પરિપાટીમાં પાંચ વર્ષ, છ મહિના અને ૨૮ દિવસ લાગ્યા. આવી ઘોર તપશ્ચર્યા કરવાથી સાધ્વી કાલીનું શરીર કુશ થઈ ગયું હતું. લોહી ને માંસ સુકાઈ ગયાં હતાં. ઊઠતાં-બેસતાં હાડકાં ખડખડતાં હતાં. - સાધ્વી સુકાલીએ કનકાવલિ-તપ કર્યું હતું. એની એક પરિપાટીમાં એક વર્ષ, પાંચ મહિના અને ૧૮ દિવસ લાગે છે. આવી ચાર પરિપાટી કરી. ઉગ્ર તપશ્ચર્યાથી સાધ્વી અત્યંત કૃશકાય બની ગયાં હતાં. - સાધ્વી મહાકાલીએ ‘લઘુ સિંહનિષ્ક્રીડિત' નામનું તપ કર્યું હતું. આ તપની એક પરિપાટીમાં પાંચ મહિના ને ચાર દિવસ તપના હોય છે અને ૩૩ દિવસ પારણાના હોય છે. આવી કુલ ચાર પરિપાટીમાં તપ કર્યું. બે વર્ષ અને ૨૮ દિવસમાં આ તપ પરું થયું. પછી પણ બીજી તપશ્ચર્યા કરી. શરીર અને કષાયોની સંલેખના કરી. શરીરની સાથે કષાયો પણ કૃશ થઈ ગયા.
૨૩૮
સુલાસા
For Private And Personal Use Only